AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VGGS 2022 : વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022 વિશે એ બધું જ જે તમે જાણવા ઈચ્છો છો

Vibrant Gujarat Summit 2022 : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 26 દેશો પાર્ટનર કન્ટ્રી-દેશ તરીકે જોડાયા છે જે આંતરરાષ્ટ્રીય બિઝનેસ અને જોડાણને વધુ મજબુત બનાવશે.

VGGS 2022 :  વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022 વિશે એ બધું જ જે તમે જાણવા ઈચ્છો છો
Vibrant Gujarat Summit 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 10:30 PM
Share

26 પાર્ટનર દેશ,15 ફોરેન મિનીસ્ટર અને 4 ફોરેન ગવર્નરની હાજરી સાથે ,વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 એક નવી ઉંચાઇ સર કરવા સજજ

GANDHINAGAR : વાઇબ્રન્ટ ગુજરાતની દસમી એડીશન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 (Vibrant Gujarat Summit 2022) એ હવે તમામ તૈયારીઓ પુર્ણ કરવાને આરે આવવાની સાથે નવી ઉંચાઇઓ સર કરવા તૈયાર છે.તારીખ 10 થી 12મી જાન્યુઆરીના રોજ યોજાનારી આ મેગા ઇવેન્ટની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.

સમિટ માટે પાર્ટનર દેશો પાસેથી, બિઝનેસ લિડર,વિવિધ રાજયોના વડા અને રાજ્ય સરકારો,અને ઉદ્યોગો પાસેથી અભુતપુર્વ પ્રતિસાદ સાંપડયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ને મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તારીખ 10મી જાન્યુઆરીએ વિવિધ ક્ષેત્રના નેતાઓ, બિઝનેસ લીડર અને ભારત તથા વિદેશના રોકાણકારોની હાજરીમાં ખુલ્લી મુકશે.

આ વિશાળ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2022માં સૌ પ્રથમવાર પાંચ દેશોના વડાપ્રધાન ખાસ ઉપસ્થિત રહેશે અને તેમાં તેમાં રશિયાના વડાપ્રધાન મિખાઇલ મિશુસ્ટિન (Mikhail Mishustin), મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જેકિન્ટો ન્યુસી (Filipe Jacinto Nyusi), મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ (Pravind Jugnauth), નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા (Sher Bahadur Deuba) અને સ્લોવેનિયાના વડાપ્રધાન જાનેઝ જાન્સા(Janez Jansa)નો સમાવેશ થાય છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 26 દેશો પાર્ટનર કન્ટ્રી-દેશ તરીકે જોડાયા છે જે આંતરરાષ્ટ્રીય બિઝનેસ અને જોડાણને વધુ મજબુત બનાવશે. છેલ્લા બે દાયકાથી આ સમિટને પગલે વિશ્વ માટે ગુજરાતએ ગેટવે ઓફ ઇન્ડિયાની ભુમિકા ભજવી રહ્યુ છે. અગ્રણી દેશો જેવા કે જર્મની ,ફ્રાંસ, ઇટલી, કેનેડા,ઓસ્ટ્રેલિયા, જાપાન , રશિયા ઇઝરાયલ, સિંગાપોર,સ્વિડન, સાઉથ કોરિયા, ડેન્માર્ક, અને ફિનલેન્ડ સહિત અન્ય દેશો સમિટમાં ભાગ લેશે ઉપરાંત, હજુ વધુ દેશો જોડાઇ રહ્યા છે. અને આ દેશો રાજયમાં બિઝનેસની નવી તકો શોધશે. આમ આ દેશો સાથેનો સતત સહયોગ ગુજરાતને એક ગ્લોબલ બિઝનેસ માટેનું “મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટીનેશન” બનાવે છે.

હાલના કપરાકાળ વચ્ચે પણ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022એ વિશ્વને ગુજરાતમાં રોકાણની તકોના નિદર્શન માટે તૈયાર છે. અને બિઝનેસના વડા અને સીઇઓની હાજરીમાં વિશાળ સમિટ તમામને આવકાવા તૈયાર છે. આ સમિટમાં અલ્તાન અહેમદ બિન સુલેમ (Ahmed bin Sulayem)(ડી પી વર્લ્ડ ), ડીડીઅર કાશીમાઇરો (Didier Casimiro) (રોસનેફટ), ટોની ફાઉન્ટેન (Tony Fountain) (નયારા એનર્જી લિ.) , તોશિહિરો સુઝુકી (Toshihiro Suzuki) (સુઝુકી મોટર કોર્પ ), ડો. વિવેક લાલ (Vivek Lall) (ગ્લોબલ એટોમીક્સ ગ્લોબલ કોર્પોરેશન), મઇડા તાડશી (Maeda Tadashi) (જાપાન બેંક ફોર ઇન્ટરનેશલ કોઓપરેશન), શૈલ ગુપ્તે (Salil Gupte) (બોઇંગ ઇન્ડિયા પ્રા, લિ ) અને વિલીયમ બ્લેર (William L. Blair) (લોકડીહ માર્ટીન ઇન્ડિયા પ્રા, લિ) ખાસ હાજરી આપશે.

અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ આ સમિટમાં હાજરી આપશે તેમાં મુકેશ અંબાણી ( RIL ),ગૌતમ અદાણી (અદાણી ગ્રુપ ), કે એમ બિરલા ( આદિત્ય બિરલા ગ્રુપ), સુનિલ ભારતી મિત્તલ (ભારતી એન્ટરપ્રાઇસ), અશોક હિન્દુજા (હિન્દુજા ગૃપ), એન. ચંદ્રશેખરન ( ટાટા ગ્રુપ), અને હર્ષ ગોએન્કા (RPG ગ્રુપ) ખાસ હાજરી આપશે, ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓની હાજરીમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટએ ગુજરાતની ઉદ્યોગસાહસિકતાને સાકાર કરવા કટિબધ્ધ છે. સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા સજ્જ છે.

વિવિધ સેકટર જેવા કે, એવીએશન, ઓટોમોબાઇલ, ફાઇનાન્સિયલ સર્વિસ, એનર્જી, ડિફેન્સ, રીટેઇલ, અને રિયલ્ટીના અગ્રણીઓ સમિટમાં હાજરી આપશે, તેઓ ગુજરાતમાં રહેલી વિપુલ તકો અને ક્ષમતાઓને વિશ્વ સમક્ષ ઉજાગર કરશે. વાઇબ્રન્ટ સમિટ આગામી સમયના વિકાસ માટેના પાયાનુ ઘડતર કરવાની સાથે રાજયના વિકાસને આગળ ધપાવશે.

દેશના આર્થિક-સામાજીક વિકાસમાં ગુજરાતને એક રાષ્ટ્રીય સ્તરે અગ્રેસર રાજય બનાવવાની નેમ સાથે આ સમિટનું વિચારબીજ વર્ષ 2003માં  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન)એ મુક્યુ હતુ. તેના થકી આજે ગુજરાત રાજય ભારતની આર્થિક વૃધ્ધિના કેન્દ્રમાં છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “સમિટ અંગે અમને મળેલા પ્રતિસાદથી અમે ઉત્સાહિત છીએ અને વિશ્વાસ છે કે ગુજરાત રાજય માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતની ઘોષણાને સાર્થક કરશે. આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022એ તમામ અપેક્ષાઓ પુર્ણ કરવાની સાથે આગામી સમયના વૃધ્ધિનો પાયો મજબુત કરશે.”

સમિટની તડામાર તૈયારીઓ અંગે રાજયના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ઉમેર્યુ હતું કે,” વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 માટે વિશ્વસ્તરે ઉત્સાહ અને રસ જોવા મળી રહ્યો છે. અમને 15 જેટલા વિદેશી પ્રધાનો, ચાર વિદેશના ગવર્નર કે સ્ટેટના વડા અને ગ્લોબલ બ્રાંડના સીઇઓએ સમિટમાં ખાસ હાજરી આપશે તેવી પુષ્ટી તેમણે આપી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ2022એ તેમાં ભાગ લેનારા, રાજય અને દેશ માટે નવા કિર્તીમાન સર કરશે.” વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ ની થીમ પર આત્મનિર્ભર અને એન્ટપ્રાઇઝીંગ ઇન્ડિયા માટે માર્ગ મોકળો કરશે.

આ પણ વાંચો : VADODARA : કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશના હસ્તે રિડેવલોપ થયેલા વડોદરા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">