PM Modi Gujarat Visit : પીએમ મોદી શનિવારે ગુજરાતની મુલાકાતે, આટકોટમાં હોસ્પિટલનું લોકાર્પણ અને મહાત્મા મંદિરમાં સહકાર સંમેલનમાં સંબોધન કરશે

|

May 27, 2022 | 6:52 PM

પીએમ મોદી(PM Modi) 28 મેના રોજ રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરશે. 40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં કેન્સર, ડાયાલિસીસ સહિત ગંભીર બીમારીઓની સારવાર કરવા માટેની સુવિધા હશે

PM Modi Gujarat Visit : પીએમ મોદી શનિવારે ગુજરાતની મુલાકાતે, આટકોટમાં હોસ્પિટલનું લોકાર્પણ અને મહાત્મા મંદિરમાં સહકાર સંમેલનમાં સંબોધન કરશે
PM Narendra Modi
Image Credit source: File Image

Follow us on

પીએમ મોદી(Pm Modi) શનિવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે પીએમ મોદી 28 મે એ ગુજરાતની(Gujarat) એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. સવારે તેઓ જસદણના આટકોટમાં  મલ્ટિ  સ્પેશિયાલિટી હૉસ્પિટલનું (Hospital) લોકાર્પણ કરશે અને જાહેર કાર્યક્રમમાં સંબોધન કરશે. જસદણથી તેઓ ગાંધીનગર આવશે. જ્યાં મહાત્મા મંદિરમાં યોજાનારા ‘સહકારથી સમૃદ્ધિ સંમેલનમાં   સંબોધન કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય સહકાર પ્રધાન અમિત શાહ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત સહકાર ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહેશે.

અમરેલી અને ભાવનગર જિલ્લાના દર્દીઓને પણ તેમાં સારવાર મળશે

પીએમ મોદી 28 મેના રોજ રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે  કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરશે.  40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં કેન્સર, ડાયાલિસીસ સહિત ગંભીર બીમારીઓની સારવાર કરવા માટેની સુવિધા હશે. માત્ર જસદણ જ નહીં અમરેલી અને ભાવનગર જિલ્લાના દર્દીઓને પણ તેમાં સારવાર મળશે. પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં બાળકો માટે NICUની પણ ખાસ સુવિધા છે.

પીએમ મોદી રાજકોટના આટકોટમાં બની રહેલી હોસ્પિટલના લોકર્પણ કરવાના છે. ત્યારે આટકોટમાં PMના કાર્યક્રમને લઈને ટ્રાફિક ડાઈવર્ટ કરવામાં આવ્યો છે. રાજકોટ-ભાવનગર હાઇવે પર શનિવારે સવારે 6 થી બપોરે 3 ટ્રાફિક ડાઈવર્ટ રહેશે. તેમજ STસિવાયના ભારે તથા કોમર્શિયલ વાહનો, ખાનગી ટ્રાવેલ્સ માટે ડાઈવર્ટ રૂટનું જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

હોસ્પિટલમાં આયુષમાન ભારત કાર્ડથી પણ સારવાર આપવામાં આવશે

આ હોસ્પિટલમાં આયુષમાન ભારત કાર્ડથી પણ સારવાર આપવામાં આવશે. આયુષ્યમાન કાર્ડ ન હોઈ તો કાર્ડ પણ કાઢી આપવામાં આવશે. ગરીબ દર્દીઓને સારવાર મળી રહે તેવો પ્રયાસ કરાશે. જેની પાસે આરોગ્ય માટેના કાર્ડ નહિ હોય તો પણ સારવાર કરવામાં આવશે. જે ગરીબ દર્દી પાસે રૂપિયા નહિ હોય તો પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તેનો ખર્ચો ઉપાડશે. દર વર્ષે આ હોસ્પિટલ ચલાવવા પાછળ 1 કરોડનો ખર્ચ થશે. આ હોસ્પિટલથી સૌરાષ્ટ્રમાં આરોગ્યના નામે નવો ઇતિહાસ રચાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ પ્રવાસને લઈને લોકોમાં ઉત્સાહ છે. જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહેશે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત રાજ્ય સરકારનું મંત્રી મંડળ ઉપસ્થિત રહેશે.

કલોલ ખાતે ઈફ્કો નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી લગભગ 175 કરોડ રૂપિયાના ખર્ચે કલોલ ખાતે ઈફ્કો નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે. નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઉપજમાં વધારાને ધ્યાનમાં રાખીને અલ્ટ્રામોર્ડન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. પ્લાન્ટ દરરોજ 500 મિલીલીટરની લગભગ 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે.

Published On - 5:42 pm, Fri, 27 May 22

Next Article