PM મોદીએ સુઝુકી EV બેટરી પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો, કહ્યું ભારત જાપાનના સંબંધો નવી ઉંચાઈએ

|

Aug 28, 2022 | 6:43 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)  ભારતમાં સુઝુકી કંપનીના 40 વર્ષ પૂરા થવાના પ્રસંગે ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં હરિયાણા માટે મારુતિ સુઝુકી(Maruti Suzuki)  વ્હીકલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી અને ગુજરાતના હાંસલપુર માટે સુઝુકી EV બેટરી પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો.

PM મોદીએ સુઝુકી EV બેટરી પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો, કહ્યું ભારત જાપાનના સંબંધો નવી ઉંચાઈએ
PM Modi Address Maruti Suzuki Programme

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)  ભારતમાં સુઝુકી કંપનીના 40 વર્ષ પૂરા થવાના પ્રસંગે ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં હરિયાણા માટે મારુતિ સુઝુકી(Maruti Suzuki)  વ્હીકલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી અને ગુજરાતના હાંસલપુર માટે સુઝુકી EV બેટરી પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો.ભારતમાં સુઝુકી કંપનીના 40 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. પીએમ મોદીએ  કહ્યું હતું કે  ઈ વાહનોની બેટરીના ઉત્પાદન માટે હાંસલપુરમાં પ્લાન્ટ સ્થપાશે. જેમાં વર્ષ 2012માં મારૂતિ સુઝુકીએ પ્રથમ પ્લાન્ટ હાસલપુરમાં સ્થાપ્યો હતો. તેમજ હાલ સવાસોથી વધુ જાપાની કંપની ગુજરાતમાં આવી છે.

2022માં બેટરી સ્વેપિંગ પોલિસી લવાઈ

ગુજરાતમાં હાંસલપુરમાં ઈલેક્ટ્રીક વ્હીકલ બેટરી માટેનો પ્લાન્ટ સ્થપાશે. મારૂતિ સુઝુકી ગુજરાતમાં EV અને બેટરીનું ઉત્પાદન કરશે. નવા પ્લાન્ટ માટે 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે.  પીએમ મોદીએ કહ્યું કે સરકારે ઈલેક્ટ્રીક વ્હીકલને ગતિ આપવા માટે અનેક કામ કર્યા છે, અનેક નીતિગત નિર્ણયો કર્યા છે. 2022માં બેટરી સ્વેપિંગ પોલિસી લવાઈ, સાયલન્ટ રિવોલ્યુશન ઈલેક્ટ્રીક વ્હીલકલ ચાર્જિંગ સ્ટેશન માટે પણ અનેક પગલા લેવાયા. ઈલેક્ટ્રીક વ્હીકલની ખરીદી પર સરકાર સહાય કરે છે. લોનમાં સરળતા અને ઈમકમટેક્સમાં છૂટ આપવા જેવા નિર્ણયો પણ કરાયા છે.

એક રાજ્ય અને એક વિકસિત દેશનું સાથે ચાલવું મોટી ઉપલબ્ધિ છે ગુજરાતને ગોલ્ફની દુનિયા સાથે કોઈ સંબંધ ન હતો, છેલ્લા થોડા વર્ષોમાં આજે ગુજરાતમાં અનેક ગોલ્ફ ક્લબ છે. સવાસો થી વધુ જાપાનની કંપની ગુજરાતમાં કામ કરે છે. ગુજરાતમાં આજે વિકાસની જે ભૂમિકા છે તેમા કાયઝેનની મોટી ભૂમિકા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મારૂતિ સુઝુકીના ભારતમાં 40 વર્ષ પૂર્ણ થવા પર PM એ શુભેચ્છા  પાઠવી

બુલેટ ટ્રેનથી લઈ વિકાસની અનેક યોજનાઓ ભારત-જાપાન મિત્રતાનું ઉદાહરણ. ગુજરાત અને જાપાન વચ્ચેનો સંબંધ ડિપ્લોમેટિક મર્યાદાઓથી ક્યાંય આગળ છે. 13 વર્ષ પહેલા કંપની તેમના પ્લાન્ટ માટે ગુજરાત આવી હતી ત્યારે મે તેમને કહ્યુ હતુ કે જાપાનના મિત્રો ગુજરાતનું પાણી પીશે ત્યારે તેમને બરાબર સમજ આવી જશે કે વિકાસનું પરફેક્ટ મોડલ ક્યાં છે. મારૂતિ સુઝુકીના ભારતમાં 40 વર્ષ પૂર્ણ થવા પર PM એ શુભેચ્છા  પાઠવી હતી. તેમજ   પીએમએ જણાવ્યુ કે  8 વર્ષમાં ભારત-જાપાનના સંબંધોને નવી ઉંચાઈએ પહોંચ્યા. ભારત જાપાન દોસ્તીનો ઉલ્લેખ કરતા દિવંગત શિન્જો આબેને કર્યા યાદ.

Published On - 6:39 pm, Sun, 28 August 22

Next Article