PM MODIને હીરાબા પ્રત્યે અદમ્ય આત્મીયતા, માતાના જન્મદિવસે લખ્યો હતો માતૃપ્રેમભર્યો બ્લોગ

|

Dec 30, 2022 | 9:15 AM

વડાપ્રધાન (PM MODI) નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100ની વયે નિધન થયું છે. હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરના રાયસણ ખાતે કરવામાં આવશે. નરેન્દ્ર મોદી સવારે 8 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. અને, વડાપ્રધાન મોદીએ માતાની અર્થિને કાંધ આપી હતી.

PM MODIને હીરાબા પ્રત્યે અદમ્ય આત્મીયતા, માતાના જન્મદિવસે લખ્યો હતો માતૃપ્રેમભર્યો બ્લોગ
પીએમ મોદીની માતા હીરાબાનું નિધન
Image Credit source: TV9 Digital

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100ની વયે નિધન થયું છે. હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરના રાયસણ ખાતે કરવામાં આવશે. નરેન્દ્ર મોદી સવારે 8 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. અને, વડાપ્રધાન મોદીએ માતાની અર્થિને કાંધ આપી હતી.

PMએ માતાના જન્મદિવસ પર બ્લોગ લખ્યો

વડાપ્રધાન મોદીના માતાના 100માં જન્મદિવસ પર પીએમ મોદી ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના રાયસણ ગામમાં પહોંચ્યા હતા, જ્યાં તેમની માતા તેમના નાના ભાઈ પંકજ મોદી સાથે રહે છે. વડાપ્રધાને તેમને મીઠાઈ ખવડાવી, તેમના પગ ધોયા અને આશીર્વાદ લીધા હતા. તેણે તેને શાલ પણ આપી અને તેના પગ પાસે બેસીને તેની સાથે વાત કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

આ દિવસે મોદીએ ટ્વિટ કર્યું કે (PM Modi Tweet)માતા, આ માત્ર એક શબ્દ નથી, આ જીવનની ભાવના છે, જેમાં પ્રેમ, ધૈર્ય, વિશ્વાસ, ઘણું બધું સમાયેલું છે. મારી માતા, હીરાબા આજે 18મી જૂને તેમના 100મા વર્ષમાં પ્રવેશી રહ્યાં છે, તેમના શતાબ્દી વર્ષની શરૂઆત થઈ રહી છે. ઉપરાંત મોદીએ પોતાની ઓફિશિયલ વેબસાઈટ Maa પર માતા હીરાબા માટે એક બ્લોગ પણ લખ્યો છે. આમાં તેણે લખ્યું છે કે મારી માતા જેટલી સરળ છે તેટલી જ બધી માતાઓની જેમ અસાધારણ પણ છે.

વડાપ્રધાન મોદીએ પોતાના બ્લોગમાં શું લખ્યું હતુ ?

મારી માતાનો જન્મ ગુજરાતમાં મહેસાણાના વિસનગરમાં થયો હતો, જે મારા વતન વડનગરની નિકટ છે. તેમને તેમની પોતાની માતાનો પ્રેમ મળ્યો નહોતો. નાની વયે તેમણે મારા નાનીને સ્પેનિશ ફ્લૂ મહામારીમાં ગુમાવી દીધા હતા. તેમને મારી નાનીનો ચહેરો પણ યાદ નથી. તેમની પાસે મારી નાનીમાના ખોળામાં પસાર થયેલી બાળપણની યાદો પણ નથી. મારા માતાએ તેમનું સંપૂર્ણ બાળપણ તેમની માતા વિના પસાર કર્યું હતું. આપણા બધાને જે લાડકોડ મળ્યાં છે, તેનો અનુભવ મારી માતા મેળવી શકી નહોતી. જેમ આપણે આપણી માતાના ખોળામાં નિશ્ચિંત થઈને સૂતાં હતાં, તેમ મારી માતા તેમની માતાના ખોળામાં એ દૈવી અહેસાસ મેળવી શક્યાં નહોતાં. મારી માતા શાળામાં અભ્યાસ માટે પણ જઈ શક્યાં નહોતા. એટલે સ્વભાવિક છે કે, તેમને લખતાં-વાચતાં આવડ્યું નથી. તેમનું બાળપણ ગરીબીમાં પસાર થયું હતું અને તમામ પ્રકારના સુખભોગ કે લાડકોડથી વંચિત રહ્યાં હતાં.

આજની સરખામણીમાં મારી માતાનું બાળપણ બહુ જટિલ સ્થિતિ સંજોગોમાં પસાર થયું હતું. કદાચ, કુદરતે તેમની આ જ નિયતિ ઘડી હતી. મારા માતા પણ માને છે કે, ઈશ્વરને ગમ્યું એ ખરું. પણ પોતાની બાલ્યાવસ્થામાં માતાને ગુમાવવી, પોતાની માતાનો ચહેરો જોવાનું પણ નસીબમાં ન હોવું એ હકીકતનું આજે પણ તેમને દુઃખ છે.

આ પ્રકારના સંઘર્ષ અને જટિલ સ્થિતિસંજોગોને કારણે મારી માતાને બાળપણ માણવા મળ્યું જ નહોતું – તેમને ઉંમર કરતાં વધારે પરિપક્વ થવાની ફરજ પડી હતી. તેમના પરિવારમાં તેઓ સૌથી મોટું સંતાન હતાં અને લગ્ન પછી અમારા પરિવારમાં તેઓ સૌથી મોટી વહૂ બન્યાં હતાં. પોતાના બાળપણમાં તેમણે સંપૂર્ણ પરિવારની જવાબદારી ઉઠાવી હતી અને તમામ પ્રકારની કામગીરી સારી રીતે પાર પાડતાં શીખી ગયા હતા. લગ્ન પછી પણ તેમણે અમારા પરિવારમાં તમામ જવાબદારીઓ ઉઠાવી લીધી હતી. ઘણી જવાબદારીઓ અને રોજિંદા સંઘર્ષો હોવા છતાં મારી માતાએ ધીરજ અને મક્કમ મનોબળ સાથે સંપૂર્ણ પરિવારને એકતાંતણે જોડી રાખ્યો છે.

અમારું કુટુંબ વડનગરમાં એક નાનાં ઘરમાં રહેતું હતું, જેમાં એક બારી પણ નહોતી. શૌચાલય કે બાથરૂમ જેવી સુખસુવિધાની વાત જ કેવી રીતે થાય! અમે અમારા ઘરને એક-રૂમનું ટેનામેન્ટ કહેતાં હતાં, જેમાં માટીની દિવાલો હતી અને છત પર નળિયા હતાં. એવું હતું અમારું ઘર. તેમાં અમે બધા – મારા માતાપિતા, મારા ભાઈબહેનો અને હું રહેતાં હતાં.

Published On - 9:14 am, Fri, 30 December 22

Next Article