PM Modi gujarat visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાની 100મી વર્ષગાંઠે ચક્ષુથી લઈ ચરણનાં લીધા વધામણા, જુઓ EXCLUSIVE VIDEO

|

Jun 18, 2022 | 12:37 PM

નરેન્દ્ર મોદીના માતા હીરાબાના (Hira baa 100th Birthday)જન્મદિવસ નિમિત્તે તેમના ચરણ સ્પર્શ કર્યા હતા. સાથે સાથે માતા હીરાબાના ચરણ ધોઈને ઘર મંદિરમાં પણ પીએમ મોદીએ પૂજા અર્ચના કરી હતી.

PM Modi gujarat visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાની 100મી વર્ષગાંઠે ચક્ષુથી લઈ ચરણનાં લીધા વધામણા, જુઓ EXCLUSIVE VIDEO
PM Modi pays homage to mother Hiraba 100 on her birthday

Follow us on

કહેવાયું છે ને કે जननी जन्मभूमि च स्वर्गादपि गरीयसी  આજે માતા હીરાબાના  (Hira baa 100th Birthday) જન્મદિવસ નિમિત્તે  પ્રધાનમંત્રી મોદી(PM Modi)માતાના  ચરણ સ્પર્શ કરીને તેમના ચરણ ધોઈ આચમન આંખે લગાડીને આ બાબતની પ્રતીતિ  કરાવી હતી.  આજે  હીરાબાના જન્મદિવસ નિમિત્તે વહેલી સવારે  પ્રધાનમંત્રી મોદીએ માતાને 100માં જન્મદિવસની શુભેચ્છા પાઠવીને માતાના ચરણ પખાળ્યા હતા. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માતાના ચરણ પખાળીને તેમને ગુલાબનો હાર પહેરાવી ભેટ અપર્ણ કરી હતી. છેલ્લા ઘણા સમયથી જ્યારે જ્યારે પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે ત્યારે તેઓ  માતા હીરાબાને મળવા માટે પોતાના વ્યસ્ત શિડયૂલમાંથી  થોડ સમય તો કાઢી જ લે છે.  જેમ જેમ હીરાબાની ઉંમર વધતી જાય છે તેમ તેમ પ્રધાનમંત્રી મોદી અને માતા  હીરાબાનું વિશેષ બોન્ડિંગ પણ વધતું જાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  માતાના  ચરણ પખાળી આચમન આંખે લગાડ્યું

વ્યક્તિ ગમે તેટલી મહાન હોય તેના માટે  માતાનું સ્થાન હંમેશાં વિશેષ રહે છે  પ્રસિધ્ધ ઉક્તિ છે કે  માતાના ચરણોમાં સ્વર્ગ રહેલું છે આ  બાબતની પ્રતીતિ પીએમ નરેન્દ્ર મોદી અને માતા હીરાબાની તસવીરો જોતા થાય છે.  પ્રધાનમંત્રી મોદીએ આજે  માતા હીરા બા સાથે બેસીને વિશેષ પૂજા પણ કરી હતી. સામાન્ય રીતે પીએમ મોદી માતાની ટૂંકી મુલાકાત લઇને રવાના થઈ જતા હોય છે પરંતુ આજની  ટૂંકી મુલાકાત પણ ખાસ રહી હતી  પ્રધાનમંત્રી  ઘરમાં આવ્યા ત્યાર બાદ તેમણે  માતાને હાર પહેરાવ્યો હતો અને શાલ પણ ઓઢાઢી હતી.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

 

 

 

 

હીરાબાના જન્મદિવસ નિમિત્તે જગન્નાથ મંદિરમાં ભંડારો

અમદાવાદના જગન્નાથ મંદિરે સવારથી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં સાધુ, સંતો પૂજારીઓ માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. ભંડારામાં જગન્નાથ મંદિરના પ્રસિદ્ધ માલપૂઆ પીરસવામાં આવે તેવી શકયતા છે. એવી શકયતા છે કે હીરાબા પણ જગન્નાથ મંદિરે દર્શને આવશે.

 

તો પૂર્ણેશ મોદીએ પણ પ્રધાનમંત્રી મોદીના વીડિયોને શેર કરીને લખ્યું હતું કે માૃત્વ સેવા જ પ્રભુ સેવા.

Published On - 8:26 am, Sat, 18 June 22

Next Article