PM Modi Gujarat Visit : ગીફ્ટ સીટીમાં પીએમ મોદીએ IFSCA ઇમારતનો શિલાન્યાસ કર્યો

|

Jul 29, 2022 | 4:53 PM

ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જનો પીએમ મોદીએ ગાંધીનગરની ગીફ્ટ સીટી ખાતે  શુભારંભ કર્યો છે. 

PM Modi Gujarat Visit : ગીફ્ટ સીટીમાં પીએમ મોદીએ IFSCA ઇમારતનો શિલાન્યાસ કર્યો
PM Modi Gujarat

Follow us on

ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જનો પીએમ મોદીએ ગાંધીનગરની ગીફ્ટ સીટી ખાતે  શુભારંભ કર્યો છે.  પીએમ મોદી ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો (IFSCs)માં નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય સંસ્થાઓના વિકાસ અને નિયમન માટે એકીકૃત નિયમનકાર, આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો ઓથોરિટી (IFSCA)ના મુખ્યાલયની ઇમારતનો ગુજરાતના ગાંધીનગરમા ગિફ્ટ સીટીમા શિલાન્યાસ કર્યો છે.

નાણાંકીય ઈકોસિસ્ટમ પર હકારાત્મક અસર જોવા મળશે

મહત્વનું છે કે, આ બિલ્ડીંગની આઈકોનિક સ્ટ્રક્ચર તરીકે પરિકલ્પના કરવામાં આવી છે. PM મોદીના હસ્તે NSE, IFSC-SGX કનેક્ટ લોન્ચ કરવામાં આવશે. આ કનેક્ટ હેઠળ સિંગાપોર એક્સચેન્જ લિમિટેડના સભ્યો દ્વારા મૂકવામાં આવેલા NIFTY ડેરિવેટિવ્ઝના તમામ ઓર્ડર્સ ‘NSE-IFSC ઓર્ડર મેચિંગ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ’ પર રૂટ કરવામાં આવશે.જેથી GIFT-IFSCમાં નાણાંકીય ઈકોસિસ્ટમ પર હકારાત્મક અસર જોવા મળશે.ગિફ્ટ સિટીની કલ્પના માત્ર ભારત જ નહીં વિશ્વની નાણાંકીય અને ટેકનિકલ સેવાઓ માટેના એક સંકલિત હબ તરીકે કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં વધશે ભારતનો પ્રભાવ

આ એક્સચેન્જ બુલિયન ટ્રેડીંગને સંગઠિત બજાર તરીકે પરિવર્તન કરવા માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બુલિયન ડિપોઝિટરી રિસિપ્ટ્સ(BDRs)ના ઓર્ડર મેચિંગ, ટ્રેડિંગ, ક્લિયરિંગ અને સેટલમેન્ટ માટે ટેક્નોલોજી આધારિત મિકેનિઝમ્સ પ્રદાન કરશે, જે ભૌતિક બુલિયન દ્વારા સમર્થિત સુરક્ષા છે. વિવિધ વેપારીઓ-રોકાણકારો સહિતના સહભાગીઓને ટ્રેડિંગ એવન્યુ પ્રદાન કરવા ઉપરાંત, IIBX કિંમતની સંશોધન, ડિસ્ક્લોઝર્સમાં પારદર્શિતા, ગેરંટીકૃત કેન્દ્રિય ક્લિયરિંગ અને ગુણવત્તાની ખાતરીના ફાયદા પણ પ્રદાન કરશે. વધુમાં, IFSCAએ સંઘર્ષ-અસરગ્રસ્ત અને ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાંથી ખનિજોની જવાબદાર સપ્લાય ચેઈન માટે OECD ડ્યુ ડિલિજન્સ ગાઈડન્સનું પાલન ફરજિયાત કરીને IIBX દ્વારા વિતરણ કરવામાં આવતા બુલિયનના સ્રોતની અખંડિતતા સુનિશ્ચિત કરી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

1990 બાદ થયેલા સુધારા અંતર્ગત નામાંકિત બેંકો અને એજન્સીઓ સહિત IFSCA દ્વારા સૂચિત કરાયેલા માપદંડો મુજબ લાયકાત ધરાવતા જ્વેલર્સને IIBX દ્વારા સોનાની સીધી આયાત કરવા માટે મંજૂરી આપવામાં આવે છે. આમ, જ્વેલર્સની સીધી ભાગીદારીની પરવાનગી આ સુધારાનું મહત્વનું પાસું છે.

ગિફ્ટ સીટી-IFSC ખાતે સોના માટે આશરે 125 ટન અને ચાંદી માટે 1,000 ટન સુધીની સંગ્રહ ક્ષમતા સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત SEZમાં કોઈપણ એકમ કે જેને IIBX પર ટ્રેડિંગ માટે બુલિયન સ્પોટ ડિલિવરી કોન્ટ્રાક્ટ અને BDR ઇસ્યુ કરવા માટે બુલિયન સ્ટોર કરવાની મંજૂરી આપવામાં આવી છે, તેને IFSCમાં એક એકમ તરીકે માન્ય રાખવામાં આવશે. ભારતના તમામ ચાવીરૂપ બુલિયન કેન્દ્રો પરની સંગ્રહ સુવિધાઓ સમગ્ર દેશમાં જ્વેલરી ઉત્પાદકો અને નિકાસકારો માટે બુલિયન પૂરું પાડવા માટે ગિફ્ટ-IFSC ખાતે IIBX ટ્રેડિંગ હબ તરીકે સેવા આપશે.

સોનાનું નાણાકીયકરણ કરવાની દિશામાં IFSCA એ ગોલ્ડ અને સિલ્વર ETF જેવા ઉત્પાદનો માટે પહેલેથી જ એક નિયમનકારી માળખું પૂરું પાડ્યું છે, જે વિવિધ રોકાણકારો દ્વારા IIBX પર સહભાગિતાને પ્રોત્સાહિત કરશે. આગામી સમયમાં ગોલ્ડ સંબંધિત વિવિધ ઉત્પાદનો માટે બુલિયન લીઝિંગ, ગોલ્ડ લોન, બીડીઆર સામે ધિરાણ, ડોરે(કાચું સોનું) અને ગોલ્ડ સેવિંગ્સ એકાઉન્ટ્સ/ગોલ્ડ એક્યુમ્યુલેશન પ્લાન્સ વગેરે માટે પ્રોજેક્ટ ધિરાણ જેવી પ્રવૃત્તિઓ માટે ગિફ્ટ-આઈએફએસસી એક હબ તરીકે ઉભરી આવશે.

વર્ષ 2018માં નીતિ આયોગે સોનાના બજારમાં આવી રહેલાં પરિવર્તન અંગેના એક વિસ્તૃત અભ્યાસમાં ભલામણ કરી હતી કે વૈશ્વિક બજારના સહભાગીઓ અને તમામ સોનાની આયાત-નિકાસ માટે પ્રાથમિક મધ્યસ્થી બનવા માટે ભારત સરકાર શરૂઆતમાં વેપાર માટે સ્થળની પસંદગીમાં વધારાના વિકલ્પ તરીકે ગિફ્ટ-IFSCમાં બુલિયન એક્સચેન્જની સ્થાપના કરવાનું વિચારી શકે છે.

તેમજ કેન્દ્રીય બજેટ 2018-19માં તત્કાલિન નાણામંત્રી સ્વર્ગીય અરુણ જેટલીએ જાહેરાત કરી હતી કે સરકાર આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો (IFSCs)માં તમામ નાણાકીય સેવાઓની દેખરેખ માટે એકીકૃત નિયમનકારી સંસ્થાની સ્થાપના કરાશે. આનાથી ભારતમાં IFSCsમાં નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય સંસ્થાઓના વિકાસ અને નિયમન માટે એકીકૃત નિયમનકાર, ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)ની સ્થાપનાનો માર્ગ મોકળો થયો. કેન્દ્રીય બજેટ 2020-21માં નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગિફ્ટ સિટીમાં IFSC ખાતે આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જની સ્થાપનાની જાહેરાત કરી હતી.

કેવી રીતે કરવામાં આવી IIBXની સ્થાપના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રેરિત અને બજેટની જાહેરાત હેઠળના આદેશથી ચોથી ડિસેમ્બર. 2020ના રોજ IFSCA (બુલિયન એક્સચેન્જ) રેગ્યુલેશન્સ,2020 અંતર્ગત નિયમો ઘડવામાં આવ્યાં, જે બુલિયન એક્સચેન્જ અને પાંચ અગ્રણી ઇન્ડિયન માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યુશન્સ (MIIs)ના સંઘ દ્વારા બુલિયન ક્લિયરિંગ કોર્પોરેશનના સમાવેશ માટેનો માર્ગ મોકળો કરે છે

Published On - 4:48 pm, Fri, 29 July 22

Next Article