PAPER LEAK : કૌભાંડીઓને કડક સજા થાય તે માટે દરેકે અવાજ ઉઠાવવો જોઇએ : કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી
"ગુજરાતના દરેક નાગરિક ભલે કોઇ પણ પક્ષમાં માનતા હોય પરંતુ ૯૦ લાખ યુવાનોના ભવિષ્યની ચિંતા કરનાર જવાબદાર દરેક નાગરિકે આવા કૌભાંડીઓને કડકમાં કડક સજા થાય તેના માટે અવાજ ઉઠાવવો જોઇએ"
PAPER LEAK : કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ પેપર લીક કૌભાંડ મામલે સરકાર પર ચાબખા માર્યા છે. મનિષ દોશીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, “પરીક્ષાનું પેપર ફોડનાર ભાજપના કાર્યકર્તા અસિત વોરાને ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ બનાવીને ભાજપ સરકારે લાખો યુવાનો તથા તેમના વાલીઓ સાથે છેતરપિંડી કરી છે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે આવા મહા કૌભાંડી ભ્રષ્ટાચારી લોકોને આજે પણ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સ્થાને રાખીને ભાજપનો ભ્રષ્ટાચારી ચહેરો ખુલ્લો પડી ગયો છે”
“ગુજરાતના દરેક નાગરિક ભલે કોઇ પણ પક્ષમાં માનતા હોય પરંતુ ૯૦ લાખ યુવાનોના ભવિષ્યની ચિંતા કરનાર જવાબદાર દરેક નાગરિકે આવા કૌભાંડીઓને કડકમાં કડક સજા થાય તેના માટે અવાજ ઉઠાવવો જોઇએ”
“પેપર લીક કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાની શું મજબૂરી કે મનસૂબો હતો કે આટઆટલા સરકારી પ્રેસ અને બીજા ખાનગી પ્રેસને છોડીને જેમના પર રાજસ્થાન જાહેર સેવા આયોગની 2011ની પરીક્ષાનું પેપર લીક કરવા માટે રાજસ્થાનમાં ક્રિમિનલ કેસ ચાલુ છે તેવા ભાજપી મુદ્રેશ પુરોહિતના પ્રેસને જ પેપર છાપવાનો કોન્ટ્રાકટ આપ્યો ? ”
“ઇલેક્શન કમિશનની ઓફિશિયલ વેબસાઈટ મુજબ મુદ્રેશ પુરોહિતની કંપની સૂર્યા ઑફસેટ દ્વારા 2014માં ભાજપને 1 લાખ રૂપિયા ઇલેક્શન ફંડ આપવામાં આવેલ મોટા કોર્પોરેટ ગૃહ ભાજપને ડોનેશન આપે એ વાત સમજી શકાય પણ અમદાવાદના એક લોકલ પ્રાઇવેટ પ્રિન્ટિંગ પ્રેસને ભાજપે પુરા ૧ લાખ આપવાની શું જરૂર પડી ગઈ ”
“દલાલો અને સેટિંગબાજો એ જેના પર પુરી પકડ જમાવી લીધી છે એ પક્ષ ભાજપ અસિત વોરાને કેમ છાવરે છે એ સમજી શકાય છે. અસિત, મુદ્રેશ આ બધા તો એક ભાગ છે. ઉપરથી નીચે સુધી આખું ભાજપ ભ્રષ્ટાચાર અને દલાલીમાં ગળાડૂબ છે. જેનો ભોગ ગુજરાત ના લાખો નિર્દોષ યુવાનો બની રહ્યા છે.”
આમ, કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ પેપર લીક મામલે કોઇને અન્યાય ન થાય અને જવાબદારોને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી છે.
આ પણ વાંચો : Manipur Assembly Election 2022: કાકચિંગ વિધાનસભા સીટ જીતીને પણ કોંગ્રેસ હારી, જાણો તેની સાથે જોડાયેલ દરેક અપડેટ