શિવાંશને દત્તક લેવા માટે 190 પરિવારોએ ઈચ્છા દર્શાવી : હર્ષ સંઘવી

શિવાંશને દત્તક લેવા માટે 190 પરિવારોએ ઈચ્છા દર્શાવી : હર્ષ સંઘવી

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 6:39 AM

ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ બાળકને દત્તક લેવા માટે 190 થી વધારે પરિવારે ઈચ્છા દર્શાવી છે. તેમજ અનેક અધિકારીઓ પણ આ બાળકને દત્તક લેવા માટે તૈયાર છે.

ગાંધીનગરના(Gandhinagar) પેથાપુરમાંથી મળી આવેલા બાળકનું નામ શિવાંશ(Shivansh)છે. તેમજ તેની ઉંમર આઠ થી દશ માસની છે. આ અંગે સ્પષ્ટતા કરતા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ(Harsh Sanghvi) જણાવ્યું હતું કે આ બાળકને દત્તક લેવા માટે 190 થી વધારે પરિવારે ઈચ્છા દર્શાવી છે. તેમજ અનેક અધિકારીઓ પણ આ બાળકને દત્તક લેવા માટે તૈયાર છે.

જોકે અમે આપને જણાવી દઇએ કે સચિન દિક્ષીતની પત્ની બિનવારસી હાલતમાં મળેલ બાળકની માતા નથી. ગૃહરાજ્યપ્રધાને સ્પષ્ટતા કરી છે કે સચિનની પત્ની બાળકની સાચી માતા નથી.ત્યારે અહી સવાલ એ સર્જાય કે બાળકની સાચી માતા કોણ.બાળકની માતા ક્યાં છે.આ મામલે હર્ષ સંઘવીને પુછાતા તેઓએ સ્પષ્ટતા કરી કે સચિન દિક્ષીતની પુછપરછ બાદ જ આ સવાલનો જવાબ મળી શકશે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પેથાપુરમાં સ્વામિનારાયણ ગૌશાળા પાસેથી મળી આવેલા બાળકના પિતાને શોધી કાઢવામાં પોલીસને મોટી સફળતા મળી છે. આ સમગ્ર ઘટના અંગે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજીને સમગ્ર માહિતી આપી હતી.

આ બાળકના માતા-પિતાને શોધવા ગાંધીનગર જિલ્લા પોલસીની 14 થી વધારે પોલીસ ટીમ કામે લાગી હતી. અલગ અલગ એંગલથી તપાસ કરવામાં આવી. સીસીટીવી તેમેજ ટેકનીકલ સહાય લેવામાં આવી. આ માસુમ બાળકના માતા-પિતાને શોધવા માટે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાનો આભાર માન્યો.

આ પણ  વાંચો: Gandhinagar : સ્મિત બાળકને ત્યજી દેવાનો મામલો, આરોપી સચિન દિક્ષીતને પોલીસે ઝડપી લીધો, વહેલી સવારે ગાંધીનગર લવાયો

આ પણ વાંચો : Jetpur APMCની ચૂંટણીમાં તમામ 16 બેઠકો બિનહરીફ, 40 વર્ષ બાદ પ્રથમ વખત જેતપુર યાર્ડ બિનહરીફ થયું

 

Published on: Oct 10, 2021 06:34 AM
g clip-path="url(#clip0_868_265)">