‘નાગરિકોએ જે વિશ્વાસ રાખ્યો છે એને જાળવી રાખવો જરૂરી’, ભાજપ મેયર સમિટમાં PM મોદીનું વર્ચ્યુઅલ સંબોધન

|

Sep 20, 2022 | 12:05 PM

સરદાર વલ્લભભાઈ પટેલના (Sardar vallabhbhai patel) નેતૃત્વને યાદ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'સરદાર વલ્લભભાઈ પટેલ એક સમયે અમદાવાદના મેયર રહ્યા હતા. તેમણે દશકો પહેલા જે મ્યુનિસિપાલિટીમાં કામ કર્યું તેને આજે પણ યાદ કરવામાં આવે છે.'

નાગરિકોએ જે વિશ્વાસ રાખ્યો છે એને જાળવી રાખવો જરૂરી, ભાજપ મેયર સમિટમાં PM મોદીનું વર્ચ્યુઅલ સંબોધન
Pm Modi virtually address to BJP mayor summit

Follow us on

Gandhinagar : બે દિવસીય ભાજપ શાસિત મેયર સમિટનો(Mayor summit)  ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના (JP Nadda) હસ્તે પ્રાંરભ થયો છે.આ કોન્ફરન્સમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત ભાજપના મેયર (BJP Mayor) અને ડે.મેયર  હાજર રહ્યા છે. સમિટના પ્રારંભ સાથે વડાપ્રધાન મોદીએ (PM Modi) વર્ચ્યુઅલી મેયરને માર્ગદર્શન પણ આપ્યુ. PM મોદીએ સંબોધનમાં  જણાવ્યુ કે, સામાન્ય નાગરિકોનો સંબધ સરકાર નામની વ્યવસ્થા સાથે થાય તો પહેલા પંચાયત અને નગર પંચાયતથી થાય છે. એટલે આ પ્રકારે વિચાર-વિમર્શ કરવાનું મહત્વ વધી જાય છે. શહેરના વિકાસને લઈ નાગરિકોએ જે વિશ્વાસ રાખ્યો છે એને જાળવી રાખવો જરૂરી છે.

આગામી 25 વર્ષનો રોડ-મેપ તૈયાર કરવામાં આવશે

વધુમા તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી સામાન્ય નાગરિકોને વિશ્વાસ રાખ્યો છે કે ભાજપના કાર્યકર્તાઓના હાથમાં જ્યારે સતા આવે છે,ત્યારે લોકોના જીવનામાં કઠણાઈઓ દુર થાય છે અને વિકાસ યોગ્ય આયોજનમાં થાય છે. તો આ વિશ્વાસને જાળવી રાખવા તેમણે મેયરને હાકલ કરી.સાથે સરદાર વલ્લભભાઈ પટેલના (Sardar vallabhbhai patel) નેતૃત્વને યાદ કરતા તેમણે કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલ એક સમયે અમદાવાદના મેયર (AHmedabad mayor) પદે રહ્યા હતા અને ત્યાંથી તેઓ નાયબ વડાપ્રધાન સુધી પહોંચ્યા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તેમણે દશકો પહેલા જે મ્યુનિસિપાલિટીમાં કામ કર્યું તેને આજે પણ યાદ કરવામાં આવે છે.આવનારી પેઢીમાં તમારી યોગ્ય છાપ બનાવવા તમારે એ દિશા કામ કરવુ જોઈએ.આ સાથે વડાપ્રધાને આગામી 25 વર્ષના રોડ-મેપ સાથે વિકાસ કરવાની દિશામાં મેયરને માર્ગદર્શન આપ્યુ હતુ.

Published On - 11:45 am, Tue, 20 September 22

Next Article