AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત વર્ષ 2047 સુધીમાં 40 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનશેઃ મુકેશ અંબાણી

દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ગાંધીનગરમાં પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીના 10મા કોન્વોકેશનમાં જણાવ્યું હતું કે  ભારતની અર્થવ્યવસ્થા 2047 સુધીમાં 13 ગણી વધીને $40,000 બિલિયન સુધી પહોંચી શકે છે. ભારત હાલમાં વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે

ભારત વર્ષ 2047 સુધીમાં 40 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનશેઃ મુકેશ અંબાણી
Mukesh Ambani
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2022 | 8:25 PM
Share

દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ગાંધીનગરમાં પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીના 10મા કોન્વોકેશનમાં જણાવ્યું હતું કે  ભારતની અર્થવ્યવસ્થા 2047 સુધીમાં 13 ગણી વધીને $40,000 બિલિયન સુધી પહોંચી શકે છે. ભારત હાલમાં વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને હાલમાં તે અમેરિકા, ચીન, જાપાન અને જર્મનીથી પાછળ છે. ભારતની અર્થવ્યવસ્થા અંગે અંબાણીનું અનુમાન એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી કરતા પણ મોટું છે. તેમણે ગયા અઠવાડિયે કહ્યું હતું કે ભારત 2050 સુધીમાં $30 ટ્રિલિયનનું અર્થતંત્ર બની જશે.

અંબાણીએ ગુજરાતના ગાંધીનગરમાં પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીના 10મા કોન્વોકેશનમાં જણાવ્યું હતું કે, “ભારત 2047 સુધીમાં $3 ટ્રિલિયનની અર્થવ્યવસ્થાથી વધીને $40 ટ્રિલિયનની અર્થવ્યવસ્થામાં બનશે.તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘અમૃત કાલ’ દરમિયાન દેશ આર્થિક વિકાસ અને તકોમાં અભૂતપૂર્વ પરિવર્તનનો સાક્ષી બનશે.

તેમણે વધુમાં જણાવ્યું કે “સ્વચ્છ ઉર્જા, બાયો-એનર્જી અને ડિજિટલ ક્રાંતિ જેવી ત્રણ મહત્વપૂર્ણ (ગેમ ચેન્જિંગ) ક્રાંતિ આવનારા દાયકાઓમાં ભારતના આર્થિક વિકાસ તરફ દોરી જશે સ્વચ્છ ઉર્જા અને બાયો-એનર્જી ક્રાંતિ ટકાઉ ઉર્જાનું ઉત્પાદન કરશે જ્યારે ડિજિટલ ક્રાંતિ આપણને ઊર્જાનો કાર્યક્ષમ ઉપયોગ કરવામાં સક્ષમ બનાવશે,

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અંબાણીએ જણાવ્યું હતું કે આ ત્રણેય ક્રાંતિ ભારત અને વિશ્વને પર્યાવરણીય સંકટથી બચાવવામાં મદદ કરશે. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને સફળતા માટે ત્રણ મંત્રો જેવા કે ‘થિંક બિગ, થિંક ગ્રીન અને થિંક ડિજિટલ’ પણ આપ્યા હતા. ઉદ્યોગ પતિ મુકેશ અંબાણી પંડિત દીનદયાલ યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગવર્નર્સના અધ્યક્ષ છે.

g clip-path="url(#clip0_868_265)">