કેન્દ્રીય પ્રધાન અમિત શાહે GCMMFના મિલ્ક પાઉડર, પોલિ ફિલ્મ પ્લાન્ટ્સ, નવા બટર ઉત્પાદન પ્લાન્ટ તથા અત્યાધુનિક વેરહાઉસિંગ સુવિધાનું ઉદઘાટન કર્યું

|

Nov 28, 2021 | 1:27 PM

કેન્દ્રીય મંત્રીએ અમૂલ બટરના એક નવા પ્લાન્ટનું ઉદઘાટન પણ કર્યું હતું, જે અમૂલફેડ ડેરીની માખણ ઉત્પાદન ક્ષમતાને દૈનિક 40 ટનથી ત્રણ ગણી વધારીને 120 ટન કરશે.

કેન્દ્રીય પ્રધાન  અમિત શાહે GCMMFના મિલ્ક પાઉડર, પોલિ ફિલ્મ પ્લાન્ટ્સ, નવા બટર ઉત્પાદન પ્લાન્ટ તથા અત્યાધુનિક વેરહાઉસિંગ સુવિધાનું ઉદઘાટન કર્યું
Inauguration of Mega 150 MTPD Milk Powder plant at Asia’s largest dairy by HM Amit Shah

Follow us on

GANDHINAGAR : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રવિવારે ગાંધીનગર ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક એન્ડ માર્કેટિંગ ફેડરેશન(GCMMF)ની મિલ્ક પાઉડરની નવી ફેક્ટરી, પોલિ ફિલ્મ ઉત્પાદન પ્લાન્ટ તથા અન્ય પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું હતું. ડેરી દ્વારા આ ચાર પ્રોજેક્ટ્સમાં રૂ. 415 કરોડનું રોકાણ કરાયું છે. આ નવી મિલ્ક પાઉડર ફેક્ટરી અમુલફેડ ડેરી ખાતે સ્થપાઈ છે, જે GCMMFનું એકમ છે અને તે એશિયાની સૌથી મોટી સંપૂર્ણ ઓટોમેટિક ડેરી છે, જેની મિલ્ક હેન્ડલિંગ ક્ષમતા દૈનિક 50 લાખ લિટરની છે. દૈનિક 150 ટનની ક્ષમતા ધરાવતો નવો અલ્ટ્રા-મોડર્ન મિલ્ક પાવડર પ્લાન્ટ સ્થાપિત કરી ડેરીની ક્ષમતા દૈનિક 35 લાખ લિટરથી વધારીને 50 લાખ લિટર કરવામાં આવી છે.

આ નવો પ્લાન્ટ રૂ. 257 કરોડ રૂપિયાના રોકાણથી બનાવવામાં આવ્યો છે, અને 24×7 કાર્યરત રહે તે રીતે તૈયાર કરાયો છે. બે વર્ષના વિક્રમી સમયમાં પૂર્ણ થયેલો આ પ્લાન્ટ અત્યંત ઊર્જા-કાર્યક્ષમ તકનીકોથી સજ્જ છે અને તેનું ઉત્સર્જન લગભગ શૂન્ય હશે. તે પાણીના પુનઃવપરાશ દ્વારા ભૂગર્ભ જળનો વપરાશ ઘટાડશે. આ પ્લાન્ટ વૈશ્વિક ખાદ્ય સુરક્ષા ધોરણોને પૂર્ણ કરે છે, અને સુરક્ષા પ્રણાલીઓના ઉચ્ચતમ સ્તરથી સુસજ્જ છે. આ પ્લાન્ટ નવીનતમ પેકિંગ લાઇનોથી સજ્જ છે અને જથ્થાબંધ પેકિંગ લાઇન્સનું સંપૂર્ણ ઓટોમેટિક સંચાલન કરશે.

કેન્દ્રીય મંત્રીએ અમૂલ બટરના એક નવા પ્લાન્ટનું ઉદઘાટન પણ કર્યું હતું, જે અમૂલફેડ ડેરીની માખણ ઉત્પાદન ક્ષમતાને દૈનિક 40 ટનથી ત્રણ ગણી વધારીને 120 ટન કરશે. આ પ્લાન્ટ રૂ. 85 કરોડના રોકાણ સાથે બનાવવામાં આવ્યો છે, અને તે ડેરીને, ખાસ કરીને જ્યારે વ્યસ્ત સીઝનમાં દૂધની ખરીદી વધારે હોય ત્યારે મિલ્ક ફેટના વધુ જથ્થાને અસરકારક રીતે નિયંત્રિત કરવાની ક્ષમતા પૂરી પાડે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

તેમણે આ પ્રસંગે અમૂલફેડ ડેરીમાં નવી રોબોટિક હાઇટેક વેરહાઉસિંગ સુવિધાનું ઉદઘાટન પણ કર્યું હતું. આ સુવિધા રૂ. 23 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે, જે ડેરીને વધુ આવરદા ધરાવતા 50 લાખ લિટર દૂધને કાર્ટુન પેકેજિંગમાં ઉચ્ચ ઘનતાવાળા સ્ટોરેજમાં સંગ્રહિત કરવા સક્ષમ બનાવે છે. ઓટોમેટિક વેરહાઉસિંગ સિસ્ટમ ઉત્પાદનને નુકસાન થવાની સંભાવનાઓ પણ ઘટાડે છે.

કેન્દ્રીય સહકાર મંત્રીએ ગાંધીનગરમાં અમૂલફેડ ડેરીના નવા પોલિ ફિલ્મ પેકેજિંગ પ્લાન્ટનું પણ ઉદઘાટન કર્યું હતું. આ વિસ્તરણને પગલે પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 20,000 ટનથી બમણી થઈ 40,000 મેટ્રિક ટન થઈ છે, જે તેને ભારતનો સૌથી મોટો પોલિ ફિલ્મ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવે છે. આ નવા વિસ્તરણ માટે રૂ.50 કરોડનું રોકાણ કરાયું છે.

આગામી સમયમાં રાજકોટ નજીક નવી ડેરી અમૂલફેડ ડેરી 2ના નિર્માણનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દૈનિક 20 લાખ લિટરની ક્ષમતા ધરાવતો આ પ્રસ્તાવિત પ્લાન્ટ સૌરાષ્ટ્રના દૂધ ઉત્પાદકો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. આ પ્રોજેક્ટ માટે જમીન ફાળવણી માટે ગુજરાત સરકાર સાથે વાતચીત શરૂ કરવામાં આવી છે.

અમૂલફેડ ડેરી દૂધની વિવિધ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે, જેમાં આઇસ્ક્રીમ, ફ્લેવર્ડ મિલ્ક, લસ્સી, છાશ, માખણ, બેબી ફૂડ, ડેરી વ્હાઇટનર, દૂધ, દહીં અને અન્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે. તે ગુજરાતમાં ડેરી સહકારી સંસ્થાઓ માટેના સર્વોચ્ચ રાજ્ય સ્તરીય માર્કેટિંગ ફેડરેશન GCMMFનો એક ભાગ છે, જે અમૂલ બ્રાન્ડ હેઠળ ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે.

GCMMF તેના 18 જિલ્લા સ્તરના સભ્ય યુનિયનો, 18,563 ગ્રામ સ્તરની ડેરી સહકારી મંડળીઓ અને 36 લાખ ખેડૂત સભ્યો સાથે મળીને ભારતમાં સૌથી મોટું ડેરી સહકારી નેટવર્ક છે. તે દેશનું સૌથી મોટું ખાદ્ય સંગઠન છે, જેનું ગ્રૂપ ટર્નઓવર 2020-21માં રૂ. 53,000 કરોડ હતું. GCMMF અને અમૂલ ગ્રુપનું લક્ષ્ય 2025 સુધીમાં રૂ. 1 લાખ કરોડ રૂપિયાના ટર્નઓવરને સ્પર્શવાનું છે.

અમૂલ જૂથ પાસે 87 ડેરી ઉત્પાદન પ્લાન્ટ છે, જેની કુલ દૂધ સંચાલન ક્ષમતા દરરોજ 39 મિલિયન લિટર છે. ગુજરાતમાં તેના વ્યાપક નેટવર્ક ઉપરાંત, આ જૂથ અન્ય 13 રાજ્યોમાંથી પણ દૂધ મેળવે છે. તેના કેટલાક સભ્ય યુનિયનોએ પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં ગ્રામ સ્તરની ડેરી કૂપરેજ સોસાયટીઓ પણ સ્થાપી છે.

આ પણ વાંચો : ખેડૂતો માટે સારા સમાચાર, ખાતરની અછત વચ્ચે ખાતર મંત્રાલયે 16 લાખ ટન યુરિયાની આયાતને મંજૂરી આપી, ખેડૂતોને મળશે રાહત

આ પણ વાંચો : Omicron : કોરોના વાયરસના નવા વેરિયન્ટથી હીરા ઉદ્યોગકારોમાં ચિંતા, જાણો શું અસર થશે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ પર

Next Article