ગુજરાતમાં કોરોનાના નવા 511 કેસ નોંધાયા, 426 દર્દી થયા સાજા

|

Jul 11, 2022 | 8:34 PM

11 જુલાઇના રોજ કોરોનાના (Corona) નવા 511 કેસ નોંધાયા છે. તો 426 દર્દીઓ સાજા થયા હતા. આજ સુધીમાં કુલ 12, 23, 270 લોકોએ કોરોનાને માત આપી છે અને રાજ્યમાં એક્ટિવ કેસ 4,214 નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાના નવા 511 કેસ નોંધાયા, 426 દર્દી થયા સાજા
In Gujarat, 511 new cases of corona were reported, 426 patients were cured

Follow us on

ગુજરાતમાં(Gujarat) કોરોનાના કેસમાં સતત નજીવો ઘટાડો નોંધાયો હતો. જેમાં 11 જુલાઇના રોજ કોરોનાના (Corona) નવા 511 કેસ નોંધાયા છે. તો 426 દર્દીઓ સાજા થયા હતા. આજ સુધીમાં કુલ 12, 23, 270 લોકોએ કોરોનાને માત આપી છે અને રાજ્યમાં એક્ટિવ કેસ 4, 214 નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 185 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 71, વડોદરામાં 40, મહેસાણામાં 31, ગાંધીનગરમાં 21, ભાવનગરમાં 19, કચ્છમાં 18, સુરત ગ્રામ્યમાં 16, રાજકોટમાં 13, મોરબીમાં 11, ગાંધીનગરમાં 9, રાજકોટ ગ્રામ્યમાં 9, અરવલ્લી અને નવસારીમાં 8-8 ભાવનગર ગ્રામ્યમાં 7,વલસાડમાં 6, અમદવાદ ગ્રામ્યમાં 5 , જામનગરમાં 5, વડોદરા ગ્રામ્યમાં 5 અમરેલીમાં 4 આણંદમાં 4, બનાસકાંઠામાં 4, પોરબંદરમાં 4, તાપીમાં 3, ભરૂચમાં 1 તથા ખેડા અને પાટણમાં 1-1, કેસ નોંધાયા હતા. તો સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં પણ 1-1 કેસ નોંધાયા હતા.  જ્યારે રાજયમાં કોરોના રિકવરી રેટ 98.78 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 426 દર્દીઓ સાજા થયા છે.

કેસ વધવાની સાથે રાજ્ય  સરકારની ચિંતામાં વધારો

કોરોનાના કેસ વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્રમણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ, ઓપીડી અને સારવારના સાધનો સહિત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ એક્ટિવ કરી દેવામાં આવી છે.

Next Article