ભાજપમાં વડીલો જ ગાડા વાળશે, જુના જોગીઓનો ઉકળાટ, ભાજપનું નૈતૃત્વ ખરેખર ‘સૌનો સાથ સૌનો વિકાસ’ પાર્ટીમાં કરી શકશે? ચૂંટણીના ધમધમાટ વચ્ચે ચર્ચાએ પકડ્યુ જોર

ચૂંટણીશ્ના(Election) ધમધમાટ સાથે બીજો પણ એક ગણગણાટ કેન્દ્રીય નૈતૃત્વ સુધી પહોચ્યો છે અને તે બીજા કોઈનો નહી પણ ભાજપ(BJP)નાજ એ વડીલો અને કાર્યકરોનો છે કે જેમના સહારે 2017ની વૈતરણી પાર કરવામાં આવી હતી.

ભાજપમાં વડીલો જ ગાડા વાળશે, જુના જોગીઓનો ઉકળાટ, ભાજપનું નૈતૃત્વ ખરેખર 'સૌનો સાથ સૌનો વિકાસ' પાર્ટીમાં કરી શકશે? ચૂંટણીના ધમધમાટ વચ્ચે ચર્ચાએ પકડ્યુ જોર
BJP National Organisation General Secretary BL Santosh
Kinjal Mishra

| Edited By: Pinak Shukla

Sep 21, 2022 | 3:19 PM

બીજા પક્ષો કરતા હંમેશા ટેકનોસેવી , ઝડપી રહેવું , પરિવર્તન લાવતા રહેવું, એક પગલુ દુશ્મન પાર્ટી કરતા આગળ ચાલવુ એ ભારતીય જનતા પાર્ટી (Bharatiya janta Party) માટે કોઈ પણ કહી શકે છે. આ એવા પાસા અને પરિબળો છે કે જેને તેના દુશ્મનો સ્વીકારે તો છે પણ કોપી નથી કરી શકતા. હા, ભાજપ બધુ કરે છે પણ છેલ્લા કેટલાક સમયથી જે તે નથી કરી રહ્યુ તો તે છે ‘આત્મમંથન’. કાર્યકરોના લોહી પરસેવા પર દેશ અને રાજ્યોમાં પરચમ લહેરાવનારા ભાજપ માટે એમ તો એવું કહેવાય છે કે જેના ખભા પર પગ મુકે છે તેને લાત ઓછી મારે છે. પણ રાજકારણ(politics) જેનું નામ, ગુજરાત ભાજપમાં (Gujarat BJP) એટલેજ ચૂંટણીના ધમધમાટ સાથે બીજો પણ એક ગણગણાટ કેન્દ્રીય નૈતૃત્વ સુધી પહોચ્યો છે અને તે બીજા કોઈનો નહી પણ ભાજપનાજ એ વડીલો અને કાર્યકરોનો છે કે જેમના સહારે 2017ની વૈતરણી પાર કરવામાં આવી હતી.

હવે વાત એમ છે કે વિજય રૂપાણી સહિતની આખેઆખી સરકારને રિપ્લેસ મારી દેવી અને તે પણ ચૂંટણીના વર્ષમાં અને સામે પક્ષેથી કોઈ પણ વાંધો વિરોધ નહી. ગમે તેટલા સિનિયર કે પક્ષના માર્ગદર્શક નેતા હતા તમામ ઘરભેગા થઈ ગયા હતા. હવે ત્યારબાદ પણ ગુજરાતમાં ઘણું બધુ થયુ અને થઈ ગયુ પણ સિનિયરોને ના યાદ કરાયા કે ન તો તેમની જરૂર બતાવવામાં આવી રહી છે. આટલું ઓછુ હોય તેમ હવા એ ચાલી કે જુના તમામને ટિકિટ મળવા સામે પ્રશ્નાર્થ છે અને નવામાથી પણ નક્કી નહી કે કોણ લડશે વિધાનસભા 2022? ચૂંટણીને હવે ગણતરીના દિવસો બચ્યા છે ત્યારે ભાજપના કેન્દ્ર સ્તરના નેતા અને અન્ય પદાધિકારીઓ ગુજરાતને ધમરોળી રહ્યા છે તેમના કાન સુધીઆ વાત પહોચી છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા બે દિવસથી ગુજરાતની મુલાકાતે છે સાથે જ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ પણ ગુજરાતની મુલાકાતે છે વિધાનસભા ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા સતત ગુજરાતનો પ્રવાસ વધારી દેવામાં આવ્યો છે સાથે જ પ્રદેશ ટીમ સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે.

જ્યાં એક તરફ ભાજપ દ્વારા ચૂંટણીમાં લડવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે તો બીજી તરફ ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા પણ પ્રદેશ હોદ્દેદારોને કેટલાક મહત્વપૂર્ણ સૂચનો કરાઈ રહ્યા છે સાથે જ કેટલીક જગ્યા પર ટકોર પણ કરવામાં આવી રહી છે. સૂત્રો ની માનીએ તો 2 દિવસીય બેઠક દરમ્યાન કેન્દ્રીય નેતૃત્વ દવારા ગુજરાત પ્રદેશ ની ટીમ ને કેટલાક સૂચન કરવામાં આવ્યા છે તો કેટલાક મુદ્દાઓ પર ટકોર પણ કરવામાં આવી છે.

ભાજપની માર્ગદર્શિકા શું કરવું અને શું ન કરવું

 1.  ચૂંટણી સમયે તમામ સમાજને સાથે રાખવા
 2. મોટા સમેલન સાથે નાના સમેલનો નુકકડ સભાઓ પણ કરવી
 3.  તમામ લોકો વચ્ચે લો પ્રોફાઈલ બનીને રહેવું
 4.  ચૂંટણીમાં રાષ્ટ્રીય નેતા કે પ્રદેશના નેતા કાર્યકર્તાની જેમ આવે અને એજ રીતે જાય
 5.  ડબલ એન્જીન સરકાર દવારા થયેલી કામગીરી અને ગુજરાતમાં 20 વર્ષમાં થયેલી મહત્વપૂર્ણ કામગીરી અંગે લોકો સાથે ચર્ચા કરવી
 6. ભાજપ સરકારની કામગીરીને ધ્યાન માં રાખી પ્રચારમાં પણ ફોક્સ વધારવું
 7.  તમામ મોરચા દ્વારા ચૂંટણીલક્ષી ક્યાં કાર્યક્રમો કરવામાં આવશે એની વિગતો એક સપ્તાહમાં આપવી
 8.  182 બેઠકોની કેટેગરી વાઇસ અભ્યાસ કરવો
 9.  સૌથી નબળી બેઠકો માટે અલગ રણનીતિ બનાવવી
 10.  ભાજપ તરફી બેઠકો પર પણ સતત પ્રવાસ કરાવવો
 11.  વિસ્તારકો તથા સંયોજકો દ્વારા વિધાનસભાનો રિપોર્ટ મેળવવો
 12.  વિધાનસભા બેઠક દીઠ વિપક્ષ કયા મજબૂત છે ક્યાં નબળું એ અંગે રિપોર્ટ તૈયાર કરવો
 13.  પેજ સમિતિના સભ્યોના ઘરે મુલાકાત લેવી અને વિસ્તારની સ્થિતિ જાણવી
 14. તમામ સમાજને સાથે રાખીને ચાલવુ

ઉલેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભા2022ની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. જ્યાં એક તરફ ચૂંટણી કમિશન દ્વારા વિધાનસભા ની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યાં બીજી તરફ વિવિધ રાજકીય પક્ષોએ પણ પોતાની રણનીતિ સાથે લોકોની વચ્ચે જવાનો શરૂ કરી દીધું છે.

ગુજરાતની ચૂંટણીમાં આ વખતે ત્રિપંખીયો જંગ સર્જાય એવું જોવા મળી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ ટાઉન ગણાતા ગુજરાતમાં ભાજપ ફરી એકવાર સત્તા મેળવવા માટે કમર કસે લીધી છે એ જ કારણ છે કે ભાજપના રાષ્ટ્રીય નેતાઓના સતત ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. જે દરમ્યાન કેન્દ્રીય નેતાઓ હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ સાથે અલગ અલગ બેઠક કરી હતી.

ભાજપના સિનિયર આગેવાનો સાથે પણ અલગ બેઠક કરી હતી. જેમાં કેટલાક મહત્વપૂર્ણ ફીડબેક મળ્યા હોવાનું સામે આવી રહ્યું છે. જેને લઈને આ વખતે ભાજપ રાષ્ટ્રિય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ તથા જે પી નડ્ડા એ કેટલીક ટકોર કરી હોવાની માનવામાં આવી રહ્યું છે. જો કે આ મામલે હજુ કોઈ ખુલીને બોલી રહ્યું નથી. પરંતુ એમ મનાય છે કે હાલમાં ધારાસભ્ય થઈને પણ સાઈડલાઈન પોસ્ટ ભોગવી રહેલા પક્ષના વડીલોને પણ સંકલનમાં લઈને જીતના પાયા મજબુત કરવામાં આવે. આ ટકોરથી હવે ખરેખર પક્ષમાં સળવળાટ થાય છે તો લાગે છે કે આગળ જઈને આ જ ‘ઘરડા પક્ષના ગાડા વાળશે’ તેમાં શંકા નથી

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati