વર્લ્ડ બેન્ક અને એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્કની ઈન્ટરનેશનલ ટીમ સાથે CM ભુપેન્દ્ર પટેલની મહત્વપૂર્ણ બેઠક

|

Nov 27, 2021 | 7:11 PM

Mission School of Excellence : આગામી 5 થી 6 વર્ષમાં આ મિશન સ્કુલ ઓફ એક્સલન્સ દ્વારા રાજ્યના એક કરોડ જેટલા વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે.

વર્લ્ડ બેન્ક અને એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્કની ઈન્ટરનેશનલ ટીમ સાથે CM ભુપેન્દ્ર પટેલની મહત્વપૂર્ણ બેઠક
Mission School of Excellence

Follow us on

GANDHINAGAR : ગુજરાત સરકારના શિક્ષણક્ષેત્રે અતિ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ (Mission School of Excellence)ના ક્ષેત્રે થયેલી કામગીરી અને પ્રગતિની સમીક્ષા તેમજ ગુજરાતના આ પ્રોજેક્ટ ને બેસ્ટ પ્રેક્ટિસિસ તરીકે દેશમાં અને વિશ્વમાં અન્ય સ્થાનોએ પ્રસ્તુત કરી શકાય તેના માર્ગદર્શન માટે રાજ્યની મુલાકાતે વર્લ્ડબેન્ક અને એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બેન્ક – AIIB ની આંતરરાષ્ટ્રીય ટીમ આવેલી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે આ ટીમના તજજ્ઞોએ ગાંધીનગરમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યમંત્રી કિર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં બેઠક યોજી હતી.

સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સ્પર્ધાત્મક અને માળખાકીય રીતે શ્રેષ્ઠ બનાવવા તેમ જ બાળકો માટે સ્માર્ટ ક્લાસ રુમ, સ્ટેમ લેબ જેવી અદ્યતન ભૌતિક સુવિધા આપવા આ મિશન સ્કુલ ઓફ એક્સેલન્સ હાથ ધરવામાં આવેલું છે.
આ પ્રોજેક્ટ અન્વયે આગામી પાંચ વર્ષમાં શાળા શિક્ષણ ક્ષેત્રે રુ. 10,000 કરોડ ખર્ચ કરવામાં આવશે
વર્લ્ડ બેંક દ્વારા 500 મિલિયન ડોલરના ફંડીગને મંજૂરી આપવામાં આવી છે અને સમગ્ર પ્રોજેક્ટને ઈફેક્ટીવ જાહેર કરાયો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એટલું જ નહીં, વર્લ્ડ બેન્ક વધારાના 250 મિલિયન ડોલર માટે કાર્યવાહી કરી રહ્યું છે આમ વર્લ્ડ બેંકના 750 મિલિયન ડોલર આ પ્રોજેક્ટમાં મળશે.એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક – AIIB સાથે 250 મિલિયન ડોલર ફંડિંગ મેળવવાની પ્રક્રિયા અંતિમ ચરણમાં છે.સમગ્રતયા કુલ 1 બિલિયન ડોલરનું ફંડિંગ મેળવવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં કોઈ રાજ્યમાં સોશિયલ સેક્ટર માટેનો અત્યાર સુધીમાં વર્લ્ડ બેન્ક સહાયિત આ મોટોમાં મોટો પ્રોજેક્ટ છે.

AIIB વિશ્વમાં પ્રથમવાર શિક્ષણક્ષેત્રનો પ્રોજેક્ટ એક માત્ર ગુજરાત સાથે કરી રહી છે.મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવાની પ્રતિબદ્ધતામાં આ મિશન સ્કુલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ બળ પુરુ પાડશે તેમ જણાવ્યું હતું. તેમણે આ પ્રોજેક્ટમાં સહાય માટે વર્લ્ડ બેન્ક અને AIIBનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

વર્લ્ડ બેન્કના કન્ટ્રી ડાયરેક્ટર જુનેદ કમાલે મુખ્યપ્રધાનને જણાવ્યું હતું કે, તેઓ ગુજરાતની શિક્ષણ પદ્ધતિ અને રાજ્ય દ્વારા લેવામાં આવી રહેલા શૈક્ષણિક સુધારણાના પગલાઓ તથા ખાસ કરીને કોવીડ દરમિયાન થયેલી કામગીરીથી ખૂબ પ્રભાવિત થયા છે.

ગુજરાતના આ મોડેલને સ્ટડી કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રદર્શિત કરશે. આગામી સમયમાં વર્લ્ડ બેંક વિશ્વ કક્ષાની એક કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે. ત્યારે આ કોન્ફરન્સના વિશ્વભરમાથી આવનાર પ્રતિનિધિઓને તેઓ ગુજરાતની મુલાકાતે લાવશે. વર્લ્ડ બેંક માટે ગુજરાત ખૂબ મહત્વનું પાર્ટનર છે. અને આ પાર્ટનરશીપ વધુ ને વધુ આગળ વધારવાની ઈચ્છા તેમણે વ્યક્ત કરી હતી.

AIIBના ડાયરેક્ટર જનરલ કીમ હુનએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા વિશ્વમાં સર્વપ્રથમ વખત શિક્ષણક્ષેત્રે ફન્ડિંગ આપવામાં આવી રહ્યું છે. અને આ ફંડ ગુજરાતની શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિઓ અને ક્ષમતા જોઈને આપવામાં આવી રહ્યુ છે. આગામી 5 થી 6 વર્ષમાં આ મિશન સ્કુલ ઓફ એક્સલન્સ દ્વારા એક કરોડ જેટલા વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે.
ગુજરાતમાં આના પરિણામે પ્રાથમિક શિક્ષણનો પાયો મજબૂત બનશે.

મિશન સ્કૂલ ઓફ એક્સલન્સએ રાષ્ટ્રીય કક્ષાએ આ પ્રકારનો મોટા પાયે શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે હાથ ધરવામાં આવેલ દેશનો સર્વ પ્રથમ પ્રોજેક્ટ છે તે સમગ્ર દેશ માટે દિશાસૂચક સાબિત થશે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત આગામી બે તબક્કામાં આગામી 1500 દિવસમાં 15,000 મોટી પ્રાથમિક શાળાઓ અને 5,000 માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક મળીને કુલ 20,000 શાળાઓને સર્વાંગી રીતે અપગ્રેડ કરવામાં આવનાર છે. આ 20,000 એટલે કે આશરે 50 ટકા શાળાઓમાં હાલ 40 લાખ વિદ્યાર્થીઓ એટલે કે કુલ બાળકો પૈકી 80 ટકા વિદ્યાર્થીઓ ભણે છે. અને તે વદીને આવતા પાંચ વર્ષમાં 45 લાખ (90ટકા) સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચો : મુકેશ અંબાણીએ જામનગર ઓફીસ માટે મહાકાય વૃક્ષો મંગાવ્યા, વિડીયોમાં જુઓ કેવા દેખાય છે આ વૃક્ષો

આ પણ વાંચો : AHMEDABAD : લગ્ન પ્રસંગે થતી ચોરી અટકાવવા અમદાવાદ પોલીસે એડવાન્સમાં ઘડ્યો એક્શન પ્લાન

Next Article