Flag Code: રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવું અનિવાર્ય, જાણો ફ્લેગ કોડ ઑફ ઈન્ડિયા 2002ની મુખ્ય વિશેષતાઓ

દરેક નાગરિક પોતાના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે તે માટે કેન્દ્ર સરકારે રાષ્ટ્રધ્વજ સન્માન સાથે ફરકાવાના નિયમોમાં સુધારો કર્યો છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો (flag code with india) ‘ફ્લેગ કોડ ઑફ ઈન્ડિયા,2002ની કેટલીક મુખ્ય વિશેષતાઓ રજૂ કરવામાં આવી છે.

Flag Code: રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવું અનિવાર્ય, જાણો ફ્લેગ કોડ ઑફ ઈન્ડિયા 2002ની મુખ્ય વિશેષતાઓ
Important features of the Flag Code of India, 2002 are to maintain respect for the national flag
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Aug 11, 2022 | 7:33 PM

સમગ્ર દેશ આઝાદીના અમૃત મહોત્સવની (Azadi ka Amrit Mahotsav) ઉજવણી કરી રહ્યો છે. આ ઉજવણીમાં દેશની જાહેર તથા ખાનગી સંસ્થાઓ અને સામાજિક સંગઠનો સહિત તમામ નાગરિકો ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત ગૌરવભેર રાષ્ટ્રધ્વજ (National flag) ફરકાવી રહ્યા છે. દરેક નાગરિક પોતાના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે તે માટે કેન્દ્ર સરકારે રાષ્ટ્રધ્વજ સન્માન સાથે ફરકાવાના નિયમોમાં સુધારો કર્યો છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો (flag code with india) ‘ફ્લેગ કોડ ઑફ ઈન્ડિયા,2002ની કેટલીક મુખ્ય વિશેષતાઓ રજૂ કરવામાં આવી છે.

ભારતીય રાષ્ટ્રધ્વજ ભારતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. રાષ્ટ્રધ્વજ આપણા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે સાર્વત્રિક સ્નેહ, આદર અને વફાદારી છે. તે ભારતના લોકોની ભાવનાઓ અને માનસમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવો/ઉપયોગ/પ્રદર્શન વગેરે ‘પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971’ અને ‘ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા,2002’ અધિનિયમ દ્વારા સંચાલિત થાય છે. ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002ની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ નાગરિકોની માહિતી માટે આ પ્રમાણે છે.

‘ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા,2002’ અધિનિયમ અંતર્ગત ધ્યાનમાં રાખવાની બાબતો

  1. ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002માં 30મી ડિસેમ્બર, 2021ના આદેશ દ્વારા સુધારો કરવામાં આવ્યો હતો. જેના અનુસાર પોલિએસ્ટર અથવા મશીનથી બનેલા રાષ્ટ્રધ્વજને મંજૂરી આપવામાં આવી હતી. હવે, હાથથી બનાવેલા, હાથથી વણાયેલા કે મશીનથી બનાવેલા અથવા કપાસ/પોલિએસ્ટર/ઊન/સિલ્ક ખાદીના કપડાનો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે.
  2. સાર્વજનિક, ખાનગી સંસ્થા અથવા શૈક્ષણિક સંસ્થાનો સભ્ય રાષ્ટ્રધ્વજની ગરિમા અને સન્માનને અનુરૂપ તમામ દિવસો અને પ્રસંગોએ ઔપચારિક અથવા અન્યથા રાષ્ટ્રધ્વજ ફરકાવી/પ્રદર્શિત કરી શકે છે.
  3. ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
    શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
    IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
    ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
    IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
    IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
  4. ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002માં 19મી જુલાઈ, 2022ના આદેશ દ્વારા સુધારો કરવામાં આવ્યો હતો અને ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયાના ભાગ-IIના ફકરા 2.2 ની કલમ(xi) ને નીચેની કલમ દ્વારા બદલવામાં આવી હતી:(xi) જ્યાં ધ્વજ ખુલ્લામાં પ્રદર્શિત થાય છે અથવા જાહેર સભ્ય (નાગરિક)ના ઘરે પ્રદર્શિત થાય છે, તેને દિવસે અને રાત્રે ફરકાવવી શકાશે.રાષ્ટ્રીય ધ્વજ લંબચોરસ આકારનો હોવો જોઈએ. ધ્વજ કોઈપણ કદનો હોઈ શકે છે પરંતુ ધ્વજની લંબાઈ અને ઊંચાઈ(પહોળાઈ)નો ગુણોત્તર 3:2 હોવો જોઈએ.
  5. જ્યારે પણ રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરવામાં આવે છે, ત્યારે તે સન્માનના સ્થાન પર અને સ્પષ્ટ રીતે ફરકાવવો જોઈએ.
  6. ક્ષતિગ્રસ્ત અથવા વિખરાયેલા ધ્વજને પ્રદર્શિત કરવામાં આવશે નહીં.
  7. ધ્વજ એક જ માસ્ટહેડ પરથી અન્ય કોઈ ધ્વજ અથવા ધજાઓ સાથે ફરકાવવો જોઈએ નહીં.
  8. ફ્લેગ કોડના ભાગ-IIIના સેક્શન IXમાં ઉલ્લેખિત મહાનુભાવો જેવા કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ વગેરે સિવાય કોઈએ પણ વાહન પર ધ્વજ લહેરાવવો જોઈએ નહીં.
  9. અન્ય કોઈ ધ્વજ અથવા ધ્વજનું કાપડ રાષ્ટ્રધ્વજ કરતાં ઊંચાઈએ અથવા બાજુમાં મૂકવું જોઈએ નહીં.
  10. વધુ વિગતો, ‘રાષ્ટ્રીય સન્માનનું અપમાન નિવારણ અધિનિયમ, 1971’ અને ‘ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002’ હેઠળ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની વેબસાઈટ www.mha.gov.in પર ઉપલબ્ધ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">