Gujarati Video: કોંગ્રેસના વિરોધ વચ્ચે વિધાનસભામાં પાસ થયુ APMC સુધારા વિધેયક, કરાયા આ મહત્વના સુધારા
Gandhinagar: ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોના વિરોધ વચ્ચે APMC સુધારા વિધેયક પાસ થયુ છે. જેમા ખેત ઉત્પાદન અને ખરીદ વેચાણ અધિનિયમ 1963માં મહત્વના સુધારા કરાયા છે. સુધારા મુજબ હવેથી ગુજરાતની કોઈપણ APMCનો વેપારી દેશ કે રાજ્યની કોઈપણ APMCમાં ખરીદ વેચાણ કરી શકશે. જેના પર કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પ્રહાર કર્યો કે ભાજપના શાસનમાં સહકારી સંસ્થાઓમાં પણ મેન્ડેટ પ્રથા ઘુસાડવામાં આવી છે.
Gandhinagar: ગુજરાત વિધાનસભા ગૃહમાં APMC સુધારા વિધેયક પસાર થયું. ગુજરાત ખેત-ઉત્પન્ન અને ખરીદી-વેચાણ અધિનિયમ-1963માં મહત્વના સુધારા કરાયા છે. હવેથી ગુજરાતના કોઈપણ APMCના વેપારી દેશના અન્ય રાજ્યના APMCમાં ખરીદ-વેચાણ કરી શકશે. હવેથી APMC ની ચૂંટણીમાં એક વ્યક્તિ એક જ મત આપી શકશે. ખાનગી APMCના માલિક કે નિયામક મંડળના સભ્ય ચૂંટણી નહીં લડી શકે.
કોણ લડી શકશે APMC ની ચૂંટણી?
- ચૂંટણીના વર્ષથી અગાઉના ત્રણ વર્ષ સુધી સળંગ લાયસન્સ હશે તે વેપારી જ લડી શકશે
- ચૂંટણીના વર્ષથી અગાઉના ત્રણ વર્ષ લાયસન્સના આધારે વેપાર કર્યો હશે તે જ વેપારી લડી શકશે
- ચૂંટણીના વર્ષથી છેલ્લા ત્રણ વર્ષ રૂપિયા 50 હજારની સેશ ફી ભરી હશે તે જ લડી શકશે
- જે કમિશન એજન્ટે ચૂંટણીના આગાઉના ત્રણ વર્ષ રૂપિયા 50 હજારની સેશ ફી ભરી હશે તે જ લડી શકશે
- સહકારી ખરીદ વેચાણ મંડળીઓ કે જેમણે ઓડિટમાં ક, ખ અથવા ગ ઓડિટ વર્ગ મેળવ્યો હોય
- એવી મંડળીઓ કે જેણે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછો રૂપિયા 50 લાખનો વેપાર કર્યો હોય
APMCની ચૂંટણી કોણ નહીં લડી શકે?
- ખાનગી APMC ના માલિક ચૂંટણી નહીં લડી શકે
- ખાનગી APMC ના નિયામક મંડળના સભ્યો નહીં લડી શકે
- ખાનગી APMC ની સમિતિના સભ્યો નહીં લડી શકે
- ખાનગી APMC ના માલિક, નિયામક મંડળના સભ્યો અને સમિતિના સભ્યોના પરિવારજનો નહીં લડી શકે
AMPC એક્ટમાં સુધારા વિધેયક પર કોંગ્રેસના અર્જુન મોઢવાડીયાના પ્રહાર
કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પટલ પર લવાયેલા APMC સુધારા વિધેયકનો ભારે વિરોધ નોંધાવ્યો. અર્જુન મોઢવાડિયાએ પ્રહાર કર્યો કે ભાજપના શાસનમાં સહકારની ભાવનામાં પરાણ મેન્ડેટ પ્રથા ઘુસાડવામાં આવી. સરકાર પર ચાબખા મારતા તેમણે સવાલ કર્યા કે અમદાવાદની APMCને શા માટે મારી નખાઈ, એટલુ જ સારુ શાસન હતુ તો બાબુ જમનાદાસને કેમ દૂર કર્યા. આ સાથે મોઢવાડિયાએ અમદાવાદ APMCની ચૂંટણી કરાવવાની માગ કરતા કહ્યુ ભલે ખાનગી માર્કેટ ઉભા થાય અમદાવાદ માર્કેટ યાર્ડની ચૂંટણી કરાવો. આ તકે મોઢવાડિયાએ બાબુ જમનાદાસ પટેલે APMC સુધારા બિલનું સમર્થન કરતા કટાક્ષ કર્યો કે બાબુ જમનાદાસ પટેલ અને એમના પરિવારજનો પ્રાઈવેટ APMC માં સભ્યો છે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો