ગુજરાતમાં એવીએશન ટર્બાઇન ફ્યુઅલના વેટના દરમાં 20 ટકાનો ઘટાડો કરાયો

|

Jan 04, 2022 | 11:36 PM

ગુજરાતના મુખ્યમંત્રી એ ગત 13મી ડિસેમ્બરે ATF ના દરોમાં પાંચ ટકાનો ઘટાડો કર્યો હતો.હવે આ વધુ 20 ટકા ઘટાડાને પરિણામે ATF પર રાજ્યમાં 5 ટકા નો મૂલ્ય વર્ધિત દર રહેશે

ગુજરાતમાં એવીએશન ટર્બાઇન ફ્યુઅલના વેટના દરમાં 20 ટકાનો ઘટાડો કરાયો
Gujarat Cm Bhupendra Patel (File Image)

Follow us on

ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupedra Patel) વાહતુક હવાઈ સેવાઓમાં વપરાતા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)પરના મૂલ્ય વર્ધિત વેરાના(VAT )દરમાં 20 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે આ ઘટાડો આજે મધ્યરાત્રીથી અમલમાં આવશે.મુખ્યમંત્રીના આ પ્રજાલક્ષી નિર્ણયને કારણે રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી એ ગત 13મી ડિસેમ્બરે ATF ના દરોમાં પાંચ ટકાનો ઘટાડો કર્યો હતો.હવે આ વધુ 20 ટકા ઘટાડાને પરિણામે ATF પર રાજ્યમાં 5 ટકા નો મૂલ્ય વર્ધિત દર રહેશે

ઉલ્લેખનીય છે કે , 01 જાન્યુઆરીથી ગુજરાતના(Gujarat) નાગરિકોને ઉડ્ડયનની સેવાઓ (Air Service) સત્વરે પુરી પાડવા રાજ્ય સરકારે સુરતમાં(Surat) વેન્ચુરા એરકનેક્ટ (Ventura Air Connect) દ્વારા સુરતથી આંતરરાજ્ય હવાઈ સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ વેન્ચુરા સેવાનું ઉદઘાટન સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષ અને રાજયના ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ વેન્ચુરા દ્વારા વિમાન ૯ પેસેન્જર અને ૨ પાઈલોટ સાથે ઉડાન ભરશે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર ૩૦ મિનિટનો સમય જ્યારે સુરતથી અમરેલી ૪૫ મિનિટમાં સુરતથી અમદાવાદ ૬૦ મિનિટમાં અને સુરતથી રાજકોટ ૬૦ મિનિટમાં સફર પૂર્ણ થશે જેમાં સમય નો પણ બચાવ થશે.સુરતમાં લોકો સાથોસાથ ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થશે.

આ એરલાઈન્સનો તમામ વર્ગના લોકો લાભ લઈ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેકટર માટે એકસમાન રૂ. 1999  ટિકિટ દર રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ કોરોનાની ઝપેટમાં, હોમ આઇસોલેટ થયા

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ સીએમને અલગ અલગ મુદ્દે કરી રજૂઆત

Published On - 10:27 pm, Tue, 4 January 22

Next Article