ગુજરાતમાં 2 વર્ષમાં મેડિકલ કોલેજોની સ્નાતક-અનુસ્નાતકની બેઠકોમાં વધારો, 3 વર્ષમાં વધુ 72200 બેઠક ઉપલબ્ધ બનશે

|

Feb 29, 2024 | 12:02 PM

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે,ડૉક્ટર બનવાનુ સ્વપ્ન સેવતા રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓના સ્વપ્નને પાંખ આપવાનું ભગીરથ કાર્ય રાજ્ય સરકારે કર્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ કાર્યરત કરવાના સંકલ્પને સિદ્ધ કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે કામગીરી હાથ ધરી છે.

ગુજરાતમાં 2 વર્ષમાં મેડિકલ કોલેજોની સ્નાતક-અનુસ્નાતકની બેઠકોમાં વધારો, 3 વર્ષમાં વધુ 72200 બેઠક ઉપલબ્ધ બનશે

Follow us on

વિધાનસભા સત્રનો આજે અંતિમ દિવસે છે, ત્યારે સત્ર દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે,ડૉક્ટર બનવાનુ સ્વપ્ન સેવતા રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓના સ્વપ્નને પાંખ આપવાનું ભગીરથ કાર્ય રાજ્ય સરકારે કર્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ કાર્યરત કરવાના સંકલ્પને સિદ્ધ કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે કામગીરી હાથ ધરી છે.

ઋષિકેશ પટેલે જણાવ્યુ કે હાલ રાજ્યમાં 6 સરકારી કૉલેજ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત 13 GMERS કૉલેજ સહિત 40 મેડિકલ કૉલેજ ઉપલબ્ધ છે.રાજ્યના બાકી રહી જતા જિલ્લાઓમાં પણ મેડિકલ કૉલેજ કાર્યરત કરાવવા સરકારે યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. રાજ્યમાં હાલ 40 મેડિકલ કૉલેજ અંતર્ગત U.G.(સ્નાતક) ની 7050 અને P.G.(અનુસ્નાતક)ની 2761 બેઠક ઉપલબ્ધ છે.

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં મેડિકલ બેઠકોમા થયેલ વધારાની વિગતો જોઇએ તો સ્નાતકની 1350 અને અનુસ્નાતકની 531 બેઠકો વધી છે. વર્ષ 2027 સુધીમાં U.G.(સ્નાતક) ની 8500 અને P.G.(અનુસ્નાતક)ની અંદાજિત 3700 બેઠક મળી કુલ 72200થી વધુ બેઠક ઉપલબ્ધ કરાવવા સરકારે આયોજન હાથ ધર્યું છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, GMERS કૉલેજમાં અભ્યાસ કરતા અંદાજિત 2400 વિદ્યાર્થીઓ પૈકી 1743 એટલે કે 72% વિદ્યાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ફી માં રાહત આપવામાં આવે છે. છેલ્લા 2 દાયકામાં મેડિકલ કૉલેજ અને બેઠકોમાં થયેલ વધારાની સ્થિતિ જોઇએ, તો વર્ષ 2001માં 10 મેડિકલ કૉલેજની સામે વર્ષ-2024માં 40 કૉલેજ (400%), 1275 સ્નાતક બેઠકની સામે 7050(553%) અને 830 અનુસ્નાતક બેઠકની સામે 2947(335%)(186-DNBની બેઠકો)નો વધારો થયો છે.

એન્જીનિયરીંગ કોલેજોમાં ખાલી જગ્યા મુદ્દે આપી જાણકારી

વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા સરકારી ઇજનેરી કોલેજો અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વિવિધ સ્થળો ખાતે 16 સરકારી ઇજનેરી કોલેજો કાર્યરત છે.રાજ્યની 16 સરકારી ઇજનેરી કોલેજમાં પ્રાધ્યાપકો સહિત 1700થી વધુ જગ્યાઓ ભરાયેલી છે.બાકીની જગ્યાઓ સત્વરે ભરવાનું આયોજન છે.

તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ માટે રાજ્યની સરકારી ઇજનેરી કોલેજોમાં પ્રાધ્યાપકોની વર્ગ-1માં 218, વર્ગ-2માં 1274, વર્ગ-3માં 175 અને વર્ગ-4માં 59 જગ્યાઓ ભરવામાં આવેલી છે. જ્યારે બાકીની ખાલી જગ્યાઓ પણ સત્વરે ભરવાનું આયોજન છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article