ફરી એકવાર તલાટીઓએ સરકાર સામે બાંયો ચઢાવી, પડતર માગને લઇ આજથી હડતાળ પર

|

Aug 02, 2022 | 11:18 AM

ડિઝાસ્ટર મેનેજમેન્ટ (Disaster Management) સિવાય તમામ કામગીરીનો બહિષ્કાર કરી રોષ વ્યક્ત કરશે.એટલું જ નહીં પંચાયતને તાળાબંધી કરી DDOને ચાવી સોંપશે.

ફરી એકવાર તલાટીઓએ સરકાર સામે બાંયો ચઢાવી, પડતર માગને લઇ આજથી હડતાળ પર
Talati strike

Follow us on

પોતાની વિવિધ પડતર માગોને લઇ ફરી એકવાર તલાટીઓએ (Talati) રાજ્ય સરકાર (gujaratસામે બાંયો ચઢાવી છે.આજથી રાજ્યમાં 8 હજાર 500 તલાટીઓ અચોક્કસ મુદતની હડતાળ (Strike) પર ઉતરશે.તમામ પંચાયતને (Gram Panchayat)  તાળાબંધી કરી તલાટીઓ પોતાનો વિરોધ વ્યક્ત કરશે.ડિઝાસ્ટર મેનેજમેન્ટ (Disaster Management) સિવાય તમામ કામગીરીનો બહિષ્કાર કરી રોષ વ્યક્ત કરશે.એટલું જ નહીં પંચાયતને તાળાબંધી કરી DDOને ચાવી સોંપશે.તલાટીની હડતાળને પગલે ગ્રામ પંચાયતોની કામગીરી ખોરવાશે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

તલાટી મહામંડળનું સરકારને અલ્ટિમેટમ

બીજી તરફ સમાધાન કરવા રાજ્ય સરકાર તલાટી મહામંડળને તેડું મોકલા માટે તૈયારી કરી રહી છે.જ્યાં સુધી પોતાની માંગ સ્વીકારમાં નહીં આવે ત્યાં સુધી તલાટીઓએ હડતાળ ચાલું રાખવાની ચીમકી ઉચ્ચારી છે.તલાટીઓને આક્ષેપ છે કે નવ મહિના પહેલા સરકાર તમામ પ્રશ્નો ઉકેલાની ખાતરી આપી હતી.પરંતુ સરકારે હજી સુધી કોઇ માંગ સ્વીકારી નથી.એટલું જ નહીં 14 જુલાઇએ તલાટી મહામંડળે પત્ર લખી અલ્ટિમેટમ આપ્યું હતું કે જો પંદર દિવસમાં પ્રશ્ન નહીં ઉકેલાય તો અચોક્કસ મુદતની હડતાળ પાડવામાં આવશે.

Next Article