ગુજરાત પોલીસ ગ્રેડ પે મુદ્દાના ઉકેલ માટે બુધવારે સમિતિની પ્રથમ બેઠક મળશે

|

Nov 03, 2021 | 4:53 PM

ગાંધીનગર એસપી કચેરી ખાતે ગ્રેડ પે મામલે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરકાર દ્વારા રચાયેલી કમિટી પોલીસ કર્મચારીઓના પ્રશ્ન સાંભળશે.

ગુજરાતમાં(Gujarat)પોલીસ ગ્રેડ પે(Police Grade Pay)મુદ્દેના સમાધાન માટે રચાયેલી પાંચ સભ્યોની સમિતિની(Committee)આજે પ્રથમ બેઠક યોજાશે. જેમાં ગાંધીનગર એસપી કચેરી ખાતે ગ્રેડ પે મામલે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરકાર દ્વારા રચાયેલી કમિટી પોલીસ કર્મચારીઓના પ્રશ્ન સાંભળશે.

જેમાં ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાના પોલીસ કર્મીઓ પોતાના પ્રશ્નોની રજૂઆત કરશે. આ સમિતિમાં સરકારે આઈજીપી વહિવટ બ્રિજેશ કુમાર ઝાને અધ્યક્ષ બનાવ્યા છે.

આ સાથે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ સૂચના આપી હતી કે કોઇપણ પોલીસ કર્મચારીઓ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે આંદોલન કરશે તો કાર્યવાહી કરવામાં આવશે. ડીજીપીની સૂચના છતાં સોશિયલ મીડિયા પર આંદોલન ચાલુ છે.જેને લઈ કાર્યવાહી પણ કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ 571 પોલીસ કર્મચારીઓ પર કાર્યવાહી થઇ છે. જ્યારે આ સંદર્ભે થયેલી ફરિયાદોની સંખ્યા 19 પર પહોંચી છે.

નોંધનીય છેકે છેલ્લા કેટલાક દિવસો ગ્રેડ પેને લઇને પોલીસ કર્મીઓમાં માંગણી ઉઠી રહી છે. ત્યારે આજે મળનાર બેઠકમાં આ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાવાની સંભાવનાઓ દેખાઇ રહી છે. ત્યારે આ બેઠકમાં શું નિર્ણય લેવાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ  પણ વાંચો : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવું આકર્ષણ ઉમેરાયું, કેવડિયા સ્ટેશન પર ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસનો અનુભવ કરી શકાશે

આ પણ  વાંચો :  કેન્દ્રીય ગૃહમંત્રી પોતાના પરિવાર સાથે દિવાળી મનાવશે, મોડી સાંજે અમદાવાદ આવશે

Published On - 4:44 pm, Wed, 3 November 21

Next Video