AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રીય ગૃહમંત્રી પોતાના પરિવાર સાથે દિવાળી મનાવશે, મોડી સાંજે અમદાવાદ આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી પોતાના પરિવાર સાથે દિવાળી મનાવશે, મોડી સાંજે અમદાવાદ આવશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 3:52 PM
Share

ઉલ્લેખનીય છે કે, આ પહેલા નવરાત્રીના બીજા નોરતે ગૃહપ્રધાન અને સહકાર પ્રધાન અમિત શાહે નવરાત્રીની આરતીમાં ભાગ લીધો હતો. માણસામાં અમિત શાહે કુળદેવી બહુચર માતાજીના દર્શન કર્યા હતા અને આરતી ઉતારી હતી.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દિવાળી પોતાના પરિવાર સાથે અમદાવાદમાં ઉજવશે. આજે મોડી સાંજે તેઓ અમદાવાદ આવશે. ત્રણ દિવસ પોતાના પરિવાર સાથે દિવાળી બેસતું વર્ષ અને ભાઈબીજની ઉજવણી કરશે. નવા વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજકીય આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી શકે છે. નોંધનીય છેકે છેલ્લા કેટલાક સમયથી અમિત શાહ માદરે વતન આવી રહ્યાં છે. અને, રાજકીય સફરની સાથે-સાથે પોતાના પરિવારને સમય પણ આપી રહ્યાં છે.

નવરાત્રીમાં અમિત શાહે પોતાના પરિવાર સાથે કુળદેવીના દર્શન કર્યા હતા

ઉલ્લેખનીય છે કે, આ પહેલા નવરાત્રીના બીજા નોરતે ગૃહપ્રધાન અને સહકાર પ્રધાન અમિત શાહે નવરાત્રીની આરતીમાં ભાગ લીધો હતો. માણસામાં અમિત શાહે કુળદેવી બહુચર માતાજીના દર્શન કર્યા હતા અને આરતી ઉતારી હતી. અમિત શાહ દર વર્ષે નવરાત્રીના બીજા નોરતે અચૂકથી તેમના વતનમાં ઉજવાતા નવરાત્રીના ઉત્સવમાં ભાગ લે છે અને માતાજીની આરતી ઉતારે છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) નવરાત્રીના બીજા દિવસે ગુજરાતની મુલાકાત લીધી હતી. હવે 19 અને 20 ઑક્ટોબરે ફરી એકવાર ગુજરાતની મુલાકાત આવ્યા હતા. તેમણે  20 ઓક્ટોબરે પુરા પરિવાર સાથે પૂજામાં ભાગ લીધો હતો. જેમાં અમિત શાહે 12.39 ના મુહૂર્તમાં  પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધો હતો.

 

આ પણ વાંચો : ‘ગોસાવીએ પ્રભાકરનો નંબર સમીર વાનખેડેના નામથી સેવ કર્યો હતો’, આર્યન ડ્રગ્સ કેસમાં સેમ ડિસૂઝાનો ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચો : આ ફટાકડાં ખાઇ પણ શકાય છે !!! જુઓ જામનગરમાં તૈયાર થયા આ ફટાકડાં

g clip-path="url(#clip0_868_265)">