Breaking News : ભાજપનો ગઢ અકબંધ… ગુજરાતે ભાજપની વિકાસની રાજનીતિ પર ભરોસો રાખી ખૂબ મોટી જીત અપાવી, કમલમથી CM ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવી પોતાનો ગઢ જાળવી રાખ્યો છે. 15 મહાનગરપાલિકાઓમાં ક્લીન સ્વીપ સાથે જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પણ ભાજપનો દબદબો રહ્યો.

Breaking News : ભાજપનો ગઢ અકબંધ... ગુજરાતે ભાજપની વિકાસની રાજનીતિ પર ભરોસો રાખી ખૂબ મોટી જીત અપાવી, કમલમથી CM ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન
| Edited By: | Updated on: Apr 28, 2026 | 5:55 PM

ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવી પોતાનો રાજકીય ગઢ અકબંધ રાખ્યો છે. રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભાજપે ક્લીન સ્વીપ કરીને શહેરી વિસ્તારોમાં પોતાની સર્વોપરિતા સાબિત કરી છે. આ ઉપરાંત, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે, જે પક્ષની સંગઠનાત્મક મજબૂતાઈ અને પ્રજાના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.

આ પ્રચંડ વિજયની ઉજવણી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કમલમ ખાતે પહોંચ્યા હતા. તેમની સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કમલમ ખાતે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં નેતાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પક્ષના નેતાઓ આ જીતને ટ્રિપલ એન્જિન સરકારની કામગીરી અને ગુજરાતની પ્રજાના ભારતીય જનતા પાર્ટીમાં રહેલા વિશ્વાસનું પરિણામ ગણાવી રહ્યા છે.

ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ કરતાં, ભાજપે પોતાનો વિજય રથ કાયમ રાખ્યો છે. કેટલીક બેઠકો, જેમ કે અમદાવાદની ખાડિયા અને સરસપુર બેઠક, ભાજપના હાથમાંથી ગઈ છે, પરંતુ પક્ષ તેને એક નાનકડા લોઢાના મેખ તરીકે ગણાવીને ભવિષ્યમાં તે મતદારોના દિલ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરે છે. સુરતમાં આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદર્શન અંગે, ભાજપના નેતાઓએ જણાવ્યું કે ગુજરાતની જનતા શાંતિપ્રિય અને વિકાસપ્રિય છે, અને અરાજકતાવાદી રાજનીતિને સ્વીકારતી નથી, જેના કારણે AAP ને જનતાએ જાકારો આપ્યો છે.

આ જીત ભાજપની સંગઠનાત્મક તાકાત, ઝીણવટભર્યું આયોજન અને પ્રજા સંપર્કની કામગીરીનું ફળ છે. પક્ષના નેતાઓ દ્વારા મીટિંગો અને સતત પ્રયાસો દ્વારા આ વિજય પ્રાપ્ત થયો છે. થોડા જ સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા મીડિયા સાથે વાતચીત કરીને આ જીતનો શ્રેય કોને આપવો અને આગામી સમયમાં પક્ષની રણનીતિ શું રહેશે તે અંગે સત્તાવાર પ્રતિક્રિયા આપશે. કમલમ ખાતે ઉજવણીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને આ ઐતિહાસિક વિજયનો ઉત્સવ હજુ વધુ ધામધૂમથી ઉજવાશે.

કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં રાજ્યના ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતને બદનામ કરવા માટે કોઈ કસર છોડવામાં આવી નહોતી, પરંતુ રાજ્યના નાગરિકોએ સમજદારી દાખવી છે. યોગ્ય સમયે જનતાએ યોગ્ય જવાબ આપ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે પ્રદેશ નેતૃત્વ અને મુખ્યમંત્રીની આગેવાનીમાં આ ઐતિહાસિક જીત પ્રાપ્ત થઈ છે. ભાજપ ગુજરાતનું સૌથી મોટું પરિવાર છે અને રહેશે.

પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપને મળેલી ભવ્ય જીત બદલ જનતાનો આભાર માન્યો.

તેમણે જણાવ્યું કે, છેલ્લા 25 વર્ષથી ગુજરાતની જનતા વિકાસની રાજનીતિ પર વિશ્વાસ રાખે છે। ભાજપના કાર્યકર્તાઓએ તડકો-છાંયો જોઈયા વગર સમર્પણ અને સેવા ભાવથી કામ કર્યું છે, જેના પરિણામે આ જીત મળી છે.

તેમણે વિરોધ પક્ષો પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ અને અન્ય પક્ષોએ ગુજરાતને વારંવાર બદનામ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જનતાએ હંમેશા ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ જણાવ્યું કે, ભાજપની વિકાસની રાજનીતિ પર વિશ્વાસ રાખી જનતાએ મોટી જીત અપાવી છે.

તેમણે કહ્યું કે, દરેક પ્રશ્નનો જવાબ ચૂંટણીના પરિણામમાં મળી ગયો છે। ગુજરાતની જનતા નકારાત્મકતા સ્વીકારતી નથી. ભાજપના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓએ ટીમવર્કથી કામ કર્યું છે અને મળેલા જનસમર્થનને વધુ મજબૂત બનાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ રહેશે.

ભાજપમાંથી સસ્પેન્ડ થયા કોંગ્રેસમાં જઈ જીતી ચૂંટણી, જાણો કોણ છે આશિષ જોષી

Published On - 5:53 pm, Tue, 28 April 26

Follow Us