Gujarati video : વાવાઝોડાના કારણે ગાંધીનગરમાં વિધાનસભાને નુકસાન, વિધાનસભાના ગુંબજનું પતરું ઉખડી ગયું
અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વહેલી સવારથી મીની વાવાઝોડુ આવ્યુ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં વહેલી સવારથી ભારે પવન ફુંકાઇ રહ્યો છે. ઝડપી પવન ફુંકાવાને પગલે ઘણી જગ્યાએ નુકસાન થયુ છે.
Gandhinagar : હવામાન વિભાગે (Meteorological department) કરેલી આગાહી અનુસાર ગુજરાતના ઘણા વિસ્તારોમાં સવારથી જ ભારે પવન (strong wind) ફુંકાઇ રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વહેલી સવારથી મીની વાવાઝોડુ આવ્યુ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં વહેલી સવારથી ભારે પવન ફુંકાઇ રહ્યો છે. ભારે પવનના પગલે ઘણી જગ્યાએ નુકસાન થયુ છે. ગાંધીનગરમાં છવાયેલા વાવાઝોડાના માહોલમાં વિધાનસભાને પણ નુક્સાન પહોંચ્યું છે. ભારે પવનના કારણે વિધાનસભાના ગુંબજનું પતરું ઉખડી ગયું છે. વિધાનસભાના પાછળના ભાગે પતરાનો એક બાજુનો ભાગ ખુલ્લો થઈ ગયો છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
આ પણ વાંચો- Gujarati video : ભારે પવન ફૂંકાતા મહેસાણા જિલ્લામાં વીજપોલ ધરાશાયી, વીજ પુરવઠો ખોરવાતા લોકો મુશ્કેલીમાં
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News