AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર મોહંમદ માંકડનું 93 વર્ષની જૈફ વયે નિધન

ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના સ્થાપક અધ્યક્ષ મોહંમદ માંકડ 93 વર્ષની જૈફ વયે નિધન થયું છે. ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે માતબર પ્રદાન કરનાર લોકપ્રિય વાર્તાકાર નવલકથાકાર અને કોલમિસ્ટ મોહંમદ માંકડ ઘણા સમયથી બીમાર હતા.

ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર મોહંમદ માંકડનું 93 વર્ષની જૈફ વયે નિધન
Mohammad Mankad Writer
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2022 | 10:35 PM
Share

ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના સ્થાપક અધ્યક્ષ મોહંમદ માંકડ 93 વર્ષની જૈફ વયે નિધન થયું છે. ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે માતબર પ્રદાન કરનાર લોકપ્રિય વાર્તાકાર નવલકથાકાર અને કોલમિસ્ટ મોહંમદ માંકડ ઘણા સમયથી બીમાર હતા. તેમની અંતિમયાત્રા ગાંધીનગર ખાતે એમના નિવાસસ્થાન બં.નં. 153 થી રવિવારે સવારે 10 કલાકે નીકળશે.

પ્રખ્યાત ગુજરાતી લેખક મોહમ્મદ માંકડને ગુજરાતી સાહિત્યમાં તેમના યોગદાન બદલ સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2018 થી સન્માનિત કર્યા હતા. ગુજરાતી સાહિત્ય અકાદમી ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઉર્દૂ અને કચ્છી ભાષાઓમાં નોંધપાત્ર યોગદાન આપનાર લેખકોને સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત કરે છે. “મોહમ્મદ માંકડે સાત દાયકા કરતાં વધુ સમયથી તેમના સાંસ્કૃતિક અને ચિંતન સાહિત્ય દ્વારા વિશ્વની ઉત્તમ સેવા કરી છે. જાણીતા ગુજરાતી નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક, કટાર લેખક અને અનુવાદક છે. તેમણે બાળવાર્તાઓ પણ લખી છે.

માંકડ ગુજરાતી ભાષાના નવલકથાકાર, વાર્તા લેખક, કટારલેખક, અનુવાદક અને બાળકોના લેખક છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમી (1982-84)ના પ્રથમ અધ્યક્ષ હતા અને ગુજરાત જાહેર સેવા આયોગ (1984-90)ના સભ્ય પણ રહ્યા છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ હતા.

તેમનો જન્મ ગુજરાતના ભાવનગર જિલ્લાના (હવે બોટાદ જિલ્લામાં) પાળિયાદ ગામમાં ૧૩ ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ થયો હતો. તેમણે બી.એ. સુધીનો અભ્યાસ કર્યો અને બોટાદ ખાતે માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી. ત્યારબાદ તેઓ લેખન માટે સુરેન્દ્રનગર ખાતે સ્થાયી થયા. ૧૯૮૨ થી ૧૯૯૨ સુધી તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ ચેરમેન તરીકે સેવાઓ આપી. તેઓ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય ૧૯૮૪ થી ૧૯૯૦ સુધી રહ્યા. તેઓ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ હતા.

મોહમ્મદ માંકડે કેલિડોસ્કોપ નામની કટાર વર્ષો સુધી લખી

તેમણે કાયર (૧૯૫૬), ધુમ્મસ (૧૯૬૫), અજાણ્યા બે જણ (૧૯૬૮), ગ્રહણરાત્રિ, મોરપીંછના રંગ, વંચિતા, રાતવાસો, ખેલ, દંતકથા, મંદારવૃક્ષ નીચે, બંધ નગર (બે ભાગ: ૧૯૮૬, ૧૯૮૭), ઝંખના (૧૯૮૭), અનુત્તર (૧૯૮૮) અને અશ્વ દોડ (૧૯૯૩) જેવી નવલકથાઓનું સર્જન કર્યું. તેમની ટૂંકી વાર્તાઓમાં માટીની મૂર્તિઓ (૧૯૫૨), મન ના મોરાદ (૧૯૬૧), વાત વાતમાં (૧૯૬૬), તપ (૧૯૭૪), ઝાકળનાં મોતી અને મોહમ્મદ માંકડની વાર્તાઓ (બે ભાગ, ૧૯૮૮) નો સમાવેશ થાય છે. આજની ક્ષણ, કેલિડોસ્કોપ ના ચાર ભાગો, સુખ એટલે (૧૯૮૪), આપણે માણસ ના બે ભાગો અને ઉજાસ (૧૯૯૦) તેમનાં નિબંધ સંગ્રહો છે. ચંપુકથાઓના બે ભાગમાં બાળ વાર્તાઓનો સમાવેશ થાય છે. તેમણે મહાનગરનું ભાષાંતર કરેલું.

૨૦૦૭માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. તેમને ૧૯૬૭ અને ૧૯૯૨માં ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. ગુજરાત સરકાર તરફથી તેમને ૧૯૬૯, ૧૯૭૧ અને ૧૯૭૩માં પુરસ્કારો મળેલા. ૨૦૧૯માં તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી વર્ષ ૨૦૧૮નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

(With Input, Ronak Varma, Ahmedabad ) 

જય ભોલે ગ્રુપે અંબાજીમાં ₹43.51 લાખની કિંમતનો મુગટ અર્પણ કર્યો
જય ભોલે ગ્રુપે અંબાજીમાં ₹43.51 લાખની કિંમતનો મુગટ અર્પણ કર્યો
ગુજરાત હાઈકોર્ટે A4 સાઈઝના પેપરના અમલીકરણ પર હાલ પુરતો મુક્યો સ્ટે
ગુજરાત હાઈકોર્ટે A4 સાઈઝના પેપરના અમલીકરણ પર હાલ પુરતો મુક્યો સ્ટે
રાજ્યની તમામ 185 નદીના કાંઠા વિસ્તારોમાં વનવિભાગ વૃક્ષારોપણ કરશે
રાજ્યની તમામ 185 નદીના કાંઠા વિસ્તારોમાં વનવિભાગ વૃક્ષારોપણ કરશે
હવે ક્યાં ગયુ દાદાનું બુલડોઝર? ભવનાથમાં મેળા સ્થળ પર કરાયુ વ્યાપક દબાણ
હવે ક્યાં ગયુ દાદાનું બુલડોઝર? ભવનાથમાં મેળા સ્થળ પર કરાયુ વ્યાપક દબાણ
સુરેન્દ્રનગરના NA કૌંભાડમાં મોરી બાદ હવે કલેકટર પટેલ સપડાયા
સુરેન્દ્રનગરના NA કૌંભાડમાં મોરી બાદ હવે કલેકટર પટેલ સપડાયા
કમોસમી વરસાદ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લેશે !
કમોસમી વરસાદ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લેશે !
સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી દોડી જતા, રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા
સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી દોડી જતા, રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા
Surat : માંડવી ધર્માંતરણ મામલે વધુ એક શિક્ષકની ધરપકડ
Surat : માંડવી ધર્માંતરણ મામલે વધુ એક શિક્ષકની ધરપકડ
ખૂબ જ અદભૂત નજારો...હિમવર્ષાથી ચારેબાજુ બરફની સફેદ ચાદર છવાઈ
ખૂબ જ અદભૂત નજારો...હિમવર્ષાથી ચારેબાજુ બરફની સફેદ ચાદર છવાઈ
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપું નહીં અને લેવું નહીં
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપું નહીં અને લેવું નહીં
g clip-path="url(#clip0_868_265)">