ગુજરાત સરકારે ICMR ને જીનોમ સિક્વન્સ માટે ઓછા સેમ્પલ મોકલ્યા

|

Dec 05, 2021 | 10:44 AM

ગુજરાતમાં કોરોનાના સંખ્યાબંધ કેસ આવતા હતા.તેમ છતાં ક્યારેય માસિક સરેરાશ 300થી વધુ સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે મોકલ્યા નથી

ગુજરાત(Gujarat)સરકારે 11 મહિનામાં સમગ્ર રાજ્યમાં કુલ 5.81 લાખ કોરોના(Corona)કેસ નોંધાયાનો સત્તાવાર આંકડો જાહેર કર્યો.આઈસીએમઆર (ICMR) ની ગાઈડલાઈન મુજબ કુલ કેસના પાંચ ટકા સેમ્પલને જીનોમ સિક્વન્સ માટે મોકલવા ફરજીયાત છે..પાંચ ટકાના હિસાબે રાજ્ય સરકારે 29 હજારથી વધુ સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે મોકલવા જોઈતા હતા.પરંતુ 11 મહિનામાં રાજ્યમાંથી માત્ર 2,797 સેમ્પલને જ જીનોમ ટેસ્ટિંગ માટે મોકલાયાં છે.

જેમાં રાજ્ય આરોગ્ય વિભાગ કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી રહી હોવાનો ખુદ આરોગ્ય અધિકારીઓનો આક્ષેપ છે.માર્ચ-એપ્રિલમાં યુ.કે. સ્ટ્રેન આવ્યો ત્યારબાદ સમયાંતરે ગાઈડલાઈનમાં ફેરફાર કરાયો હતો.ગુજરાતમાં આ ગાઈડલાઈનનું ક્યારેય 100 ટકા પાલન કરાતું નથી.રાજ્યમાં કોરોનાના સંખ્યાબંધ કેસ આવતા હતા.તેમ છતાં ક્યારેય માસિક સરેરાશ 300થી વધુ સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે મોકલ્યા નથી. છેલ્લાં બે-ત્રણ મહિનાથી કોરોના કેસ ઓછા થયા હોવાથી તમામ સેમ્પલ જીનોમ ટેસ્ટિંગ માટે મોકલાઈ રહ્યાં છે.

જણાવી દઈએ કે ગુજરાતમાં ઓમિક્રૉનની એન્ટ્રી થતાં તંત્ર વધુ સતર્ક બની ગયું છે. જામનગરના મોરકંડાના આધેડ વ્યક્તિમાં ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યા છે. આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જી.જી.હોસ્પિટલમાં આઇસોલેશન કરાયા છે.

તો આધેડ દર્દીના સંપર્કમાં આવેલા 10 લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે. જ્યારે 87 લોકોને ટ્રેસ કરાયા છે. ગત 28 નવેમ્બરે આધેડ ઝિમ્બાબ્વેથી પરત ફર્યા છે. 29 નવેમ્બરે શરદી-ઉધરસના લક્ષણો હોવાથી ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો જે રિપોર્ટ પોઝિટિવ આવતા આધેડને હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યારબાદ ઓમિક્રોનની શંકાના આધારે સેમ્પલ પુણે મોકલાયા હતા જેમાં ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યા છે.

આ પણ વાંચો :  અમીરગઢ તાલુકા પંચાયતમાં લાખોનો ભ્રષ્ટાચાર! સરકારી અધિકારી દ્રારા સરકારના જ પૈસાની ઉચાપત, ફરીયાદ દાખલ

આ પણ વાંચો:Rajkot: ભ્રષ્ટાચાર મુદ્દે રાજેન્દ્ર ત્રિવેદીની લાલઆંખ, આડકતરી રીતે અધિકારીઓને આપી આ ચેતવણી

Published On - 10:28 am, Sun, 5 December 21

Next Video