ગુજરાત વિદ્યુત ઉદ્યોગ સુધારા વિધેયક-2022 વિધાનસભામાં સર્વાનુમતે પસાર

|

Sep 21, 2022 | 8:33 PM

ગુજરાત સરકાર દ્વારા કાયદાના પાલનમાં સરળીકરણ કરવાના આશયથી તથા ગંભીર પ્રકારની જ જોગવાઈના ભંગ બદલ, જેલની સજાની જોગવાઈ આખરી કરવાનો નિર્ણય કરવામાં આવેલ અને તે અંતર્ગત ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) સુધારા બિલ, 2022 ઘડવામાં આવી છે.

ગુજરાત વિદ્યુત ઉદ્યોગ સુધારા વિધેયક-2022 વિધાનસભામાં સર્વાનુમતે પસાર
Gujarat Electricity

Follow us on

ગુજરાતના(Gujarat) ઊર્જામંત્રી કનુ દેસાઈએ(Kanu Desai) જણાવ્યું છે કે, ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) 2003 કાયદો રાજ્યમાં રાષ્ટ્રપતિની મંજૂરીથી તારીખ 12.05.2003 થી અમલમાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા વીજ અધિનિયમ 2003 (Electricity Act 2003)  જાહેર કરવામાં આવેલ જેવી જ અધિનિયમ 2003ની કલમ-185 અંતર્ગત આપણા રાજ્યનો આ કાયદો પણ અમલમાં રહે છે, તેથી તેની જોગવાઈઓ પણ અમલમાં છે. ગુજરાત સરકાર દ્વારા કાયદાના પાલનમાં સરળીકરણ કરવાના આશયથી તથા ગંભીર પ્રકારની જ જોગવાઈના ભંગ બદલ, જેલની સજાની જોગવાઈ આખરી કરવાનો નિર્ણય કરવામાં આવેલ અને તે અંતર્ગત ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) સુધારા બિલ, 2022 ઘડવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા ‘Ease of doing Business Program’ અન્વયે, વીજ કંપનીઓ તથા વીજ ઉદ્યોગોમાં પણ નવા આયામના સમાવેશના ભાગ રૂપે, ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) એક્ટ, 2003 અંતર્ગતની જોગવાઈ અને નિયમોના ભંગ બદલ જેલની સજાનું પ્રાવધાન ન સૂચવતા માત્ર ગંભીર પ્રકારનાં કૃત્યો માટે જેલની સજાનું પ્રાવધાન કરવાની બાબત વિચારણામાં લેવા સૂચન કરવામાં આવેલ છે.

કાયદાની જોગવાઈ અને તેના હેઠળ ઘડાયેલ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી

મંત્રીએ કહ્યું કે,ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન), એક્ટ 2003ની કલમ-54માં વીજ લાયસન્સી અને અન્ય વ્યક્તિ દ્વારા, ઉક્ત કાયદાની જોગવાઈ અથવા તે અંતર્ગત બનાવાયેલા નિયમો તથા તેની સૂચનાઓની જરૂરી પૂર્તતા કે ભંગ બદલ, કોઈ પણ જાતના વાજબી કારણો વિના જોગવાઇઓનું પાલન કરવામાં નિષ્ફળ જતાં કે દોષિત ઠરતા ત્રણ માસ સુધીની જેલની સજા અથવા મહત્તમ રૂપિયા બે લાખ સુધી અથવા બંને સજાની જોગવાઈ કરવામાં આવી છે અને જો આવી જોગવાઈનો ભંગ ચાલુ રહે તો, નિયમની અમલવારીના દોષિત થયાના પહેલા દિવસથી રોજના રૂપિયા 10,000 /- લેખે દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈ,કાયદાની જોગવાઈ અને તેના હેઠળ ઘડાયેલ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

તેમણે ઉમેર્યું કે, સમય સાથે અમલવારી દરમ્યાન એવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે કે,જે  વિનિયમો સંચાલકીય અથવા તો કાર્ય પધ્ધતિ સંબંધિત છે  તેવાનો જાણ્યે – અજાણ્યે સુચારુ  રીતે પાલન કરી શકાતા નથી. જેમ કે, વીજ વપરાશકર્તા દ્વારા પોતાના વીજ પરિસ્થાપનમાં વાપરવામાં આવતી થ્રી ફેઝ મોટર વીજ સંતુલિત ચાલે, થ્રી ફેઝ મોટરમાં નો વોલ્ટ રિલીઝ હોવું જોઈએ, વીજ પરિસ્થાપનમાં યોગ્ય વીજભાર વાપરવો, પાવર ફેક્ટર જાળવવો, વીજળીનો ઉપયોગ એવી રીતે કરવો કે જેથી બીજા ગ્રાહકોને વીજ વપરાશમાં અંતરાય ન આવે, વીજ પુરવઠાની ગુણવત્તા જળવાય તેવા સુધારાત્મક સાધનો વાપરવા એ અત્યંત જરૂરી છે.

તદ્દઅન્વયે, ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન), એક્ટ 2003ની કલમ-54ની જોગવાઈમાં જરૂરી સુધારો કરવા બાબતે રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી છે. તદઅનુસાર, કાયદેસર રીતે કરવામાં આવેલ અથવા આપવામાં આવેલ કોઈપણ આદેશ, નિર્દેશ અથવા માંગ-પત્ર/અધિગ્રહણનું પાલન ન કરવાના કૃત્યોને, કમિશન દ્વારા નીચી, મધ્યમ અને ઉચ્ચ એમ ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરી અને આવા નીચી અથવા મધ્યમ શ્રેણીમાં વર્ગીકૃત કરાયેલા કૃત્યોને જેલની સજા લાગુ પડશે નહીં, એ મુજબનો જરૂરી સુધારો કરી, ડિ-ક્રિમીનલાઈઝ કરી, માત્ર ઉચ્ચ શ્રેણીમાં વર્ગીકૃત કરાયેલાં કૃત્યોના ઉલ્લંઘન માટે જ જેલની સજાની જોગવાઈ આખરી કરવા અંગેનો સુધારો કરવાનો નિર્ણય કરવામાં આવેલ.

તેમણે ઉમેર્યું કે, ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) ૨૦૦૩ના કાયદા અંતર્ગત કલમ:-૧૭ અને ૬૫ હેઠળ નામદાર ગુજરાત વીજ નિયમન આયોગનાં કાર્યો નિર્ધારિત કરવામાં આવ્યાં છે તથા નામદાર આયોગ આ કાયદા અને વીજ અધિનિયમ- ૨૦૦૩ અંતર્ગત વિનિયમો કરી શકે છે અને ઘડે છે. મંત્રી દેસાઈએ ગુજરાત વિદ્યુત ઉદ્યોગ પુનર્ગઠન અને નિયમન-૨૦૨૨ની વિગતો આપતાં કહ્યું કે, આ એક્ટની કલમ-૫૪માં વીજ લાયસન્સી અને અન્ય વ્યક્તિ દ્વારા, ઉક્ત કાયદાની જોગવાઈ અથવા તે અંતર્ગત બનાવાયેલા નિયમો તથા તેની સૂચનાઓની જરૂરી પૂર્તતા કે ભંગ બદલ, કોઈ પણ જાતનાં વાજબી કારણો વિના જોગવાઇઓનું પાલન કરવામાં નિષ્ફળ જતાં, જો દોષિત ઠરેતો, ત્રણ માસ સુધીની જેલની સજા અથવા મહત્તમ રૂપિયા બે લાખ સુધી અથવા બંનેની સજાની જોગવાઈ કરવામાં આવેલ છે અને જો આવી જોગવાઈનો ભંગ ચાલુ રહે, તો નિયમની અમલવારીના દોષિત થયાના પહેલા દિવસથી રોજના રૂપિયા 10, 000 લેખે દંડની જોગવાઈ કરવામાં આવે છે. આ જોગવાઈ, કાયદાની જોગવાઈ અને તેના હેઠળ ઘડાયેલા નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે.

સૂચિત બિલની જોગવાઇઓ બંધારણના ૭માં શિડ્યુલની યાદી નં.૨ અને ૩માં આવે છે. બિલની જોગવાઈઓ કેન્દ્રીય કાયદાઓને સ્પર્શતી હોઈ, બંધારણની કલમ ૨૫૪-(૨) હેઠળ સદર સુધારા બિલ વિધાનસભામાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે.
આ ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) (સુધારા) વિધેયક – ૨૦૨૨ વિધાનસભા ખાતે સર્વાનુમતે પસાર કરાયું હતું.

Next Article