GUJARAT : કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો, નવા 654 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 2962 થયા, ઓમિક્રોનના નવા 16 કેસ

Gujarat Corona Update : આજે રાજ્યમાં સૌથી વધુ 311 એટલે કે નવા કેસના 50 ટકા જેટલા માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે.

GUJARAT : કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો, નવા 654 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 2962 થયા, ઓમિક્રોનના નવા 16 કેસ
Gujarat Corona Update 31 December 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 8:04 PM

નવા કેસ વધવાની સાથે એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ 2371 હતા, જે આજે વધીને 2962 થયા છે.

GANDHINAGAR : ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ યથાવત છે. ગઈકાલે 30 ડિસેમ્બરે રાજ્યમાં કોરોના વાયરસના નવા 573 કેસો નોંધાયા હતા, તો આજે 654 નવા કેસ નોધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 311 એટલે કે નવા કેસના 50 ટકા જેટલા માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 2962 પર પહોચ્યો છે.

આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 311 નવા કેસ નોંધાયા, તો સુરત શહેરમાં 97, વડોદરા શહેરમાં 38 કેસ,આણંદમાં 21 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી, મૃત્યુઅંક 10,118 થયો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રાજ્યમાં 24 ડિસેમ્બરે કોરોના વાયરસના નવા 98 કેસ નોધાયા હતા, જયારે આજે છઠ્ઠા દિવસે 31 ડિસેમ્બરે 654 નોંધાયા છે. એટલે કે માત્ર 5 દિવસમાં 6 ગણા કેસો વધ્યા છે. નવા કેસ વધવાની સાથે એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ 2371 હતા, જે આજે વધીને 2962 થયા છે.

રાજ્યમાં આજે કોરોના વાયરસથી મુક્ત થઇને 63 દર્દીઓ સાજા થયા છે, આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8 લાખ 18 હજાર 652 દર્દીઓ કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

રાજ્યમાં આજે ઓમિક્રોનના 16 નવા કેસ રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો સાથે આજે ઓમિક્રોન વેરીએન્ટના નવા 16 કેસો નોંધાયા છે. જેની વિગત આ મૂજબ છે :

1) અમદાવાદ શહેરમાં 2 પુરુષ અને 4 સ્ત્રી એમ 6 ઓમિક્રોન કેસ નોંધાયા, જેમાંથી તમામ 6 દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

2) સુરત શહેરમાં 2 પુરુષ અને 1 સ્ત્રી એમ 3 ઓમિક્રોન કેસ નોંધાયા છે, આ ત્રણેય કેસની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

3) આણંદમાં 1 પુરુષ અને 2 સ્ત્રી એમ 3 લોકો ઓમિક્રોન સંક્રમિત થયા છે, આ ત્રણેય દર્દી વિદેશથી આવ્યાં છે.

4) અમરેલીમાં વિદેશથી આવેલી એક મહિલા ઓમિક્રોન સંક્રમિત થઇ છે.

5) બનાસકાંઠામાં વિદેશથી આવેલ એક પુરુષ ઓમિક્રોન સંક્રમિત થયો છે.

6) ભરૂચમાં વિદેશથી આવેલી એક મહિલા ઓમિક્રોન સંક્રમિત થઇ છે.

7)જુનાગઢ શહેરમાં વિદેશથી આવેલ એક પુરુષ ઓમિક્રોન સંક્રમિત થયો છે.

રાજ્યમાં આજે નોંધાયેલા નવા 16 કેસો સાથે ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 113 થઇ છે, જેમાંથી અત્યાર સુધીમાં 54 દર્દીઓ રીકવર થયા છે.

આ પણ વાંચો : Year Ender 2021: બીજી લહેરના ભયાનક દ્રશ્યોથી લઈને રસીકરણ મુદ્દે રાજકોટની આ ઘટનાઓએ ખેચ્યું સમગ્ર ગુજરાતનું ધ્યાન

g clip-path="url(#clip0_868_265)">