ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, નવા 177 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 948 થયા

GUJARAT CORONA UPDATE : ગઈકાલે 25 ડિસેમ્બરે નવા કેસ બમણા થઇ છે 179 નોંધાયા હતા, તો આજે ફરી વાર 26 ડિસેમ્બરે નવા 177 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો,  નવા 177 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 948 થયા
GUJARAT CORONA UPDATE 26 DECEMBER 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 5:47 PM

GANDHINAGAR : ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો રાફડો ફાટ્યો છે. ગઈકાલે 25 ડિસેમ્બરે નવા કેસ બમણા થઇને  179 નોંધાયા હતા, તો આજે ફરી વાર 26 ડિસેમ્બરે નવા 177 કેસ નોંધાયા છે, જેના કારણે રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસ 1000 નજીક એટલે કે 948 થયા છે.

આજે 26 ડિસેમ્બરે રાજ્યમાં નવા 177 કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 52 કેસ નોંધાયા છે. રાજકોટમાં શહેરમાં 24, સુરત શહેરમાં 20 નવા કેસ વડોદરા શહેરમાં 15, રાજકોટ જિલ્લામાં 12 નવા કેસ રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 8 લાખ 29 હજાર 359 થઇ છે, તેમજ મૃત્યુઆંક 10,113 થયો છે.

રાજ્યમાં 24 ડિસેમ્બરે કોરોના વાયરસના નવા 98 કેસ નોધાયા હતા, જયારે ગઈકાલે સીધા બમણા જેટલા એટલે કે 179 કેસો નોંધાયા હતા, તો આજે 177 કેસ નોંધાયા છે. નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ 837 હતા, જે આજે વધીને 948 થયા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

રાજ્યમાં આજે કોરોના વાયરસથી મુક્ત થઇને 66 દર્દીઓ સાજા થયા છે, આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8 લાખ 18 હજાર 298 દર્દીઓ કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

રાજ્યમાં ગઈકાલે કોરોના વાયરસના ઓમિક્રોન વેરીએન્ટના ત્રણ કેસો નોંધાયા હતા, જયારે આજે 26 ડિસેમ્બરે ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી.

g clip-path="url(#clip0_868_265)">