GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 1 સપ્ટેમ્બરે કોરોનાના નવા 13 કેસ, આજે સતત બીજા દિવસ રેકોર્ડબ્રેક 7.48 લાખ લોકોનું રસીકરણ થયું
રાજ્યમાં આજે 1 સપ્ટેમ્બરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 10 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,201 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.
GUJARAT CORONA UPDATE : રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાઠ કોરોનાના કેસો 10-20 વચ્ચે આવી રહ્યાં છે. રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના નવા કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે, તો સાથે એક્ટીવ કેસો પણ ઘટી રહ્યાં છે. તો સામે રસીકરણ અભિયાન પણ પુરજોશમાં શરૂ છે. રાજ્યમાં ગઈકાલે 31 ઓગષ્ટે 8 લાખથી વધુ લોકોનું રસીકરણ થયા બાદ, આજે બીજે દિવસે પણ 7.48 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
કોરોનાના 13 નવા કેસ, 0 મૃત્યુ રાજ્યમાં આજે 1 સપ્ટેમ્બરે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 13 નવા કેસ નોંધાયા છે, તો આજે કોરોનાના કારણે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,25,165 થઇ છે આ સાથે જ મૃત્યુઆંક 10,081 પર પહોચ્યો છે.
10 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 153 થયા રાજ્યમાં આજે 1 સપ્ટેમ્બરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 10 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,201 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે. રાજ્યમાં આજે 1 સપ્ટેમ્બરે એક્ટીવ કેસ 153 થયા છે. રાજ્યમાં હાલ રીકવરી દર 98.76 ટકા પર પહોચ્યો છે.
આજે 7.48 લાખ લોકોનું રસીકરણ રાજ્યમાં રાજ્યમાં 29 અને 30 ઓગષ્ટ એમ બે દિવસ કોરોના રસીકરણ અભિયાન બંધ રહ્યું હતું, ત્યાર બાદ ગઈકાલે 31 ઓગષ્ટને મંગળવારે એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 8 લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યાં હતા. તો આજે 1 સપ્ટેમ્બરે પણ રેકોર્ડબ્રેક રસીકરણ થયું છે. રાજ્યમાં આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં 7,48, 051 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં આજે થયેલા રસીકરણમાં 18 થી 45 ઉમરવર્ગના 3,40,093 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 18 થી 45 ઉમરવર્ગના 1,62,807 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.