AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોનાના નવા 565 કેસ, ત્રણ લોકોના મૃત્યુ, એક્ટિવ કેસ 4205એ પહોંચ્યા

ગુજરાતમાં(Gujarat) કોરોના કેસ હજુ યથાવત છે. જેમાં 13 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 565 કેસ નોંધાયા છે તેમજ ત્રણ લોકોના મોત થયા છે. આ ઉપરાંત રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 4205 થયા છે

ગુજરાતમાં કોરોનાના નવા 565 કેસ, ત્રણ લોકોના મૃત્યુ, એક્ટિવ કેસ 4205એ પહોંચ્યા
Gujarat Corona Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2022 | 8:08 PM
Share

ગુજરાતમાં(Gujarat)  કોરોના(Corona)  કેસ હજુ યથાવત છે. જેમાં 13 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 565 કેસ નોંધાયા છે તેમજ ત્રણ લોકોના મોત થયા છે. આ ઉપરાંત રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 4205 થયા છે. જયારે કોરોના રિકવરી રેટ 98.80 થયા છે. જયારે કોરોનાથી આજે 891 દર્દીઓ સાજા થયા છે. જેમાં અમદાવાદ(Ahmedabad)  191, રાજકોટ 58 01 મૃત્યુ, વડોદરા 40, સુરતમાં 29, ગાંધીનગરમાં 27, કચ્છમાં 25, વલસાડમાં 22, સુરત જિલ્લામાં 18, રાજકોટમાં 15, પાટણમાં 14, વડોદરા જિલ્લામાં 14, મહેસાણામાં 13 -01 મૃત્યુ , નવાસારીમાં 12, બનાસકાંઠામાં 11, ગાંધીનગરમાં 08, મોરબીમાં 08, જામનગરમાં 07, આણંદમાં 06, ભરૂચમાં 06, પોરબંદરમાં 05, સાબરકાંઠામાં 05, ભાવનગરમાં 04 -01 મૃત્યુ, દ્વારકામાં 04, ગીર સોમનાથમાં 04, અમદાવાદ જિલ્લામાં 03, અમરેલીમાં 03, જામનગરમાં 03, પંચમહાલમાં 03, અરવલ્લીમાં 02, તાપીમાં 02, ડાંગમાં 01, જુનાગઢમાં 01, અને સુરેન્દ્રનગરમાં 01 કેસ નોંધાયો છે.

તહેવારોના સમયે સાવધાન રહેજો

આ મહિનાથી રાજ્યમાં થોડા થોડા દિવસના અંતરે તહેવારો આવી રહ્યા છે. તે બધા વચ્ચે મેળવડાઓ પણ વધશે અને સંક્રમણ વધવાની શક્યતા પણ છે. તેવામાં લોકોએ એક બીજાથી થોડુ અંતર રાખવુ જોઈએ અને કોરોનાથી બચવા માટેના તમામ પગલા ભરવા જોઈએ. ગયા વર્ષે પણ તહેવારોમાં થતા મેળાવડા અને ચૂંટણીઓમાં થતી ભીડને કારણે કોરોના કેસ વધ્યા હતા. તે ઘટના ફરી ન બને તે માટે સાવચેતી રાખવી જરુરી છે.

કોરોનાના લક્ષણો ધરાવતા દર્દી મુસાફરી ન કરે

જે લોકોને કોરોનાના લક્ષણો હોય તેવા દર્દીઓએ નૈતિક જવાબદારી સમજીને પર્યટન ન કરે અને ઘરે તેવી અપીલ કરાઈ છે. આ ઉપરાંત લોકોને તાત્કાલિક બૂસ્ટર ડોઝ લેવાની પણ અપીલ કરાઈ છે. કોરોના કારણે દેશ અને દુનિયામાં માનસિક, શારીરિક અને આર્થિક રીતે લોકોને ખુબ નુકશાન થયુ છે. જો સાવચેતી નહીં રાખવામાં આવે તો કોરોના ફરી તબાહી મચાવી શકે છે. તેથી યોગ્ય પગલા લઈ, સાવચેતી રાખવી જરુરી છે.

શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત

કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">