ગુજરાતમાં કોરોનાના નવા 49 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 383એ પહોંચી

|

Nov 01, 2022 | 11:17 PM

ગુજરાતમાં કોરોનાના(Corona) કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 01 નવેમ્બરના રોજ કોરોનાના નવા 49 કેસ નોંધાયા છે. જયારે આજે કોરોનાથી 42 દર્દીઓ સાજા થતા એક્ટિવ કેસની સંખ્યા 383 એ પહોંચી છે. તેમજ કોરોનાના રિકવરી રેટ 99.11 ટકા થયો છે

ગુજરાતમાં કોરોનાના નવા 49 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 383એ પહોંચી
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 01 નવેમ્બરના રોજ કોરોનાના નવા 49 કેસ નોંધાયા છે. જયારે આજે કોરોનાથી 42 દર્દીઓ સાજા થતા એક્ટિવ કેસની સંખ્યા 383 એ પહોંચી છે. તેમજ કોરોનાના રિકવરી રેટ 99.11 ટકા થયો છે.જ્યારે આજે નોંધાયેલા કોરોનાના નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 27, સુરતમાં 08, વડોદરામાં 03, રાજકોટમાં 02, સુરત જિલ્લામાં 02, અમદાવાદ જિલ્લામાં 01,
બનાસકાંઠામાં 01, ગાંધીનગરમાં 01, જામનગરમાં 01, કચ્છમાં 01, મોરબીમાં 01 અને વલસાડમાં 01 કેસ નોંધાયો છે.

ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તેમજ કોરોના વેકસીનેશનની કામગીરી પણ પુર ઝડપે ચાલી રહી છે.જ્યારે ગુજરાતના અન્ય જિલ્લામાં આજે એક પણ કોરોના કેસ નોંધાયો નથી. જેના કારણે તંત્ર એ આજે રાહતનો શ્વાસ લીધો હતો. કોરોના મહામારીમાંથી ભારતને બહાર લાવવા માટે તંત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે.

શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત

કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી થઈ

કોરોના મહામારીએ ભારત સહિત આખા દેશમાં તબાહી મચાવી હતી. કોરોનાના કારણે કરોડો લોકો સંક્રમિત થયા, લાખો લોકોના મોત થયા, અનેક પરિવારો વેરવિખેર થયા અને દુનિયાભરની અર્થવ્યવસ્થાને ભારે નુકશાન થયુ. કોરોના સામે રક્ષણ માટે નિયમો અને રસીકરણનો સહારો લઈને આપણે આ મહામારી બહાર આવવામાં અમુક અંશે સફર થયા છે પણ હવે દેશમાં કોરોનાની નવી લહેર આવવાના ભણકારા વાગી રહ્યા છે. તહેવારોના સમયમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. વધી રહેલા કેસોની ગતિને અટકાવવા માટે કેરળ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી થઈ છે.

 

Published On - 8:16 pm, Tue, 1 November 22

Next Article