ગુજરાતના કોરોનાના નવા 420 કેસ, એક્ટિવ કેસનો આંક 2463 થયો

|

Jun 26, 2022 | 7:42 PM

ગુજરાતમાં 26 જુનના કોરોનાના નવા 420 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2463 થયા છે.તેમજ છેલ્લા 24 કલાકમાં કોરાનાથી 256 દર્દીઓ સાજા થયા છે.

ગુજરાતના કોરોનાના નવા 420 કેસ, એક્ટિવ કેસનો આંક 2463 થયો
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં (Gujarat) કોરોનાના(Corona) કેસના સતત વધારો થઇ રહ્યો છે. જેમાં રાજ્યમાં 26 જુનના કોરોનાના નવા 420 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2463 થયા છે. જ્યારે અમદાવાદમાં 156 , સુરતમાં 79 , વડોદરામાં 59 ,મહેસાણામાં 17, ગાંધીનગરમાં 14, સુરત જિલ્લામાં 13, કચ્છમાં 09, રાજકોટમાં 09, વલસાડમાં 09, આણંદમાં 07, નવસસારીમાં 06, અમદાવાદ જિલ્લામાં 05, ભરૂચમાં 05, ભાવનગરમાં 05, રાજકોટ જિલ્લામાં 04, વડોદરા જિલ્લામાં 04, જામનગરમાં 03, ખેડામાં 03, ગાંધીનગરમાં 02, જૂનાગઢમાં 02, મોરબીમાં 02, પંચમહાલમાં 02, પાટણમાં 02, પોરબંદરમાં 02 અને તાપીમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે  કોરોના રિકવરી રેટ 98. 91 ટકા થયો છે. તેમજ છેલ્લા 24 કલાકમાં કોરાનાથી 256 દર્દીઓ સાજા થયા છે.

રાજ્ય સરકારની ચિંતા પણ વધારો

જેના લીધે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. આ તરફ રાજ્યના આરોગ્ય પ્રધાન પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઇકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો

ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો જોઈએ. કોર્ટ રૂમમાં વકીલ, ફરિયાદી કે આરોપી સિવાયના લોકોએ હાજર રહેવાની જરૂર જ નથી. ગુજરાત સરકાર કોરોના નિયમોનો પાલન કરાવે છે ત્યારે લોકોએ પણ વધારે સાવચેતી રાખવાની જરૂર છે.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

અમદાવાદ બાદ સુરતમાં પણ  કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઇ રહયો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્ર્મણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે.  નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ,ઓપીડી અને સારવારના સાધનો સહીત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ  એક્ટિવ કરી દેવામાં આવી છે.

 

Next Article