દેશમાં પોકસો (Pocso) ને લગતા કેસ વધી રહ્યા છે. તેમજ કેસમાં ઝડપી નિકાલ નથી આવી રહ્યો. આ ચિંતાને દૂર કરવા માટે આજે ગાંધીનગર (Gandhinagar) ખાતે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જે કાર્યક્રમની શરૂઆત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi) એ કરી. હતી. ગાંધીનગર ખાતે પોકસો કેસને લઈને નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (NCPCR) દ્વારા ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીમાં કાર્યક્રમનું યોજન કરાયુ. જે કાર્યક્રમની શરૂઆત રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કરી હતી. જે કાર્યક્રમમાં વિવિધ રાજ્યના ફોરેન્સિક સાયન્સના તેમજ અન્ય સભ્યો હાજર રહ્યા. અને પોકસો કેસને લઈને ફરિયાદીને મદદરૂપ કેવી રીતે બનવું અને કેસનો ઝડપી નિકાલ કેવી રીતે લાવી શકાય તે અંગે ચર્ચા કરાઈ. જે કાર્યક્રમમાં ભારત સરકારના રાષ્ટ્રીય અધિકાર સંરક્ષણ આયોગ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ના પ્રમુખ પ્રિયંક કાનૂનગોએ દેશમાં 100 ટકા પોકસો કેસમાં 39 ટકા કેસમાં સજા થતી હોવાનું જણાવી તે રેશિયો ઓછો છે તેમ જણાવી અને ચિંતા વ્યક્ત કરી વધુ દોષિતને સજા થાય તે દિશામાં તેમનો પ્રયાસ હોવાનું જણાવ્યું.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો ‘ક્રાઈમ ઈન ઈન્ડિયા 2020’ રિપોર્ટ દર્શાવે છે. વિવિધ પાસાઓ પર ગંભીર હસ્તક્ષેપ. NCRBના આંકડા અનુસાર 2020 દરમિયાન POCSO એક્ટ હેઠળ કુલ 47221 કેસ નોંધાયા હતા આ કેસોમાંથી સૌથી વધુ 1496 કેસ આસામમાંથી નોંધાયા હતા, ત્યાર બાદ મેઘાલય (328), મિઝોરમ (105), ત્રિપુરા (143), સિક્કિમ (98), મણિપુર (75) અને અરુણાચલ પ્રદેશ (28) માં નોંધાયા. જે ચિંતાનો વિષય છે.
ત્યારે કાર્યક્રમમાં હાજર રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે દુઃખ વ્યક્ત કર્યું. તેમજ તાજેતરમાં ગુજરાત રાજ્યમાં કેટલાક કેસ ગંભીરતાથી લઈ કોર્ટે ઝડપી ચુકાદો આપ્યો તેનો કાર્યક્રમમાં ઉલ્લેખ કરીને પોલીસ અને ન્યાય તંત્રનો આભાર માન્યો. સાથે જ લોકોને આવા કેસમાં વધુ જાગૃત બનવા અપીલ કરી. તેમજ આવા કેસ રોકવા માટે રે સરકારે ફિલ્મ અને પોસ્ટર મારફતે જે પ્રયાસ હાથ ધર્યો અને તેનાથી કેસ ઓછા થયા તે સિસ્ટમ અન્ય રાજ્યમાં પણ પ્રયાસ કરાય તેવી અપીલ પણ કરી.
ગાંધીનગર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય ના ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટી અને ન્યાયમૂર્તિ તેમજ અન્ય 8 રાજ્યના ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીના સભ્યો અને સભ્યો હાજર રહ્યા હતા. જે તમામેં આ પ્રયાસ ને આવકર્યો હતો. કેમ કે તે લોકોનું પણ માનવું છે કે આવા કેસમાં દોષિતને બક્ષવામાં ન આવે અને દોષિતને ઝડપી અને કડક સજા મળી રહે. જેથી આવા ગુણ બનતા અટકે અને નિર્દોષ બાળકી કે યુવતીઓએ આવી ઘટનાઓનો ભોગ બનવું ન પડે અને સમાજમાં બાળકી. યુવતી અને મહિલાઓને જોવાનો નજરીયો બદલાય અને લોકો તેમને માન આપતા થાય. જેથી આવી ઘટના પણ અંકુશ આવી શકે.
સરકાર તરીકે અમારી જવાબદારી હોય છે કે પરિવાર ને ન્યાય અપાવવો. અલગ અલગ રાજ્યોના કાયદા જાણી તેનો આપણા રાજ્યમાં અમલ કરીએ તેવું આયોજન કરી શકાય. ન્યાયધીશ અને અધિકારીઓની આ બેઠકમાં અનેક મુદ્દા પર ચર્ચા થશે. બાળકોની સુરક્ષા સઘન કરવામાં આવી છે. બાળકો માટે ફાસ્ટ્રેટ કોર્ટને કારણે ઝડપી નિર્ણય લેવામાં આવ્યા છે. બાળકોના યૌન શોષણ પોકસો મામલે પણ કડક કાર્યવાહી થઈ રહી છે.