ગુજરાત કોરોનાના નવા 147 કેસ નોંધાયા,એક્ટિવ કેસની સંખ્યા 1210એ પહોંચી

|

Sep 16, 2022 | 8:26 PM

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમાં 16 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 147 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 1210 થયા છે.

ગુજરાત કોરોનાના નવા 147 કેસ નોંધાયા,એક્ટિવ કેસની સંખ્યા 1210એ પહોંચી
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમાં 16 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 147 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 1210 થયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.04 ટકા થયો છે. જ્યારે કોરોનાના આજે 169 દર્દીઓ સાજા થયા છે. જ્યારે આજે નવા નોંધાયેલા કોરોનાના કેસ પર નજર કરીએ તો સુરતમાં 46,(Surat)અમદાવાદમાં 32, વડોદરામાં 16, બનાસકાંઠામાં 10, નવસારીમાં 06, વડોદરામાં 05, વલસાડમાં 05, મહેસાણામાં 04, રાજકોટમાં 04, સાબરકાંઠામાં 04, ભરૂચમાં 02, ગાંધીનગરમાં 02, કચ્છમાં 02, સુરત જિલ્લામાં 02, જામનગર જિલ્લામાં 01, જામનગરમાં 01, ખેડામાં 01, પંચમહાલ 01, પોરબંદરમાં 01, રાજકોટમાં 01 અને તાપીમાં 01 કેસ નોંધાયો છે.

શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત

કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

નવરાત્રી અને અન્ય તહેવારોમાં સાચવજો

ગણેશ ઉત્સવનો તહેવાર પૂરો થતા હવે નવરાત્રીની તાડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ છે. તે બધા વચ્ચે નવરાત્રીના આયોજનમાં ભીડ જમા થઈ શકે છે. જેના કારણે કોરોના સંક્રમણમાં પણ વધારો થઈ શકે છે. તેથી તહેવારો દરમિયાન કોરોના નિયમોનું પાલન કરી, સાવચેત રહેવાની જરુર છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Published On - 8:10 pm, Fri, 16 September 22

Next Article