ગુજરાતમાં કોરોનાના નવા 128 કેસ નોંધાયા, એક વ્યકિતનું મૃત્યુ

|

Mar 03, 2022 | 8:01 PM

રાજયમાં એક્ટિવ કેસની સંખ્યા 1250 થઈ છે. જેમાં 12 લોકો વેન્ટિલેટર પર છે તેમજ 1238 લોકો સ્ટેબલ છે. તેમજ રાજયમાં કોરોનાના લીધે અત્યાર સુધી 10934 લોકોના મૃત્યુ થયા છે.

ગુજરાતમાં કોરોનાના નવા 128 કેસ નોંધાયા, એક વ્યકિતનું મૃત્યુ
Gujarat Corona Update (File Image)

Follow us on

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona)  નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 03 માર્ચના રોજ કોરોનાના નવા 128 કેસ નોંધાયા છે. તેમજ કોરોનાના લીધે એક વ્યકિતનું મૃત્યુ થયું છે.જેમાં અમદાવાદમાં (Ahmedabad) 52, વડોદરામાં 13, રાજકોટમાં 05, સુરતમાં 04, ગાંધીનગરમાં 08, ભાવનગરમા 02, જામનગરમાં 03 અને જૂનાગઢ જિલ્લામાં શૂન્ય કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજયમાં એક્ટિવ કેસની સંખ્યા 1250 થઈ છે. જેમાં 12 લોકો વેન્ટિલેટર પર છે તેમજ 1238 લોકો સ્ટેબલ છે. તેમજ રાજયમાં કોરોનાના લીધે અત્યાર સુધી 10934 લોકોના મૃત્યુ થયા છે.આ ઉપરાંત ડાંગમાં 09, તાપીમાં 06, બનાસકાંઠામાં 05, કચ્છમાં 04, આણંદમાં 03, ખેડામાં 03, દાહોદમાં 02, મહેસાણા 02, સુરેન્દ્રનગરમાં 02, અમરેલીમાં 01, દ્વારકામાં 01, નવસારી 01, પાટણમાં 01 અને વલસાડ 01 કેસ નોંધાયો છે. જયારે અન્ય જિલ્લાઓમાં કોરોનના શૂન્ય કેસ નોંધાયા છે.

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ

ઉલ્લેખનીય છે, રાજ્યમાં કોરોનાના કેસમાં રોજેરોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સોમવારે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે. રાજ્યમાં હવે લગ્ન પ્રસંગ અને સામાજીક પ્રસંગમાં લોકોની હાજરીની નિયત સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. સાથે ગૃહ વિભાગે લગાવેલા નિયંત્રણો દૂર કરી દીધા છે. એટલું જ નહીં આ નિયંત્રણો 31મી માર્ચ સુધી જાહેર અને સામાજીક તથા રાજકીય કાર્યક્રમમાં નિયત કરાયેલી સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. જાહેરસ્થળો પર માસ્ક અને સામાજિક અંતર ફરજીયાતનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ 2 માર્ચથી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજૂ કરી પ્રવેશ મેળવી શકશે.

વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી

જેમાં કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયર અન્વયે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનીટાઇઝેશન-વારંવાર હાથ ધોવાના નિયમો યથાવત રહેશે. તેમજ બંધ જગ્યાએ યોગ્ય વેન્ટીલેશન રાખવાનું રહેશે. જ્યારે સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ હવે તા. ર માર્ચ-ર૦ર૨ થી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજુ કરી પ્રવેશ મેળવી શકશે. વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી. તેમજ ભારત સરકાર દ્વારા જારી કરાયેલી કોવિડ સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો તા. ૩૧ માર્ચ ર૦રર સુધી રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ પણ વાંચો : Gandhinagar : ઉતર ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડાયરેકટર એસ.કે.રંધાવા ગેરરીતિના કેસમાં સસ્પેન્ડ

આ પણ વાંચો : RAJKOT : મહેન્દ્ર પટેલ આત્મહત્યા કેસમાં આરોપીઓને શોધવા પોલીસ કામે લાગી, આશ્રયસ્થાનો પર દરોડા કરાયા

 

 

Published On - 7:32 pm, Thu, 3 March 22

Next Article