AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujaratમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો, નવા 894 કેસ નોંધાયા,એક્ટીવ કેસ 5000ને પાર

ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવ્યો છે. જેમાં 20 જુલાઇના રોજ 894 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5000 ને પાર થઇ છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસ 5099 થયા છે.

Gujaratમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો, નવા 894 કેસ નોંધાયા,એક્ટીવ કેસ 5000ને પાર
Gujarat Corona Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 8:08 PM
Share

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona)  કેસમાં ફરી ઉછાળો આવ્યો છે. જેમાં 20 જુલાઇના રોજ 894 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5000 ને પાર થઇ છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસ 5099 થયા છે. અમદાવાદમાં(Ahmedabad)  295, વડોદરામાં 65, સુરતમાં 54, મહેસાણામાં 45, પાટણમાં 38, ગાંધીનગરમાં 31,રાજકોટમાં 31, કચ્છમાં 30, ગાંધીનગરમાં 31, રાજકોટમાં 31, કચ્છમાં 30, ગાંધીનગરમાં 27, સુરતમાં 24, દ્વારકામાં 23, ભાવનગરમાં 22, બનાસકાંઠામાં 21, વલસાડમાં 19, ભરૂચમાં 18, રાજકોટ જિલ્લામાં 18, વડોદરા જિલ્લામાં 16, આણંદમાં 15, મોરબીમાં 15, સાબરકાંઠામાં 15, પોરબંદરમાં 10, અમદાવાદ જિલ્લામાં 08,જામનગરમાં 07, ખેડામાં 07, નવસારીમાં 07, અમરેલીમાં 06, પંચમહાલમાં 05, અરવલ્લીમાં 04, સુરેન્દ્રનગરમાં 04, તાપીમાં 04, ભાવનગર જિલ્લામાં 03, ગીર સોમનાથમાં 03, દાહોદમાં 02 અને  જામનગરમાં 02 કેસ નોંધાયા છે.

કોરોનાના કેસ વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્રમણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ, ઓપીડી અને સારવારના સાધનો સહિત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ એક્ટિવ કરી દેવામાં આવી છે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">