ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો, નવા 742 કેસ નોંધાયા

|

Jul 13, 2022 | 7:58 PM

ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એક વાર ઉછાળો નોંધાયો છે. જેમાં 13 જુલાઇના રોજ નવા 742 કેસ નોંધાયો છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસ 4225એ પહોંચ્યા છે. જ્યારે અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ 254 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો, નવા 742 કેસ નોંધાયા
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona)  કેસમાં ફરી એક વાર ઉછાળો નોંધાયો છે. જેમાં 13 જુલાઇના રોજ નવા 742 કેસ નોંધાયો છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસ 4225એ પહોંચ્યા છે. જ્યારે અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ 254 કેસ નોંધાયા છે. જ્યારે  સુરત 75, મહેસાણા 63, વડોદરા 41, ભાવનગર 40, સુરત 32, ગાંધીનગર 23, વલસાડ 22, કચ્છ 19, પાટણ 19, ભાવનગર 13, રાજકોટ 13, જામનગર 12, રાજકોટ 11, દ્વારકા 09,નવસારી 09, અમરેલી 08, બનાસકાંઠા 08, સાબરકાંઠા 08, આણંદ 07, ભરૂચ 07, અમદાવાદ જિલ્લામાં 06, ખેડા 04, મોરબી 04, વડોદરા 04, અરવલ્લી 03, જૂનાગઢ 01, જૂનાગઢ જિલ્લામાં 01, પોરબંદર 01 અને  સુરેન્દ્રનગરમાં  01 કેસ નોંધાયો છે.

કેસ વધવાની સાથે રાજ્ય  સરકારની ચિંતામાં વધારો

કોરોનાના કેસ વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્રમણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ, ઓપીડી અને સારવારના સાધનો સહિત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ એક્ટિવ કરી દેવામાં આવી છે

Published On - 7:37 pm, Wed, 13 July 22

Next Article