Gandhinagar : ઉત્તર ગુજરાતના કદાવર નેતા ગોવા રબારીના કેસરિયા, પુત્ર સંજય રબારી પણ ભાજપમાં સામેલ, જૂઓ Video
ભાજપમાં (BJP) જોડાયા બાદ ગોવા રબારીએ ભાજપના નેતાઓની ભરપેટ પ્રશંસા કરી અને પાટીલને લોખંડી પુરૂષ ગણાવ્યા, તો પીએમ મોદીથી પ્રભાવિત થઇને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યાની વાત કરી.
Gandhinagar : કોંગ્રેસમાંથી (Congress) રાજીનામાનો દોર યથાવત છે અને ભાજપમાં (BJP જાણો ભરતી મેળો ચાલુ છે. શક્તિસિંહ ગોહિલનું નામ હજુ તો માંડ પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર થયુ છે ત્યાં જ ઉત્તર ગુજરાતના કદાવર નેતા અને રબારી સમાજનું મોટું માથું ગણાતા ગોવા રબારીએ કેસરિયા કર્યા છે. ગોવા રબારીએ કોંગ્રેસને રામરામ કરીને ભાજપનો ભગવો ધારણ કર્યો છે.
આ પણ વાંચો-Rathyatra 2023 : ભગવાન જગન્નાથ-બહેન સુભદ્રા- ભાઇ બલરામની નગરચર્યા વિશેની જાણો લોકવાયકાઓ
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં ગોવા રબારી અને તેમના પુત્ર સંજય રબારી ભાજપમાં જોડાયા છે અને ભાજપનો ખેસ ધારણ કર્યો છે. તો ગોવા રબારી સાથે થરાદ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ સહિત 4 કોર્પોરેટરો, તેમજ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. તો ડીસા શહેર પ્રમુખ તેમજ તાલુકા પ્રમુખે પણ કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો
2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે આ સૌથી મોટો ઝટકો કહી શકાય. ભાજપમાં જોડાયા બાદ ગોવા રબારીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસની સ્થિતિ કથળી રહી છે, જેના પગલે લોકસેવાના કામો સંતોષપુર્વક રીતે નથી થઇ શકતા. ભાજપમાં જોડાયા બાદ ગોવા રબારીએ ભાજપના નેતાઓની ભરપેટ પ્રશંસા કરી અને પાટીલને લોખંડી પુરૂષ ગણાવ્યા, તો પીએમ મોદીથી પ્રભાવિત થઇને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યાની વાત કરી.
કોણ છે ગોવા રબારી ?
ગોવા રબારી ઉત્તર ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સહકારી આગેવાન છે. તેઓ ડીસા અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય છે. તે છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તેઓ કોંગ્રેસમાંથી 7 વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા છે. ડીસા માર્કેટ યાર્ડ, ખેતી બેંક સહિત વિવિધ સહકારી વિભાગો સાથે તેઓ સંકળાયેલા છે. તેઓ રબારી સમાજ પર ખૂબ સારી પકડ ધરાવે છે. ગોવા રબારી મૂળ ડીસાના કુચાવાડા ગામના રહેવાસી છે. તેમણે કુચાવાડા ગામના સરપંચ તરીકે રાજકારણની શરૂઆત કરી હતી. તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
ગાંધીનગર સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો