Gujarat Election: ચૂંટણી પહેલા કોંગ્રેસીઓને શિસ્તમાં લાવવા કવાયત, સંગઠનમાં યોગ્ય જવાબદારી ન નિભાવનારા 30 તાલુકા પ્રમુખને બદલી નખાયા

|

Aug 05, 2022 | 10:49 AM

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) પહેલા કોંગ્રેસ સક્રિય બની છે. સંગઠનમાં યોગ્ય જવાબદારી ન નિભાવનાર 30 તાલુકા પ્રમુખોને કોંગ્રેસે (Congress) બદલી દીધા છે. તો 4 જિલ્લા પ્રમુખો પણ શીર્ષ નેતૃત્વની રડારમાં છે.

Gujarat Election: ચૂંટણી પહેલા કોંગ્રેસીઓને શિસ્તમાં લાવવા કવાયત, સંગઠનમાં યોગ્ય જવાબદારી ન નિભાવનારા 30 તાલુકા પ્રમુખને બદલી નખાયા
વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ એક્શનમાં

Follow us on

વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election ) લઇને હવે બધી રાજકીય (Political ) પાર્ટીઓ હવે જોડતોડની નીતિમાં લાગી હોય તેવું છેલ્લા કેટલાક સમયથી જોઈ શકાય છે. સાથે જ દરેક પક્ષ પોતાનું પલ્લું મજબૂત કરવા માટે તનતોડ મહેનત કરી રહી છે. જેથી હાલ ગુજરાતમાં રાજકારણ ગરમાયેલુ છે. કોંગ્રેસે (Congress) હવે વિધાનસભા ચૂંટણીને લઇને તૈયારીઓ તેજ કરી છે. ગુજરાત કોંગ્રેસે સંગઠનમાં યોગ્ય જવાબદારી ન નિભાવનાર સામે કાર્યવાહી શરુ કરી છે. સાથે જ કોંગ્રેસે 30 જેટલા તાલુકા પ્રમુખને પણ બદલ્યા છે. બીજી તરફ કોંગ્રેસમાંથી નેતાઓએ પક્ષ પલટા કરવા મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ કહ્યું છે કે, પક્ષ પલટો ગુજરાતમાં નવી વાત નથી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સક્રિય બની છે. સંગઠનમાં યોગ્ય જવાબદારી ન નિભાવનાર 30 તાલુકા પ્રમુખોને કોંગ્રેસે બદલી દીધા છે. તો 4 જિલ્લા પ્રમુખો પણ શીર્ષ નેતૃત્વની રડારમાં છે. ગુજરાત કોંગ્રેસ હોદ્દેદારોની સક્રિયતાને લઈને સજાગ થઈ ગઇ છે. સંગઠનમાં યોગ્ય જવાબદારી ન નિભાવનાર સામે કોંગ્રેસે તવાઇ બોલાવી છે અને 30 જેટલા તાલુકા પ્રમુખને કોંગ્રેસે બદલ્યા છે. પ્રદેશ હોદ્દેદારોની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તો 4 જિલ્લા પ્રમુખ પણ શીર્ષ નેતૃત્વની રડારમાં છે. નિષ્ક્રિય 15 પ્રદેશ હોદ્દેદારો પણ પડતા મુકાય એવી શક્યતાઓ છે. પ્રદેશ કોંગ્રેસમાં નિષ્ક્રિય રહેનારા સામે પ્રમુખ કડક પગલાં ભરાશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

બીજી તરફ એક તરફ કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે..બીજી તરફ દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડીને જઈ રહ્યા છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ કહ્યું છે કે, પક્ષ પલટો ગુજરાતમાં નવી વાત નથી. તકલીફના સમયમાં પાર્ટી છોડવી યોગ્ય નહીં. કોંગ્રેસ મજબૂત થઈ લડશે. પાર્ટી છોડવું જે-તે નેતાના વ્યક્તિગત એજન્ડાનો ભાગ છે. કોંગ્રેસ છોડી જનાર નેતાઓને ભૂતકાળમાં ખૂબ આપ્યું છે..અત્યારે ઋણ અદા કરવાનો સમય છે. તો ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું, જે નેતાઓ ભાજપમાં સામેલ થઈ રહ્યા છે તેને લઈને ભાજપમાં જ અસંતોષ વધશે. મહત્વનું છે કે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાતના ઓબ્ઝર્વર ટી.એસ. સિંહ દેવ અને મિલિંદ દેવરાની હાજરીમાં મહત્વની બેઠક મળી હતી. જેમાં ઝોન નિરીક્ષકો અને લોકસભા નિરીક્ષકો સાથે ચર્ચા કરી ચૂંટણી વ્યૂહરચના બનાવવામાં આવી હતી. બંને નેતાઓ નિરીક્ષકો પાસેથી માહિતી મેળવી વિધાનસભા બેઠક દીઠ રિપોર્ટ કરશે. ત્યારબાદ 10થી 15 ઓગસ્ટ વચ્ચે ફરી એકવાર મહત્વની બેઠક મળશે. આગામી સમયમાં રાહુલ ગાંધી , પ્રિયકા ગાંધી સહિત નેતાઓ ગુજરાત પ્રવાસ કરશે.

Next Article