ગુજરાતના સીએમ 3 જાન્યુઆરીએ કરાવશે બાળકોના રાજ્યવ્યાપી રસીકરણનો પ્રારંભ, જાણો વિગતે

|

Jan 02, 2022 | 10:32 PM

સીએમ ભૂપેન્દ્ર પટેલ સોમવારે સવારે 7.30 કલાકે આ હાઈસ્કૂલમાં પહોંચીને 15 થી 18 વર્ષના બાળકો ને કોરોના સામે સુરક્ષા કવચ રૂપી વેક્સીનેશન ડ્રાઇવની રાજ્યમાં શરૂઆત થવાની કામગીરીનું નિરીક્ષણ કરશે.

ગુજરાતના સીએમ 3 જાન્યુઆરીએ કરાવશે બાળકોના રાજ્યવ્યાપી રસીકરણનો પ્રારંભ, જાણો વિગતે
Gujarat Children Vaccination (File Photo)

Follow us on

ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)સોમવારે 3 જાન્યુઆરી થી 15 થી 18 વર્ષના બાળકો માટે શરુ થઈ રહેલા બાળકોના કોરોના વેક્સીનેશન(Children Vaccination) અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગર (Gandhinagar)નજીકના કોબા ની જી.ડી. એમ કોબાવાલા હાઇસ્કુલ થી કરાવશે.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સોમવારે સવારે 7.30 કલાકે આ હાઈસ્કૂલમાં પહોંચીને 15 થી 18 વર્ષના બાળકો ને કોરોના સામે સુરક્ષા કવચ રૂપી વેક્સીનેશન ડ્રાઇવની રાજ્યમાં શરૂઆત થવાની કામગીરીનું નિરીક્ષણ કરશે.

જેમાં સમગ્ર રાજ્યમાં અંદાજે 35 લાખ થી વધુ બાળકોને આ રસીકરણ નો લાભ આપવા રાજ્યના આરોગ્ય વિભાગે પૂરતી તૈયારીઓ કરી છે. મુખ્યમંત્રી સોમવારે  ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારની કોબા ની હાઇસ્કુલ થી રસીકરણ અભિયાન નો પ્રારંભ કરાવશે.ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ 93 જેટલી શાળાઓના અંદાજે 20 હજાર બાળકો ને આ રસીકરણ માં આવરી લેવા આરોગ્ય કર્મીઓની 50 ટીમ કાર્યરત રહેવાની છે

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

3 જાન્યુઆરીથી શરુ થઇ રહેલા આ રસીકરણ અભિયાનમાં પ્રથમ દિવસે જ ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારની 13 શાળાઓના પાંચ હજાર બાળકોને વેક્સિન ડોઝ આપવાનું મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગનું આયોજન છે.

રાજ્યમાં 3થી 9 જાન્યુઆરી સુધી ખાસ મેગા ડ્રાઈવના ભાગરૂપે 15-18 વર્ષના બાળકો અને યુવાનોને કોવિડ-19ને કોરોના વેક્સિન અપાશે. રાજ્યમાં કુલ આશરે 35 લાખ બાળકોને રસી આપવામાં આવશે. આ અભિયાન અંતર્ગત અમદાવાદના જ અઢી લાખ જેટલા બાળકોને વેક્સિન આપવામાં આવશે.

રસીકરણ માટે અલગ-અલગ સેશન

3 જાન્યુઆરીથી શાળા અને અન્ય સ્થળે જ્યાં આ વય જૂથના લાભાર્થીના રસીકરણ માટે અલગ-અલગ સેશન ગોઠવાશે. શાળાઓ, આઈટીઆઈ કે શાળાએ ન જતા બાળકોને પણ આવરી લેવાશે. ઉપરાંત દિવ્યાંગ સંસ્થાઓ, અનાથાશ્રમો તથા માનસિક રીતે અસ્વસ્થ હોય તેવા બાળકોને સાચવતી સંસ્થાઓને પણ આવરી લેવાશે.

શાળામાં પણ વિદ્યાર્થીનું રસીકરણ

શાળામાંથી વેક્સિન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓનું શાળામાં જ રજીસ્ટ્રેશન કરાશે અને રસી અપાશે. આ માટે સ્કૂલના 3-4 રૂમનો ઉપયોગ કરાશે. જેમાં એક રૂમમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા રહેશે. બીજા રૂમમાં વેક્સિન અપાશે અને અન્ય રૂમમાં વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.

આ ઉપરાંત જે વાલી વેકસિનેશન સેન્ટરમાં બાળકોને  વેક્સિન અપાવવા માંગશે તો પણ  તેમને વેક્સિન આપવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના કેસો વધતા પ્રતિબંધોની શરૂઆત, હેર સલૂન-બ્યુટી પાર્લરને 50 ટકા ક્ષમતા સાથે ચલાવવા ગાઈડ લાઇન

આ પણ વાંચો : પાવાગઢ ખાતે પરિક્રમા યાત્રાનો પ્રારંભ, બે હજાર ભકતોએ ઓનલાઇન નોંધણી કરાવી

Published On - 10:17 pm, Sun, 2 January 22

Next Article