ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ઘરના ઘર અંગે આપ્યું આ નિવેદન

| Edited By: | Updated on: Oct 25, 2021 | 5:56 PM

નરેન્દ્રભાઈએ અત્યારે સ્કીમ કાઢી છે મકાન આપવાની જેમાં મકાન માટે ફોર્મ ભરવાનું એક વાર ના લાગે તો બીજી વાર ફોર્મ ભરવાનું. અમે મકાનો આપે રાખવાના છે ને તમારે લીધે રાખવાના છે. તમારું મકાન થઈ જવું જોઈએ.

ગુજરાતના(Gujarat)  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)  મહાત્મા મંદિર ખાતે શ્રમ રોજગાર વિભાગ આયોજિત નિમણૂક પત્રો અર્પણ કાર્યક્રમમાં કહ્યું હતું કે નરેન્દ્રભાઈએ અત્યારે સ્કીમ કાઢી છે મકાન(Housing Scheme) આપવાની જેમાં મકાન માટે ફોર્મ ભરવાનું એક વાર ના લાગે તો બીજી વાર ફોર્મ ભરવાનું. અમે મકાનો આપે રાખવાના છે ને તમારે લીધે રાખવાના છે. તમારું મકાન થઈ જવું જોઈએ. તેમજ ફરી મળતા રહીશું.

તેમણે વધુમાં જણાવ્યું કે જો કોઇ વિસ્તારને કે ગામને મોટી મુશ્કેલી પડતી હોય તો અમારી સુધી પહોંચાડજો તો હું અને મારી ટીમ તેને ઉકેલવાના તમામ પ્રયાસો કરીશું.

સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પર્યાવરણની જાળવણી આપણી સૌની  જવાબદારી છે. જો નળમાંથી એક ટીપું પાણી આખું વર્ષ પડતું રહે તો 37 હજાર લીટર પાણી વેડફાય  છે. તેમજ મહાવીર ભગવાનના સમયમાં પણ કહેવામાં આવ્યું છે કે પાણીને ધીની જેમ વાપરજો. અત્યારે આપણે 10 રૂપિયાની બોટલ લઈને નીકળી છીએ તે સારી વાત છે પરંતુ તેને બચાવવાની વાત મગજમાં આવતી નથી. તમે જે વસ્તુ બચાવવાનો વિચાર કરશો તે દેશની ભલાઇ માટે છે .

સીએમ ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે, કોરોનાએ આપણને પ્રાણવાયુનું મહત્વ સમજાવી દીધું છે અને લોકો વધુને વધુ વૃક્ષો પોતાના વિસ્તારોમાં, ઘરના આંગણમાં વાવતા થયા છે. હવે, આ ઇલેકટ્રીક વ્હીકલના ઉપયોગથી પણ કાર્બન ઉત્સર્જન અટકાવી પર્યાવરણ રક્ષા પણ કરી શકાશે.

આ પણ વાંચો : હું પણ તમારી જેમ સાંભળી સાંભળીને આજે અહિયાં પહોંચ્યો : સીએમ ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચો: ભુજમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, પાકિસ્તાનને માહિતી મોકલનારા BSFના કોન્સ્ટેબલની અટકાયત

Published on: Oct 25, 2021 05:49 PM