Gujarat Assembly Session Highlights: વિધાનસભામાં પાર તાપી નર્મદા રિવર લીક યોજના મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ સામસામે

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 8:05 PM

Gujarat Assembly 2022 Session Highlights: વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં જ પાર તાપી નર્મદા રિવર લીક યોજના રદ કરવા અંગેની જાણકારી સરકારના મંત્રી અને ધારાસભ્ય દ્વારા આપવામાં આવી હતી. જોકે આ મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયાં હતા. અને આ યોજના એક બીજાના નામે ચડાવવાની કોશિશ કરાઈ હતી.

Gujarat Assembly Session Highlights: વિધાનસભામાં પાર તાપી નર્મદા રિવર લીક યોજના મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ સામસામે
Gujarat Assembly Session

Gujarat Assembly Session Highlights: વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં જ પાર તાપી નર્મદા રિવર લીક યોજના રદ કરવા અંગેની જાણકારી સરકારના મંત્રી અને ધારાસભ્ય દ્વારા આપવામાં આવી હતી. જોકે આ મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયાં હતા. અને આ યોજના એક બીજાના નામે ચડાવવાની કોશિશ કરાઈ હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 Mar 2022 08:03 PM (IST)

    Gujarat Assembly Session Live: નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે 10 એપ્રિલ સુધી વીજળીની સમસ્યાનો અંત આવશે

    Gujarat Assembly Session Live: વીજળી મુદ્દે નાણા મંત્રી કનું ભાઈ દેસાઈએ કહ્યું કે આ ટેમ્પરરી ફેજ હતો. હવે રાજ્યભારના ખેડૂતોને વીજળી પહોંચાડી દેવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં જ્યારે યુકેન અને રશિયાના યુદ્ધને પગલે અસર થઈ રહી છે અને વીજ ઉદ્દપદન ઓછું થયું છે ત્યારે ગુજરાતને સમગ્ર દેશમાં ઓછું નુકશાન થયું છે. વીજ પાવર વધુ હોવાથી 6 કલાક વીજળી આપી હતી. જે ઉધોગો પોતાનો પાવર પ્લાન્ટ ધરાવે છે અને વીજળી કંપની પાસે વીજળી લે છે તેમને નોટિસ આપીશું. ધોલેરા વીજ પ્લાન્ટથી પણ વીજળી મળી રહી છે. સરકારે ઘણી બધી વ્યવસ્થા કરી છે. 10 એપ્રિલ સુધી વીજળીની સમસ્યાનો અંત આવશે. કિસાન સંઘ સાથે પણ વીજળી અંગે ચર્ચા કરવામાં આવશે.

  • 29 Mar 2022 07:58 PM (IST)

    Gujarat Assembly Session Live: ઉધોગોને આપવા વીજળી છે. ખેડૂતોને 8 કલક આપવા નથીઃ શૈલેષ પરમાર

    Gujarat Assembly Session Live: શૈલેષ પરમારે વીજણી મુદ્દે કહ્યું કે રાજ્યના ખેડૂતો ફક્ત 8 કલાક માટે વીજળી માંગે છે. રાજ્ય સરકારનો દાવો સર પલ્સ વીજળી છે. સરકાર પાસે 22 હજાર મેગા વોટ સર પલ્સ વીજળી હતી. જે ખેડૂતોની જગ્યાએ ઉધોગોને આપી. ઉધોગોને બાદ કરો તો બધાને પૂરતી વીજળી મળે. 40 હજાર જેટલી સર પલ્સ વીજળી સરકાર પાસે વધે છે. 2022 સુધી ઉધોગો અને ઉધોગપતિઓ બેનેફિટ થાય તે માટે રાજ્ય સરકારે ખરીદેલી છે. વીજળી ખરીદવાનો સૌથી વધુ બેનિફિટ ઉધોગપતિને થાય છે. ઉધોગોને આપવા વીજળી છે. ખેડૂતોને 8 કલાક આપવા નથી.

  • 29 Mar 2022 07:50 PM (IST)

    Gujarat Assembly Session Live: તળાજાના ધારાસભ્ય કનું બારૈયાએ વીજળી મુદ્દે આકરા પ્રહારો કર્યા

    Gujarat Assembly Session Live: આજે વિધાનસભામાં ગૃહમાં કૃષિ અંગે ની માગણીઓ પરની ચર્ચા દરમિયાન તળાજાના ધારાસભ્ય કનું બારૈયાએ કહ્યું કે કરોડોની રકમની વાતો કરવામાં આવે છે, પણ સાહેબ રોજના 200થી વધારે વીજળી માટેના કોલ આવે છે. 15 મિનિટ લાઈટ આવે બે કલાક જતી રહે છે. તમામ જીઇબીના અધિકારીઓને અનુભવ કરવો જોઈએ. શિયાળાની ઠંડી હોય રાત્રે 2 વાગ્યે અમારો ખેડૂત વિછ સાપ ની વચ્ચે લાઈટ માટે વાત જુએ છે, પણ વીજળી આવતી નથી. રજુઆત કરીયે તો કહેવામાં આવે છે કે લોડ સેટિંગ માટે થઈને ઉપરથી બંધ છે. તળાજામાં અમારે વારંવાર લાઈટોના પ્રશ્નો ઉભા થાય છે. જેના માટે મેં વારંવાર રજુઆત કરી પણ કોી નિરાકણણ થયું નથી.

    તેમણે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને રજુઆત કરી કે વર્ષે ખેડૂતોને 6000 કરોડનું પેકેજ આપી ખુશ કરવાની વાત કરો છો પણ દરેક ખેડૂત માટેના ખેતીના ઓજારો હોય કે રાસાયણિક ખતરો હોય, એના પર 12થી 18 ટકા ટેક્સ લે છે. ખેડૂત ડીઝલ વાપરતો હોય તો સબસીડી આપવી જોઈએ. ટ્રેક્ટરને બળદ ગડાનો દરજ્જો આપવો જોઈએ. ખેડૂતોને 6 હજારનું પેકજ ન આપશો તો ચાલશે. દરેક ખેડૂત ટેક્સ વર્ષે 50 હજારથી 1 લાખ સુધી ભરે છે. 1 લાખ રૂપિયાનો ટેક્સ લઈ સરકાર મશ્કરી કરવાનું બંધ કરે. અત્યારે કપાસ ઉપર પણ 5 ટકા ટેક્સ લેવાનું ચાલુ કર્યું છે.

  • 29 Mar 2022 07:15 PM (IST)

    Gujarat Assembly Session Live: રાજ્યમાં ઉધોગોને 500 મેગાવોટ વીજ કાપ મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે

    Gujarat Assembly Session Live: વિધાનસભા ગૃહમાં વિધાનસભાના પક્ષના નેતા સુખરામ રાઠવા દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું નાણાં મંત્રી કનુભાઇ દેસાઇએ હતું કે રાજ્યમાં ઉધોગોને 500 મેગાવોટ વીજ કાપ મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે રાજ્યમાં બાકી રહેલા વીજ કનેક્શનો આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન સપ્ટેમ્બર માસ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

  • 29 Mar 2022 07:12 PM (IST)

    Gujarat Assembly Session Live: ખેડૂતો માટે બધા ઝોનમાં 8 કલાક વીજળી પહોંચી ગઈ હોવાનો ઉર્જા મંત્રીનો વિધાનસભા ગૃહમાં દાવો

    Gujarat Assembly Session Live: વિધાનસભા ગૃહમાં પુછાયેલા સવાલના જવાબમાં ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે આજે બધા ઝોનમાં 8 કલાક વીજળી પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે 2-5 દિવસ વીજળીની કટોકટી રહી હતી. આપણે ઓછું એસસી અને અન્ય વીજ ઉપકરણો વાપરીને એ વીજળી ખેડૂતોને આપવામાં સહયોગ કરી શકાય. આજે જ ગુજરાતને 2500 મેગાવોટ વિન્ડ પાવર મળ્યો હોવાનો દાવો કર્યો હતો.

  • 29 Mar 2022 06:15 PM (IST)

    Gujarat Assembly Session Live: ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1 અને 2 ની જગ્યાઓ મોટા પ્રમાણમાં ખાલી

    Gujarat Assembly Session Live: ગુજરાત શિક્ષણ સેવા વર્ગ ૧ ની ૪૯૨ જગ્યાઓ ખાલી જ્યારે વર્ગ ૨ ની ૧,૬૮૯ જગ્યાઓ ખાલી છે. કોંગ્રેસના ધારાસભ્યોના પ્રશ્ન પર સરકારનો રજુ કરેલા જવાબમાં આ મહિતી બહાર આવી છે.

  • 29 Mar 2022 04:21 PM (IST)

    Gujarat Assembly Session Live: શૈલેષ પરમારે સરકારને સવાલ કર્યો કે ગોડાઉનમાં 3 લાખ કિલો ઘાસ ઓછું પહોચ્યું. આ ઘાસ વચ્ચેથી ક્યાં ગયુ? કયા આખલા ચરી ગયા?

    Gujarat Assembly Session Live: વન વિભાગ આધારિત થતા ઘાસને લઈ ગૃહમાં શૈલેષ પરમારે સરકારને સવાલ કર્યો હતો કે 2021-22 ડિસેમ્બરની સ્થિતિએ 11.00 લાખ કિલો ઘાસ એકત્રિત કરાયુ છે. તો વર્ષ 2021-22 મા ડિસેમ્બરની સ્થિતિએ માત્ર 7.39 કિલો ઘાસ જ ગોડાઉનમાં પહોચ્યું. બાકીનું 3 લાખ કિલો ઘાસ વચ્ચેથી ક્યાં ગયુ? કયા આખલા ચરી ગયા?

    સરકાર વતી મંત્રી જગદીશ પંચાલે ગોળ ગોળ જવાબ આપ્યો કે ધારાસભ્ય રુબરુ સાથે આવે એટલુ જ ઘાસ તોલીને અપાશે.

  • 29 Mar 2022 04:09 PM (IST)

    Gujarat Assembly Session Live: ગીર વન વિસ્‍તાર માટે સરકારની ઉદાસિનતા, કેન્દ્ર સરકારે બજેટમાં ફાળવણી જ ન કરી, રાજ્ય સરકારે પણ ઘટાડી દીધી

    Gujarat Assembly Session Live: વિધાનસભામાં સરકારે રજૂ કરેલા જવાબમાં ગીર વન વિસ્‍તાર માટે સરકારની ઉદાસિનતા જેવા મળી છે. ગીર વન વિસ્‍તાર માટે કેન્‍દ્ર સરકારે સને ૨૦૨૦મા રૂ.૭૪૪.૪૮ લાખની ફાળવણી કરી હતી જ્યારે સને ૨૦૨૧માં એકપણ રૂપિયાની ફાળવણી કરેલ નથી. ગીર વન વિસ્‍તાર માટે રાજ્ય સરકારે સને ૨૦૨૦માં રૂ.૪૩૫૩.૩૬ લાખની ફાળવણી કરી હતી તેની સામે સને ૨૦૨૧માં ઘટાડો કરીને રૂ.૩૨૫૦.૧૧ લાખની ફાળવણી જ કરવામાં આવેલ છે.

  • 29 Mar 2022 04:05 PM (IST)

    Gujarat Assembly Session Live: વિધાનસભામાં સરકારે કબુલ્યું કે બે વર્ષમાં રેડીયોકોલર પહેરાવેલ 7 સિંહોના મૃત્‍યુ થયાં

    Gujarat Assembly Session Live: વિધાનસભામાં સરકારે માહિતી રજૂ કરી હતી કે રાજ્યમાં ૧૧૨ સિંહોને રેડીયોકોલર પહેરાવવામાં આવેલ છે, બે વર્ષમાં રેડીયોકોલર પહેરાવેલ ૭ સિંહોના મૃત્‍યુ થયાં છે. આ ઉપરાંત ગીરસોમનાથ અને જૂનાગઢ જીલ્‍લામાં બે વર્ષમાં દીપડા દ્વારા માણસ ઉપર ૮૫ હુમલાઓના બનાવો બન્‍યા, તેમાં ૯ વ્‍યક્તિઓના મૃત્‍યુ થયા અને ૭૯ વ્‍યક્તિઓ ઘાયલ થયા છે.

  • 29 Mar 2022 04:02 PM (IST)

    Gujarat Assembly Session Live: રાજ્યમાં 16 સરકારી ઈજનેરી કોલેજોમાં વર્ગ-૧ની ભરાયેલ 234 જગ્યાઓ સામે 300 જગ્‍યાઓ ખાલી

    Gujarat Assembly Session Live: રાજ્યમાં ૩૧ સરકારી પોલીટેકનિક કોલેજો આવેલી છે. વર્ગ-૧ની ભરાયેલ ૯૫ જગ્યાઓ સામે ૭૯ જગ્‍યાઓ ખાલી છે. વર્ગ-૩ની ૩૭૭ ભરાયેલ સામે ૬૯૦ જગ્‍યાઓ ખાલી છે અને વર્ગ-૪ની ૧૪૦ ભરાયેલ સામે ૩૮૫ જગ્‍યાઓ ખાલી છે. રાજ્યમાં ૧૬ સરકારી ઈજનેરી કોલેજો આવેલી છે. વર્ગ-૧ની ભરાયેલ ૨૩૪ સામે ૩૦૦ જગ્‍યાઓ ખાલી છે. વર્ગ-૩ની ૧૯૦ ભરાયેલ ૨૯૮ જગ્‍યાઓ ખાલી છે અને વર્ગ-૪ની ૮૬ ભરાયેલ સામે ૧૭૯ જગ્‍યાઓ ખાલી છે.

  • 29 Mar 2022 03:58 PM (IST)

    Gujarat Assembly Session Live: રાજ્ય સરકાર સરકારી શિક્ષણના બદલે ખાનગીમાં મોંઘું શિક્ષણ બાળકોને મળે અને ગરીબ વાલીઓને લાખો રૂપિયાની ફી ભરવી પડે તેવી નીતિઃ વિપક્ષ

    Gujarat Assembly Session Live: વિધાનસભામાં વિપક્ષે સરકારની નીતિઓની આકરી ટીકા કરી હતી. વિપક્ષે કહ્યું કે રાજ્ય સરકાર સરકારી શિક્ષણના બદલે ખાનગીમાં મોંઘું શિક્ષણ બાળકોને મળે અને ગરીબ વાલીઓને લાખો રૂપિયાની ફી ભરવી પડે તેવી નીતિ છે. સરકારની આ નીતિથી બાળકોને શિક્ષણથી વંચિત રહેવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ રાજ્ય સરકાર કરી રહી છે. રાજ્યમાં ૩૦,૬૭૪ સરકારી, ૫૫૮ ગ્રાન્ટેડ અને ૧૦,૮૭૯ ખાનગી પ્રાથમિક શાળાઓ આવેલી છે. બે વર્ષના કોરોના કાળમાં પણ રાજ્યમાં ૩૯૯ ખાનગી પ્રાથમિક શાળાઓને મંજુરી આપવામાં આવી છે. જ્યારે કોરોનાકાળમાં માત્ર ૧૯ સરકારી પ્રાથમિક શાળાઓને મંજૂરી અપાઈ છે. ગ્રાન્ટેડ એક પણ નવી પ્રાથમિક શાળાને મંજુરી આપવામાં આવી નથી.

  • 29 Mar 2022 02:36 PM (IST)

    Gujarat Assembly Session Live: ખેડૂતોને પોષણક્ષમ ભાવ અંગેના નિવેદન મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો

    Gujarat Assembly Session Live: વિધાનસભામાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મુદ્દે નિવેદન આપી રહ્યા હતા ત્યારે તેમના નિવેદનથી કોંગ્રેસના ધારાસભ્યો નારાજ થયા હતા અને હોબાળો મચાવ્યો હતો.

  • 29 Mar 2022 02:33 PM (IST)

    Gujarat Assembly Session Live: રાજ્યમાં નવા નવ સ્પોર્ટ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવશેઃ યુવા-સંસ્કૃતિક મંત્રી

    Gujarat Assembly Session Live: યુવા-સંસ્કૃતિક મંત્રીએ પણ રમતો વિશે વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું કે રાજ્યમાં નવા નવ સ્પોર્ટ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવશે. હાલ રાજ્યમાં 19 જેટલા સ્પોર્ટ કોમ્પ્લેક્સ કાર્યરત છે.

  • 29 Mar 2022 02:30 PM (IST)

    Gujarat Assembly Session Live: 2024ના ઓલંમ્પિકના ટાર્ગેટ સાથે રમતવીરો તૈયાર કરવામાં આવી રહ્યા છેઃ ગૃહમંત્રી

    Gujarat Assembly Session Live: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં નિવેદન આપ્યું હતું કે આવનારા દિવસોમાં 2024 ઓલિમ્પિકમાં ગુજરાતના વધુમાં વધુ ખેલાડીઓ જાય તેવી અમારી તૈયારીઓ છે. હાલ અલગ અલગ ક્ષેત્રના 100 જેટલા ખેલાડીઓને આપણે 2024 ઓલિમ્પિક માટે તૈયાર કરી રહ્યા છીએ.

  • 29 Mar 2022 12:52 PM (IST)

    Gujarat Assembly Session Live: આદિવાસી સમાજ પાણી માટે વલખા મારે ત્યારે વિરોધ કરવો યોગ્ય નથીઃ મંત્રી નરેશ પટેલ

    Gujarat Assembly Session Live: મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે આક્ષેપ કરવો એ એમનો વિષય છે, હું ડાંગ જિલ્લાનો પ્રભારી મંત્રી પણ છું. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના દ્વારા કૂવાઓ બનવાના છે અને એનો લાભ કેટલાક ખેડૂતો લઈ પણ રહ્યા છે. વૃક્ષો કપાય નહીં, એવામાં સોલાર પમ્પની વ્યવસ્થા કરીને કૂવાઓ બનાવવાનું કામ થયું છે. જ્યાં પાણી મળે ત્યાં ખોદવાનું કામ બંધ કરવા માટેની જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે. આદિવાસી સમાજ પાણી માટે વલખા મારે ત્યારે વિરોધ કરવો યોગ્ય નથી અને ક્યાં મોઢે આવી વાત કરે છે. ચેકડેમ પણ ત્યાં બનાવીશું જ્યાં આદિવાસીઓ સહમત હશે. કુવા બાબતનો જે વિરોધ કરે છે એ ખોટી વાત છે. ભૂતકાળમાં કોંગ્રેસના સમયમાં ડેમો બનાવ્યા ત્યારે તમે શ્વેતપત્ર બહાર પાડેલું હતું ? આવનારા સમયમાં સામસામે આવી જાઓ, લડી લઈશું.

  • 29 Mar 2022 12:33 PM (IST)

    Gujarat Assembly Session Live: ભાજપ સરકાર આદિવાસીઓના હૃદય સુધી પહોંચ્યું છે. અમારે માનવતાની વિકાસની રાજનીતિ કરવી છે: કુબેર ભાઈ ડીંડોર

    Gujarat Assembly Session Live: મંત્રી કુબેર ભાઈ ડીંડોરે જણાવ્યું કે ચૂંટણીઓ આવતા અલગ અલગ મુદાથી આદિવાસીઓને ભ્રમિત કરવાના મુદા ઉપસ્થિત થતા હોય છે. ગઈકાલે અમારા નેતાઓ એ દિલ્હી રજુઆત કરી હતી હવે આ મુદ્દો પૂરો થયો છે. કોંગ્રેસના સમયમાં અમારા વિસ્તારમાં ડેમો બન્યા છે. પણ અસરગ્રસ્તને માત્ર 2 હજાર જેટલું વળતર આપ્યું છે. પંચમહાલ, અને દાહોદમાં હડફ, કબૂતરી, અદલ વાડા ડેમમાં સંપાદન થયેલ જમીન અસરગ્રસ્તોને 1979ની સાલમાં 800 ઉપરાંત ખેડૂતોની જમીન ડૂબાણમાં ગઈ હતી. 1980ના રિઝર્વ ફોરેસ્ટનો કાયદો આવવાથી 40 વર્ષનો પુનઃવસવાતનો પ્રશ્ન અમારી સરકારે ઉકેલયો છે. 40 /50 વર્ષ પછી અમે લોકોને જમીન અપાવી છે. ભૂતકાળમાં એક એકરનું 200 રૂપિયા જેટલું વળતર કોંગ્રેસે આપ્યું છે. કોંગ્રેસના લોકો બીજા મુદ્દાઓ નથી લેતા. ભાજપ સરકાર આદિવાસીઓના હૃદય સુધી પહોચ્યું છે. અમારે માનવતાની વિકાસની રાજનીતિ કરવી છે. અમારો સમાજ જાગૃત થયો છે.

  • 29 Mar 2022 12:27 PM (IST)

    Gujarat Assembly Session Live: ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસના લોકો આ મુદ્દો લાવે છે, આદિવાસી સમાજ કોંગ્રેસની વાતમાં ના આવે એવી મારી અપીલ છેઃ ધારાસભ્ય વિજય પટેલ

    Gujarat Assembly Session Live: ડાંગના ધારાસભ્ય વિજય પટેલે પાર તાપી નર્મદા લિંક મુદે નિવેદન આપ્યું હતું કે પાર તાપી નર્મદ લિંક બાબતે અમારા વિસ્તારમાં ચર્ચા ચાલે છે. ગઈ કાલે અમારા નેતાઓ અમિતભાઇ અને નાણાં મંત્રીને મળ્યા હતા અને ચર્ચા કરી છે. તેમણે ખાત્રી આપી છે કે આદિવાસી સમાજની લાગણી ધ્યાનમાં રાખીને આ યોજના બંધ રાખવામાં આવશે. જ્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસના લોકો આ મુદ્દો લાવે છે. મોદી સાહેબે અમને પહેલા પણ ખાતરી આપી હતી કે આદિવાસીને નુકસાન થાય તેવી કોઈ યોજના બનાવીશું નહી. ગઈકાલે આ યોજના બંધ રાખવાની કેન્દ્રના નેતાઓ દ્વારા ખાતરી આપાઈ છે. આવી કોઈ યોજના હવે બનવાની નથી. ડાંગમાં 2500 કુવા બનાવવાની યોજનાથી આદિવાસી સમાજને ફાયદો થવાનો છે. આદિવાસી સમાજ કોંગ્રેસની વાતમાં ના આવે એવી મારી અપીલ છે.

  • 29 Mar 2022 12:22 PM (IST)

    Gujarat Assembly Session Live: કોંગ્રેસ પાસે ખેડૂતો અંગે કાઈ બોલવાનો અધિકાર નથી, ભૂતકાળમાં કોંગ્રેસની સરકારે ખેડૂતો પર ગોળીબાર કર્યા હતાઃ શશીકાંત પડ્યા

    Gujarat Assembly Session Live: શશીકાંત પડ્યાએ ગૃહમાં નિવેદન આપ્યું હતું કે ખેડૂતો અંગે કોંગ્રેસ પાસે કાઈ બોલવાનો અધિકાર નથી ભૂતકાળમાં કોંગ્રેસની સરકારે ખેડૂતો પર ગોળીબાર કર્યા હતા.

  • 29 Mar 2022 12:20 PM (IST)

    Gujarat Assembly Session Live: પાર તાપી નર્મદા યોજના મુદ્દે સિંચાઈ મંત્રી ઋષિકેશ પટેલને દ્વારા ખુલાસો કરવાની ફરજ પડી

    Gujarat Assembly Session Live: પાર તાપી યોજનાના મુદ્દે વિધાનસભામાં વિવાદ થયો હતો. કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યોએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે સિંચાઈ મંત્રી ઋષિકેશ પટેલને દ્વારા ખુલાસો કરવાની ફરજ પડી હતા. તેમણે કે દિલ્હીમાં ગઈકાલે જ કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહ અને નાણા મંત્રી નિર્મલા સીતારમણ ની હાજરીમાં ચર્ચા-વિચારણા કરીને આ યોજનાનો અમલ નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. ભાજપ સરકારે પહેલેથી જ માહિતી આપી હતી કે આદિવાસીની એક પણ ઈંચ જમીન જવા નહીં દેવામાં આવે.

  • 29 Mar 2022 12:16 PM (IST)

    Gujarat Assembly Session Live: વિધાનસભા અયોગ્ય શબ્દોનો ઉપયોગ ન કરવા અધ્યક્ષે તાકિદ કરી હતી

    Gujarat Assembly Session Live: વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે નિવેદન આપ્યું કે ભ્રષ્ટાચાર કરો.. ભ્રષ્ટાચાર થાય છે.. પણ પ્રધાનમંત્રીના નામે યોજના હોય…

    તરત જ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી વાંધો ઉઠાવ્યો હતો. ત્રિવેદીએ કહ્યુ કે શું તમે કોંગ્રેસ વતી આ નિવેદન આપ્યું છે?

    વિધાનસભા અધ્યક્ષએ આવા શબ્દો ન કહેવા તાકિદ કરી હતી.

  • 29 Mar 2022 12:13 PM (IST)

    Gujarat Assembly Session Live: ખેડૂતોની વીજળીમાં જ કાપ મૂકવામાં આવે છે. ઉદ્યોગો 98 ટકા વીજળી વાપરે છતાંય ત્યાં કોઈ કાપ મૂકવામાં આવતો નથીઃ કગથરા

    Gujarat Assembly Session Live: ખેડૂતોને ઓછી વીજળી મળવાનો મુદ્દો ફરી ગૃહમાં ગુજયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ ગૃહમાં કહ્યું કે સૌથી ઓછી વીજળી ખેડૂતો વાપરે છતાંય કાપ ખેડૂતોની વીજળીમાં જ મૂકવામાં આવે છે. ઉદ્યોગો 98 ટકા વીજળી વાપરે છતાંય ત્યાં કોઈ કાપ મૂકવામાં આવતો નથી.

  • 29 Mar 2022 12:10 PM (IST)

    Gujarat Assembly Session Live: આદિજાતિ મંત્રી નરેશ પટેલે કહ્યું કે મંત્રી તરીકે અમે ખાતરી આપી હતી કે આ યોજના અમલી નહિ બને

    Gujarat Assembly Session Live: આદિજાતિ મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે આ કોંગ્રેસના સમયની યોજના છે. મંત્રી તરીકે અમે ખાતરી આપી હતી કે આ યોજના અમલી નહિ બને. અમે કોઈની જમીન લેવા માંગતા નથી. અમે ખાતરી આપી છે એ પ્રમાણે અમે કેન્દ્રીય નેતાઓને મળ્યા છીએ. ખૂબ લાંબી ચર્ચા બાદ નિર્ણય લેવાયો છે કે પાર તાપી યોજના અમલી નહિ બને તેને સ્થગિત કરવામાં આવે છે. જ્યાં સુધી રાજ્ય સરકાર લીલી ઝંડી ન આપે ત્યાં સુધી તેને અમલી ન બનાવી શકાય. 500 કરોડની બજેટમાં જોગવાઈ એ વન બંધુ કલ્યાણ માટેની યોજના છે. અમે આદિવાસી વિસ્તારોમાં આ બજેટથી નાના મોટા ચેક ડેમ બનાવીશું. આદિવાસી સમાજના વિકાસ માટે અમે અનેક યોજનાઓ લાવ્યા છીએ. કોંગ્રેસ 2022ની ચૂંટણીને ધ્યાને રાખીને આવું બોલી રહી છે. કોંગ્રેસને 2022 ચૂંટણીનો ભય લાગે છે.

  • 29 Mar 2022 11:56 AM (IST)

    Gujarat Assembly Session Live: અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક થયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા પાર તાપી રિવર લિંક પ્રોજેકટ સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

    Gujarat Assembly Session Live: આદિવાસી ધારાસભ્ય ગણપત વસાવાએ જણાવ્યું કે ગઈ કાલે કેન્દ્રીય નેતાઓને ગુજરાતના નેતાઓએ રજુઆત કરી હતી. આ સંદર્ભે ચર્ચા કરવા માટે ગઈ કાલે અમે દિલ્હી ગયા હતા. જ્યાં અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક થઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા પાર તાપી રિવર લિંક પ્રોજેકટ સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો હતો. કોંગ્રેસ નેતાઓ સ્વેત પત્ર બહાર પાડવાની વાત કરે છે પણ અમને અમારી સરકાર પર પૂરો ભરોંસો છે.

  • 29 Mar 2022 11:55 AM (IST)

    Gujarat Assembly Session Live: પહેલા કોંગ્રેસ દ્વારા જ આ યોજના તૈયાર કરવામાં આવી હતીઃ ગણપત વસાવા

    Gujarat Assembly Session Live: ભાજપના વરીષ્ઠ નેતા અને આદિવાસી ધારાસભ્ય ગણપત વસાવાએ આ યોજવા વિશે જણાવ્યું હતું કે પાર તાપી નર્મદા રિવર લીક યોજના ઘણી જૂની યોજના છે. પહેલા કોંગ્રેસ દ્વારા જ આ યોજના તૈયાર કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે બજેટમાં આ યોજનાનો ઉલ્લેખ કર્યા બાદ આદિવાસી સમાજનો વિરોધ શરૂ થયો હતો. અમે આદિવાસી આગેવાનોને ખાતરી આપી હતી કે આ પ્રોજેકટ અમલી નહિ થાય. કેન્દ્ર સરકારની યોજના માટે રાજ્યોની સહમતી ખૂબ જરૂરી હોય છે. આદિવાસી સમાજને નુકશાન થાય તેવું કોઈ કામ ભાજપ સરકાર કરશે નહીં.

Published On - Mar 29,2022 11:53 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">