Gandhinagar : ધ ગીર : પ્રાઇડ ઓફ ગુજરાત પ્રોજેકટનું અનાવરણ, મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું ઇન્દ્રોડા સર્કલ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે

ધ ગીર : પ્રાઇડ ઓફ ગુજરાત(The Gir Pride of Gujarat) પ્રોજેકટના ઉદ્દઘાટન પ્રસંગે રાજ્યકક્ષાના ગૃહ અને મહેસૂલ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, “હવેથી ગાંધીનગરની મુલાકાતે આવનારા તમામ મુલાકાતીઓ માટે ઇન્દ્રોડા સર્કલ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે.

Gandhinagar : ધ ગીર : પ્રાઇડ ઓફ ગુજરાત પ્રોજેકટનું અનાવરણ, મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું ઇન્દ્રોડા સર્કલ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે
Gir The Pride Of Gujarat Project Unveiled
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2022 | 9:07 AM

ગાંધીનગર(Gandhinagar)માં ઇન્દ્રોડા સર્કલ પર ધ ગીરઃ પ્રાઇડ ઓફ ગુજરાતનું(Gir Pride Of Gujarat) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું અનાવરણ ગુજરાતના ગૃહ તેમજ મહેસૂલ રાજ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi) અને ગુજરાતના કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની સાથે રાજ્યસભા સાંસદ તથા RILના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલ નથવાણીની(Parimal Nathwani) ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય​ એસ.કે.ચતુર્વેદી (IFS) તથા અગ્ર મુખ્ય વન સંરક્ષક વન્યજીવ (ઇન્ચાર્જ), ગુજરાત રાજ્ય નિત્યાનંદ શ્રીવાસ્તવ (IFS) તથા અન્ય લોકો હાજર રહ્યા હતા.

ઇન્દ્રોડા સર્કલ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે

આ ઉદ્દઘાટન પ્રસંગે રાજ્યકક્ષાના ગૃહ અને મહેસૂલ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, “હવેથી ગાંધીનગરની મુલાકાતે આવનારા તમામ મુલાકાતીઓ માટે ઇન્દ્રોડા સર્કલ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે. આ ગીરની પ્રતિકૃતિ આપણને ગીરના સિંહો, ત્યાંના વૃક્ષો, જંગલ અને અન્ય પ્રાણીઓની આબેહૂબ અનુભૂતિ કરાવે છે. હું રિલાયન્સ ફાઉન્ડેશન અને પરિમલભાઈને ગીર અને તેના સિંહોના પ્રચાર માટેના સતત પ્રયત્નો બદલ અભિનંદન આપું છું.”

Minister Harsh Sanghvi Visit The Gir Pride Of Gujarat

Minister Harsh Sanghvi Visit The Gir Pride Of Gujarat

ગુજરાતના ગીરમાં જ જોવા મળતા એશિયાટિક સિંહો અંગે જાગૃતિ ફેલાવવાનો હેતુ

આ ઉપરાંત રાજ્યસભા સાંસદ અને RILના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે “મને લગભગ ત્રણ દાયકાથી વધારે સમયથી ગીરના સિંહો પ્રત્યે અપ્રતિમ લગાવ છે. રિલાયન્સમાં અમારો પ્રયાસ ગુજરાત અને ભારતના ગર્વ સમાન અને માત્ર ગુજરાતના ગીરમાં જ જોવા મળતા એશિયાટિક સિંહો અંગે જાગૃતિ ફેલાવવાનો રહ્યો છે,”

RIL Director Corporate Affair Parimal Nathwani Visit The Gir Pride Of Gujarat

RIL Director Corporate Affair Parimal Nathwani Visit The Gir Pride Of Gujarat

ઉલ્લેખનીય છે કે, થોડા સમય વર્ષો પહેલાં અમદાવાદમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ આંતર્રાષ્ટ્રીય એરપોર્ટમાં ડોમેસ્ટીક ટર્મિનલ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા એશિયાટીક સિંહો પર આધારીત ધી ગીરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેને હમણાં થોડા સમય પહેલાં જ ડોમેસ્ટીક ટર્મિનલની બહાર પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું.

‘ધ ગીરઃપ્રાઇડ ઓફ ગુજરાત’ એશિયાઈ સિંહોના વિશ્વના એકમાત્ર રહેઠાણ સાસણ ગીરની પ્રતિકૃતિ છે. આ પ્રોજેક્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સિબિલિટી (CSR)નો ભાગ છે અને તેને નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના સહયોગમાં સ્થાપવામાં આવ્યો છે.

ધ ગીરઃપ્રાઇડ ઓફ ગુજરાત’લગભગ 25,000 ચોરસ ફૂટ વિસ્તારમાં

RIL સામાજિક વિકાસનાં કાર્યોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. આ પ્રોજેક્ટ લગભગ 55,00 ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવવામાં આવ્યો છે, જેમાંથી ‘ધ ગીરઃપ્રાઇડ ઓફ ગુજરાત’લગભગ 25,000 ચોરસ ફૂટ વિસ્તારમાં આવેલું છે. આ પ્રોજેક્ટમાં સાસણ ગીરમાં જોવા મળતાં વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ જેમ કે સિંહ (કુલ 12 પ્રતિકૃતિ), દિપડા, ચોશિંગા, ચીત્તલ, અજગર, વરૂ, લંગુર, કિડીખાઉ (પેંગોલિન), ગીધ,વગેરેની પૂર્ણ કદની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે.

માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ
માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ
દિવાળીને ધ્યાનમાં લઈ 108 ઈમરજન્સી સેવા સજ્જ, તમામ કર્મચારીઓની રજા રદ
દિવાળીને ધ્યાનમાં લઈ 108 ઈમરજન્સી સેવા સજ્જ, તમામ કર્મચારીઓની રજા રદ
વાપીમાં પાર્કિંગમાં બેઠેલા યુવકને કાર ચાલકે મારી ટક્કર
વાપીમાં પાર્કિંગમાં બેઠેલા યુવકને કાર ચાલકે મારી ટક્કર
વિસનગરના બાસણામાં દારુના અડ્ડા પર જનતા રેડ
વિસનગરના બાસણામાં દારુના અડ્ડા પર જનતા રેડ
જાફરાબાદમાં MLA હીરા સોલંકીના જમાઈ પર હુમલો, 6 લોકો સામે નોંધી ફરિયાદ
જાફરાબાદમાં MLA હીરા સોલંકીના જમાઈ પર હુમલો, 6 લોકો સામે નોંધી ફરિયાદ
ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરીનો ભેદ ઉકેલાયા,પોલીસે બે આરોપીની કરી ધરપકડ
ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરીનો ભેદ ઉકેલાયા,પોલીસે બે આરોપીની કરી ધરપકડ
આ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં આગામી કેટલાક દિવસ સહન કરવી પડશે ગરમી
ગુજરાતમાં આગામી કેટલાક દિવસ સહન કરવી પડશે ગરમી
બેસતુ વર્ષના દિવસે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
બેસતુ વર્ષના દિવસે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
ભરૂચ SOGએ ગેરકાયદે સિગારેટનો મોટો જથ્થો ઝડપ્યો, 2 આરોપીની ધરપકડ
ભરૂચ SOGએ ગેરકાયદે સિગારેટનો મોટો જથ્થો ઝડપ્યો, 2 આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">