Gandhinagar: કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે 279 કરોડના વિકાસ કાર્યોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કર્યું

|

Jun 12, 2022 | 5:43 PM

આમિત શાહે જણાવ્યું કે કોંગ્રેસના રાજમાં યોજનાઓ કાગળ પર જ યોજના રહી છે. ગરીબી હટાવો એવું બોલતા બોલતા ઇન્દ્રીરા ગાંધી થકી ગયાં પણ કોઈ ફેર પડ્યો નહિ.

Gandhinagar: કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે 279 કરોડના વિકાસ કાર્યોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કર્યું
Amit Shah inaugurated and lays foundation development works

Follow us on

મહાત્મા મંદિર (Mahatma Mandir) ખાતે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) એ 279 કરોડના વિકાસ કાર્યોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. જેમાં ગાંધીનગર (Gandhinagar) મહાનગર પાલિકા નિર્મિત 3 નવા બગીચાઓનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત 6.55 કરોડ ખર્ચે બનેલ વાવોલ બાયપાસ આર.સી.સી. રોડનું લોકાર્પણ કર્યું હતું. અડાલજ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું જ્યારે કુડાસણ ખાતે નિર્મિત 240 આવાસોનું લોકાર્પણ કર્યું હતું.

આ સાથે GUDA દ્વારા નિર્મિત આવાસોનો ડ્રો કર્યો હતો. જ્યારે અમિત શાહે ગાંધીનગર મહાનગર પાલિકા અંદાજે 193 કરોડ રૂપિયાના વિકાસના કાર્યોનું ખાતમૂહુર્ત કર્યું હતું. ઉપરંત 13.52 કરોડના ખર્ચે ખોરજ અને ઝુંડાલ ગામમાં પાણીની લાઈન તથા ગટર લાઈન નાખવાના કામનું ખાતમૂહુર્ત કર્યું હતું. વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત પ્રસંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અને CMનું ખુબ આભાર માનું છું. આજે મતવિસ્તારમાં કેટલાય લોકો ને ઘર નું ઘર મળશે. PM એ એક એવી પદ્ધતિ ઉભી કરી કે ક્યારેય લોકો ને માંગવા જવું ન પડે સરકાર જનતા ના કામ કરે છે. ગાંધીનગરના મતદારોએ કોઈ જગ્યાએ ધક્કા ખાવાની જરૂર નથી. નજીકની ભાજપની જ વોર્ડ ઓફીસમાં જઇ રજુઆત કરી દેજો. 3 દિવસમાં. ફરિયાદનું નિવારણ થશે. કોંગ્રેસના રાજમાં કાગળ પર જ યોજના રહી છે. ગરીબી હટાવો એવું બોલતા બોલતા ઇન્દ્રીરા ગાંધી થકી ગયાં પણ કોઈ ફેર પડ્યો નહિ.

PM મોદીએ 8 વર્ષ માં ગરીબોનું જીવન ધોરણ ઊંચું લાવવા કેટલી યોજના જમીન પર ઉતારી છે. આ યોજનાથી ગરીબોનું જીવન ધોરણ આઠ વર્ષમાં ખુબ સારું થયું છે. અગાઉ 100 વારના પ્લોટ આપતા તે તલાટી ખાઈ જતા હતા. પણ આજે દરેક જગ્યાએ વિકાસ થઈ રહ્યો છે. ગામડું-શહેર હોય કે જંગલમાં સૌને સમાન સુવિધા પ્રધાનમંત્રી મોદીએ કરી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદના શેલા ગામે આવેલા તળાવના નવીનીકરણ અને બ્યુટીફ્રીકેશન કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકરો સહિત લોકોની ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત અમિત શાહ આજે આણંદની મુલાકાતે પણ પધાર્યા હતા. ત્યાં IRMAના પદવીદાનમાં આપશે દીક્ષાત પ્રવચન આપ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને ગ્રામ્ય વિસ્તારમાં કામ કરવાની સલાહ આપતાં કહ્યું હતું કે જો ગ્રામડાં સમૃદ્ધ બનશે તો જ દેશ આત્મનિર્ભર બનશે. આ સમારંભમાં IRMAના 251 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

Next Article