AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar : ગુજરાત ભાજપમાં બેઠકોનો દોર યથાવત, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળી, જુઓ Video

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ગુજરાતમાં ભાજપની બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. શુક્રવારે મોડી રાત્રે વડાપ્રધાનના નિવાસસ્થાને ભાજપની બેઠક યોજાઇ હતી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના દિગ્ગજો હાજર હતા.આ બેઠક બાદ એવુ લાગી રહ્યુ હતુ કે બોર્ડ નિગમ અથવા સરકાર સંગઠન વચ્ચેના અથવા સરકારના મંત્રીમંડળના વિસ્તરણને લઇને ચર્ચા થઇ હશે. જો કે હવે ગુજરાતમાં પણ બેઠકનો દોર ચાલી રહ્યો છે.

Gandhinagar : ગુજરાત ભાજપમાં બેઠકોનો દોર યથાવત, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળી, જુઓ Video
Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 25, 2023 | 3:00 PM
Share

Gandhinagar : ગુજરાતના રાજકારણને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ભાજપમાં બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. ભાજપના ટોચના નેતાઓની ગઈકાલે રાત્રે બેઠક મળી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. જેમાં ગુજરાત ભાજપના સંગઠન, લોકસભા ચૂંટણી અને બોર્ડ નિગમ અંગે ચર્ચા થઇ હોવાની શક્યતા છે.

આ પણ વાંચો-Surendranagar News: પાટડી સુરેન્દ્રનગર હાઈવે પર ST બસનો અકસ્માત, 40થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત, જુઓ Video

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ગુજરાતમાં ભાજપની બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. શુક્રવારે મોડી રાત્રે વડાપ્રધાનના નિવાસસ્થાને ભાજપની બેઠક યોજાઇ હતી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના દિગ્ગજો હાજર હતા.આ બેઠક બાદ એવુ લાગી રહ્યુ હતુ કે બોર્ડ નિગમ અથવા સરકાર સંગઠન વચ્ચેના અથવા સરકારના મંત્રીમંડળના વિસ્તરણને લઇને ચર્ચા થઇ હશે. જો કે હવે ગુજરાતમાં પણ બેઠકનો દોર ચાલી રહ્યો છે.

ગઇકાલે મોડી રાત્રે હોટેલ લીલા ખાતે ભાજપની બેઠક મળી હોવાની ચર્ચા થઇ રહી છે.આ બેઠક કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વચ્ચે થઇ હોવાનું માનવામાં આવે છે.રાત્રે 9.30 થી 10.30 કલાક દરમિયાન બેઠક મળી હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે.આ સમય દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાયબ્રન્ટ ગુજરાતના આયોજનમાં હતા.જે પછી મહત્વની બેઠક મંત્રી નિવાસસ્થાને મળી હોવાની ચર્ચા છે.

બેઠક દ્વારા જાણે જાણવા મળી રહ્યુ છે કે લોકસભાની ચૂંટણીપહેલા ગુજરાતની અંદર સબ સલામત કરવાનો પ્રયાસ છે.ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠન સાથે સાથે ચાલતા હોય છે,જે સરકાર યોજનાઓ બનાવે છે તે સંગઠન જમીની સ્તર સુધી લઇ જતુ હોય છે.સંગઠન દ્વારા જે મુદ્દાઓને ઉઠાવવામાં આવતા હોય છે અથવા તો જમીની સ્તર પર થતી ફરિયાદોની જાણ સરકાર સુધી પહોંચાડવામાં આવી હોય છે.જેના કારણે ફરિયાદોનું નિવારણ જલ્દી થાય. જો કે હાલમાં આ સંકલનમાં અભાવ હોવાનું જોવા મળી રહ્યુ છે. જેની અસર પણ જોવા મળી રહી છે. સરકારના મંત્રીઓના પર્ફોમન્સને લઇને સતત ચર્ચા થઇ રહી છે.

આ બેઠક મળતી ગુજરાતના રાજકારણમાં ફેરફારોના સંકેત મળી રહ્યા છે. સંગઠનમાં ફેરફાર થવાની શકયતા છે. પ્રદેશ ભાજપની ખાલી જગ્યાઓમાં નિમણુંકને લઈ નામોની મથામણ ચાલી રહી છે.લોકસભાના બેઠક દીઠ પ્રભારીના નામને લઈ મંથન થયુ હોવાની ચર્ચા છે. સૌથી વધુ ગૂંચ બોર્ડ નિગમને લઇને છે. જેનો કોકડો હજુ વણ ઉકેલાયો છે. ડિસેમ્બરમાં તમામના રાજીનામાં લેવાયા હતા. ત્યારે મહદ અંશે તેમાં રાજકીય ભરતીઓ બાકી છે. નામને લઇને હજુ પણ એકમત નથી સધાતુ જોવા મળતુ.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">