AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar: વિધાનસભા ગૃહમાં પૂરક માગણીઓ પર થઈ ચર્ચા, કાપ દરખાસ્ત મુક્યા બાદ વિપક્ષનો એકપણ સભ્ય હાજર ન રહેતા અધ્યક્ષે કરી ટકોર

Gandhinagar: બજેટ સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા 30 હજાર કરોડ કરતા વધુ રકમની પૂરક માગણીઓ વિધાનસભામાં રજૂ કરવામાં આવી. આ પૂરક માગણીઓ મુદ્દે કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યુ કે આટલુ મોટુ બજેટ સરકાર લાવી હોવા છતા 30 હજાર કરોડથી વધુની પૂરક માગણીઓ સરકાર લઈને આવી છે.

Gandhinagar: વિધાનસભા ગૃહમાં પૂરક માગણીઓ પર થઈ ચર્ચા, કાપ દરખાસ્ત મુક્યા બાદ વિપક્ષનો એકપણ સભ્ય હાજર ન રહેતા અધ્યક્ષે કરી ટકોર
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2023 | 11:45 PM
Share

રાજ્ય સરકાર દ્વારા 30 હજાર કરોડ રૂપિયા કરતા વધુ રકમની અંદાજપત્રની પૂરક માગણીઓ વિધાનસભામાં મંજૂર કરવા માટે મુકાઈ. તેની કોંગ્રેસ દ્વારા આકરી ટીકા કરવામાં આવી હતી અને કાપ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. પૂરક માગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે સરકારની ટીકા કરી કે આટલુ મોટુ બજેટ હોવા છતા સરકાર 30 હજાર 793 કરોડની પૂરક માગણીઓ લઈને આવી. ઈતિહાસમાં પહેલીવાર આટલી મોટી પૂરક માગણીઓ લઈને આવ્યુ છે. તેમણે ઉમેર્યુ કે હોસ્પિટલોમાં પૂરતી સુવિધા ન હોવાના કારણે આરોગ્યની પૂરક માગણીઓ લાવી હશે.

હાટકેશ્વર બ્રિજ મામલે શૈલેષ પરમારનો પ્રહાર

પૂરક માગણી પરની ચર્ચામાં શૈલેષ પરમારે  બ્રિજ મામલે પ્રહાર કર્યો કે હાઈકોર્ટે પણ કહ્યુ છે કે રાજ્યમાં 67 કરતા વધુ બ્રિજને મરામતની જરૂર છે. અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ છેલ્લા 9 મહિનાથી બંધ છે. છતા બ્રિજમાં થયેલા ગોટાળા મામલે કોઈની સામે કાર્યવાહી કરવામાં આવી નથી.

આ પૂરક માગણીઓ પર ચર્ચા બાદ મતદાન થયુ હતુ. ચર્ચામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ઉદ્યોગ અને ખાણ, માર્ગ અને મકાન, સામાજિક ન્યાય અને અધિકારીતા તથા શહેરી વિકાસ વિભાગની માગણીઓ પર ચર્ચા થઈ. નાણામંત્રી કનુ દેસાઈએ પૂરક માગણીઓ પર ચર્ચાનો ગૃહમાં જવાબ રજૂ કર્યો હતો.

ગૃહમાં 47 માગણીઓ ગીલોટીનથી રજૂ થઈ

જો કે પૂરક માગણીઓ પર કાપ દરખાસ્ત મુક્યા બાદ વિપક્ષના એકપણ સભ્ય ગૃહમાં હાજર ન રહેતા અધ્યક્ષ શંકર ચૌધરીએ ટકોર કરી હતી. તેમણે કહ્યુ કે કાપ દરખાસ્ત મુક્યા પછી સભ્યએ હાજર રહેવુ જોઈએ. ફરી આવુ ન થાય તે માટે ટકોર કરી હતી. અંતે પૂરક માગણીઓ બહુમતીથી પસાર થઈ હતી. ગૃહમાં પૂરક માગણીઓ બહુમતીથી પસાર થઈ હતી. ગૃહમાં 47 માગણીઓ ગીલોટીનથી રજૂ થઈ હતી.(બાકી રહેલી તમામ માગણીઓેને એકસાથે રજૂ કરાય તેને ગિલોટીન કહેવાય) નાણામંત્રીએ 47 માગણીઓ ગીલોટીનથી રજૂ કરી. બાકી રહેલી પૂરક માગણીઓને મતદાન માટે મુકાઈ હતી.જેમા બહુમતીથી તમામ પૂરક માગણીઓ મંજૂર કરાઈ હતી.

ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ- ગાંધીનગર

આ પણ વાંચો: Gandhinagar: રાજ્ય ઉપર કુલ 3,20,812 કરોડનું દેવુ, વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈનો લેખિતમાં સ્વીકાર

g clip-path="url(#clip0_868_265)">