Gandhinagar: કોરોનાકાળમાં રાજ્ય સરકારનો ઉમદા અભિગમ, છેલ્લા 3 મહિનામાં 1,162 લાખથી વધુની સહાય સરકારે ચૂક્વી

|

Jul 01, 2021 | 9:19 PM

Gandhinagar: મુખ્યમંત્રી રાહત ફંડમાંથી છેલ્લા ત્રણ માસમાં વિવિધ સારવાર માટે રૂપિયા 1,162 લાખથી વધુની સહાય ચૂકવણી કરાઈ હોવાની વિગતો મળી રહી છે.

Gandhinagar: કોરોનાકાળમાં રાજ્ય સરકારનો ઉમદા અભિગમ, છેલ્લા 3 મહિનામાં 1,162 લાખથી વધુની સહાય સરકારે ચૂક્વી
CM Vijay Rupani (File Image)

Follow us on

Gandhinagar: કોરોનાના કપરાકાળમાં જરૂરિયાતમંદ લોકોને ગુજરાત સરકારે (Gujarat Govt) વિવિધ બિમારીઓ માટે સહાય કરી છે. આમ વૈશ્વિક મહામારી વચ્ચે રાજ્ય સરકારનો ઉમદા અભિગમ સામે આવ્યો છે. છેલ્લા 3 મહિનામાં લાભાર્થીઓને રૂપિયા 1,162 લાખથી વધુની સહાયની ચુકવણી કરવામાં આવી છે.

 

મુખ્યમંત્રી રાહત ફંડમાંથી છેલ્લા ત્રણ માસમાં વિવિધ સારવાર માટે રૂપિયા 1,162 લાખથી વધુની સહાય ચૂકવણી કરાઈ હોવાની વિગતો મળી રહી છે. જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને વિવિધ રોગોની સારવાર માટે કુલ રૂપિયા 1162.65 લાખની રકમ સહાય પેટે ચૂકવવામાં આવી છે. જેમાં એપ્રિલ મહિનામાં રૂપિયા 80.31 લાખ, મે મહિનામાં રૂ 42.86 લાખ અને જૂન-2021માં રૂ. 1039.48 લાખ એમ ત્રણ માસમાં કુલ રૂ. 1162.65 લાખની રકમ આપવામાં આવી છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

એપ્રિલ-2021 મહિનામાં કેન્સરની સારવાર માટે રૂ. 1 લાખ, કીડની માટે રૂ 2.33 લાખ, લીવર માટે રૂ 12.99 લાખ, થેલેસેમિયાની સારવાર માટે રૂ 13.99 લાખ જ્યારે કોરોના વોરિયર્સ માટે રૂ.50 લાખ ચૂકવવામાં આવ્યા છે.

 

જ્યારે મે-2021  માસમાં કેન્સર માટે રૂ 1 લાખ, કીડની માટે રૂ 6 લાખ, લીવર માટે રૂ 4.33 લાખ, થેલેસેમિયા માટે રૂ. 3.33 લાખ, કોરોના વોરિયર્સ માટે રૂ 25 લાખ અને અન્ય રૂ 3.20 લાખ એમ કુલ રૂ. 42.86 લાખની રકમ ચૂકવવામાં આવી છે.

 

જૂન-2021માં કીડનીની સારવાર માટે રૂ 2.50 લાખ, લીવર માટે રૂ. 12.99 લાખ, થેલેસેમિયા માટે રૂ. 11.99 લાખ, કોરોના વોરિયર્સ માટે રૂ. 1,010 લાખ તેમજ અન્ય માટે રૂ 2 લાખ એક કુલ રૂ. 1039.48 લાખની રકમ સહાય પેટે ચૂકવવામાં આવી.

 

આ પણ વાંચો : PNB Scam: નીરવ મોદીની બહેને બ્રિટનના બેન્ક ખાતામાંથી ભારત સરકારને મોકલ્યા 17.25 કરોડ રૂપિયા

Next Article