GANDHINAGAR: નેનો ટેકનોલોજીથી બનેલા યુરિયા ખાતરનો પહેલો જથ્થો કલોલ ઈફ્કોના પ્લાન્ટથી UP રવાના

Rahul Vegda
| Edited By: | Updated on: Jun 05, 2021 | 6:03 PM

GANDHINAGAR: આધુનિક ટેક્નોલીજીનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં થઈ રહ્યો છે, ત્યારે કલોલ ઈફ્કોના પ્લાન્ટથી નેનો ટેકનોલોજીથી બનેલા યુરિયા ખાતરનો પહેલો જથ્થો આજે UP રવાના કરાયો છે.

GANDHINAGAR: આધુનિક ટેક્નોલીજીનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં થઈ રહ્યો છે, ત્યારે કલોલ ઈફ્કોના પ્લાન્ટથી નેનો ટેકનોલોજીથી બનેલા યુરિયા ખાતરનો પહેલો જથ્થો આજે UP રવાના કરાયો છે. ઈફ્કોના (IFFCO) વાઈસ ચેરમેન દિલીપ સંઘાણીએ (Dilip Sanghani) લીલી ઝંડી આપી લિકવિડ ખાતર રવાના કર્યું હતું.

 

નેનો ટેકનોલોજી (Nano Technology)થી બનેલા યુરિયા ખાતર (Urea Fertilizer)નો પહેલો જથ્થો આજે UP રવાના કરાયો છે. ઈફ્કોના વાઈસ ચેરમેન દિલીપ સંઘાણીએ લીલી ઝંડી આપી લિક્વિડ ખાતર રવાના કર્યું હતું. કલોલ ઈફ્કોના પ્લાન્ટ (IFFCO plant, Kalol)થી લિકવિડ ખાતરનો જથ્થો ટ્રક મારફત યુપી પહોંચશે. ઈફ્કો ગુજરાતના રિસર્ચ સેન્ટરે વિશ્વનું પહેલું નેનો યુરિયા લિક્વિડ તૈયાર કર્યું છે.

 

500 મિલીલિટરની એક બોટલ પરંપરાગત એક બેગના ખાતર જેટલી અસરકારક હોવાનો દાવો કરાયો છે. લિક્વિડ યુરિયાના વપરાશથી લોજિસ્ટિક અને વેરહાઉસિંગ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવનો છે. 15 જૂનથી ગુજરાતના ખેડૂતોને પણ નેનો લિકવિડ યુરિયા (Nano liqude Urea) ખાતર મળતું થઈ જશે.

 

નેનો યુરિયાની 500 મિલીલિટર બોટલની કિંમત 240 રૂપિયા નક્કી કરવામાં આવી છે. હાલ બજારમાં મળતા યુરિયા ખાતરની બોરીની કિંમત રૂપિયા 266 છે. નવી ટેકનોલોજીના ખાતર 10 ટકા સસ્તું મળી શકશે. ખેડૂતોને ખાતરની હેરફેરમાં અને ખેતરમાં છાંટવામાં પણ સરળતા રહેશે.

 

આ પણ વાંચો : Jamnagar: ખાનગી શાળાઓ માટે અનુકરણ કરવા જેવી વાત, જામનગરની બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલે કોરોનાની સ્થિતિ ધ્યાને લઈ 40% ફી માફ કરી દીધી

 

g clip-path="url(#clip0_868_265)">