Gandhinagar : પાટનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, હાર્દિક પટેલની ગેરહાજરીને લઇને અનેક સવાલો

|

Jul 23, 2021 | 9:32 PM

આજે ગાંધીનગરમાં કથિત જાસુસીકાંડ મામલે કોંગ્રેસ દ્રારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં કોંગ્રેસના તમામ મોટા નેતા હાજર હતા પણ હાર્દિક પટેલ ક્યાંય દેખાયા ન હતા. ત્યારે સવાલ એ છે કે શું હાર્દિક જાણી જોઇએને કાર્યક્રમમાં હાજર રહેતા નથી કે તેની કોંગ્રેસમાં અવગણના થઇ રહી છે.

Gandhinagar : પાટનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, હાર્દિક પટેલની ગેરહાજરીને લઇને અનેક સવાલો
many questions regarding Hardik Patel's absence

Follow us on

Gandhinagar : રાજકારણમાં જે દેખાય છે, તેની ચર્ચા થાય છે. આજકાલ હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ હોય અથવા તો કોંગ્રેસમાં તેમની અવગણના થતી હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. તો બીજી તરફ હાર્દિક પટેલ કોગ્રેસના અતિ મહત્વના કાર્યક્રમમાં હાજર ન રહીને આવી ચર્ચાઓને જાણે કે હવા આપી રહ્યા હોય તેવું લાગે છે.

આજે ગાંધીનગરમાં કથિત જાસુસીકાંડ મામલે કોંગ્રેસ દ્રારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં કોંગ્રેસના તમામ મોટા નેતા હાજર હતા પણ હાર્દિક પટેલ ક્યાંય દેખાયા ન હતા. ત્યારે સવાલ એ છે કે શું હાર્દિક જાણી જોઇએને કાર્યક્રમમાં હાજર રહેતા નથી કે તેની કોંગ્રેસમાં અવગણના થઇ રહી છે.

થોડા દિવસ પહેલા અમદાવાદમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસની મહારેલી હતી, જેમાં પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિતના તમામ મોટા નેતા હાજર હતા, ત્યારે તે સમયે પણ હાર્દિક પટેલ રાજકોટમાં રહ્યાં હતા. આ બધી તસવીરો અનેક સવાલો ઉપજાવે છે. જો કે આ બાબતે અમિત ચાવડાએ ગોળ ગોળ જવાબ આપતા કહ્યું કે દરેક નેતાને અલગ અલગ જવાબદારી સોંપી છે, અને દરેક નેતા વ્યસ્ત છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સવાલ એટલા માટે પણ થઇ રહ્યાં છે કે થોડા દિવસ પહેલા જ હાર્દિકના રાઇટ હેન્ડ ગણાતા નિખિલ સવાણીએ પણ કોંગ્રેસ છોડી આપમાં પ્રવેશ કર્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસના રાજ્ય સ્તરના સૌથી મોટા કાર્યક્રમમાં પણ હાર્દિકની ગેરહાજરી કેટલાક સવાલો તો જરૂર ઉભા કરે છે.

ફકત આ જ નહીં થોડા દિવસ અગાઉ 20 મી જુલાઈના રોજ કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત જન ચેતના રેલીમાં પણ હાર્દિક પટેલની ગેરહાજરી રહી, એ પહેલા કોંગ્રેસના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા મનીષ તેવારી અમદાવાદમાં આવ્યા ત્યારે પણ તેઓની ગેરહાજરી રહી, આ ઉપરાંત ઘણા સમયે હાર્દિક પટેલ ગેરહાજર રહયા હોય એવું સામે આવ્યું છે.

જો કે આ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના કહેવા મુજબ પ્રત્યેક નેતા પોતાની જવાબદારી મુજબ કાર્યરત હોય છે, એનો મતલબ એ ક્યાંક પાર્ટીના કામમાં વ્યસ્ત હોઈ શકે છે, એ એકલા જ નહીં બીજ નેતાઓ પણ નથી રહેતા હાજર એનો અર્થ બીજો નથી.. પરંતુ પ્રત્યેક પાર્ટીની સાથે જ છે અને બધાનું એક જ લક્ષ્યાંક છે કે જનતાનો અવાજ બુલંદ કરવો જોઈએ..

 

Next Article