Gandhinagar: હવે રાજ્ય સરકારના કોઈ પણ ગેઝેટ online જોઈ શકાશે, CMના હસ્તે વેબસાઈટનું લોન્ચિંગ

|

Jul 05, 2021 | 4:32 PM

મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાદર્શનમાં ગુજરાત રાજય મહત્વપૂર્ણ કદમ ભરી રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ માટેની વેબસાઇટ egazette.gujarat.gov.in નું ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યુ છે.

Gandhinagar: હવે રાજ્ય સરકારના કોઈ પણ ગેઝેટ online જોઈ શકાશે, CMના હસ્તે વેબસાઈટનું લોન્ચિંગ
ડિઝીટલ- ઇ ગેઝેટ CMના હસ્તે લોન્ચ

Follow us on

Gandhinagar : પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાદર્શનમાં ગુજરાત રાજય મહત્વપૂર્ણ કદમ ભરી રહ્યું છે. રાજ્ય સરકારના તમામ સાધારણ અને અસાધારણ ગેઝેટ હવે ડિઝીટલ- ઇ ગેઝેટ સ્વરૂપે વેબસાઇટ પર ઓનલાઇન ઉપલબ્ધ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ માટેની વેબસાઇટ egazette.gujarat.gov.in નું ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યુ છે.

આ ગેઝેટના લોકાર્પણથી વર્ષોથી ચાલી આવેલી ગેઝેટના મુદ્રણ-પ્રિન્ટીંગની પરંપરાગત પ્રક્રિયાનો હવે અંત આવશે. જેના પરિણામે અંદાજે સરેરાશ વાર્ષિક ૩પ મેટ્રિક ટન પેપરની બચત થશે.કોઇપણ વ્યક્તિ, સંસ્થા વેબસાઇટના માધ્યમથી ગેઝેટને વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશે. ઇ-ગેઝેટની આવી ડાઉન લોડેડ કોપીની અધિકૃતતા માટે QR કોડની પ્રથા અમલમાં મૂકવામાં આવી છે.

ગેઝેટની વેબસાઇટ ઉપર તાત્કાલિક ઉપલબ્ધતાથી વહીવટમાં અસરકારકતા વધશે. ગેઝેટના મેન્યુઅલ રેકર્ડ નિભાવવામાંથી હવે મુક્તિ મળશે. હાલ રાજ્યમાં 30 વર્ષના જૂના ગેઝેટ ઉપલબ્ધ છે તે ત્વરાએ વેબસાઈટ ઉપર એક માસમાં ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રીએ વિભાગને સૂચન કર્યુ હતું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તદનુસાર જૂના ગેઝેટને પણ ક્રમશ: વેબસાઇટ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી તે પણ વેબસાઇટ પર સરળતાએ મળી રહેશે. નાગરિકો, અરજદારો,સરકારી કચેરીઓને અગાઉ પ્રસિદ્ધ થઇ ગયેલા જૂના ગેઝેટની નકલો મેળવવામાં પડતી સમસ્યાનું નિવારણ થશે. રાજ્ય સરકારના તમામ વિભાગોના ગેઝેટ માટે ફકત એક જ –સેન્ટ્રલાઇઝડ વેબસાઇટ તરીકે તમામ માહિતી પૂરી પાડી શકાશે.

આ વેબ સાઈટ લોન્ચિગ અવસરે મંત્રી જયેશ રાદડીયા, કુટીર ઉદ્યોગ સચિવ સંદીપ કુમાર, જીઆઇએલના મેનેજિંગ ડિરેક્ટર ગુસિઆ,સરકારી પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી નિયામક રાઠોડ તેમજ વિભાગના નાયબ સચિવ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

 

Published On - 3:02 pm, Mon, 5 July 21

Next Article